રસોડાની સામગ્રી ભેગી કરી કરો સેવન, પેટ, ગેસ, પાચન, વજન, ડાયાબિટીસ સહિત બીમારીઓ દુર કરી, શરીરની ગંદકીને કરી દેશે સાફ… જાણો સેવનની રીત…

સ્વસ્થ રહેવા માટે શું ખાવું જોઈએ દરેક વ્યક્તિ સ્વસ્થ અને હેલ્ધી રહેવા ઇચ્છે છે, અને તેની માટે તેઓ ઘણા બધા ખાદ્ય પદાર્થ અને પોતાના ડાયટમાં સામેલ કરે છે. તમે ઈચ્છો તો હંમેશા સ્વસ્થ રહેવા માટે અળસીથી અજમો અને જીરાનું સેવન કરી શકો છો. આ ત્રણેય વસ્તુ પોષક તત્વોથી ભરપુર હોય છે. તમે ઓળખી અજમા અને જીરાને પૂર્ણા સ્વરૂપે પણ ખાઈ શકો છો. આ ચૂર્ણનું સેવન કરવાથી પેટથી જોડાયેલ તમામ બીમારી દૂર થાય છે અને વજન ઓછું કરવા માટે પણ ખુબ જ મદદરૂપ થાય છે. અળસી, અજમો અને જીરાના ફાયદા વિશે વિસ્તારથી જાણીએ.

અળસીના પોષક તત્વો : અળસીના બીજની તાસીર ખુબ જ ગરમ હોય છે. તેથી શિયાળામાં અળસીના બીજનું સેવન કરવું ખુબ જ લાભકારી માનવામાં આવે છે. અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તથા તેમાં આયર્ન, પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને પોટેશિયમની ખુબ જ સારી માત્રા હોય છે. તે સિવાય અળસીના બીજમાં વિટામિન બીકોમ્પ્લેક્સ, વિટામિન ઈ અને મેગ્નેશિયમ, પ્રોટીન અને ફાઇબરનો પણ ખુબ જ સારો સ્ત્રોત હોય છે.

અજમાના પોષક તત્વો : શિયાળામાં લગભગ લોકો અજમાનું સેવન પરાઠા અથવા શાકભાજીમાં નાખીને કરે છે. અજમા પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. અજવાળામાં નિયાસિન થાયમીન, સોડિયમ ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. અને તેમાં કાર્બોહાઇડ્રેટ ફેટી એસિડ ફાઇબર અને પ્રોટીન પણ જોવા મળે છે. અજમાની અંદર એન્ટિ ઓક્સિડન્ટ અને ફાઈબરનો ભરપૂર સ્ત્રોત હોય છે.

જીરામાં પોષક તત્વો : જીરાનો ઉપયોગ દરેક ભારતીય ઘરમાં કરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોય છે. જીરામાં મેગ્નેશિયમ આયરન કેલ્શિયમ અને ફોસ્ફરસની ખુબ જ સારી માત્રા જોવા મળે છે. તે સિવાય જીરામાં વિટામિન ઈ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન બી-6 નો ખુબ જ સારો સોર્સ છે. જીરામાં સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ અને ડાયટરી ફાઇબર જોવા મળે છે. જીરું ખુબ જ ફાયદાકારક હોય છે.

અળસી, અજમો અને જીરાના ફાયદા : અળસી, અજમો અને જીરું દરેક પોષક તત્વોથી ભરપુર હોય છે. આ ત્રણેના મિશ્રણને ચૂર્ણના સ્વરૂપે લઈ શકાય છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા પ્રકારના લાભ મળે છે. જાણો અળસી, અજમો અને જીરાના ફાયદા…

વજન : આ ત્રણેયના ચૂર્ણનું સેવન કરવાથી વજન ઓછું કરવા માટે ખુબ જ મદદ મળે છે. જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તથા શરીરની વધારાની ચરબીને દૂર કરવા માંગો છો તો આ ચૂર્ણ લઈ શકો છો તેનું સેવન કરવાથી મેદસ્વીતા દૂર થાય છે અને તમે તેને વેઈટ લોસ ડાયટમાં પણ સામેલ કરી શકો છો.

પાચનતંત્ર : અજમો અને જીરુ પેટ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે અળસી અજમા અને જીરાનું સેવન કરો છો તો તેનાથી તમારા પાચનતંત્રમાં સુધારો આવી શકે છે. જીરામાં પાચનતંત્રને સુધારવાના ગુણ જોવા મળે છે. જીરામાં ઉપસ્થિત એન્ટિઓક્સિડેન્ટ પાચનની ક્રિયાને મજબૂત બનાવવાનું કામ કરે છે.

ગેસ અને કબજિયાત : રાત્રે સૂતી વખતે આ ચૂર્ણ લેવાથી ગેસ અને કબજિયાતની સમસ્યામાં આરામ મળે છે. આ ત્રણેયમાં ફાઈબરની ખુબ જ સારી માત્રા જોવા મળે છે અને તે મળ ત્યાગની પ્રક્રિયાને ખુબ જ આસાન બનાવે છે તેનાથી કબજિયાત દૂર થાય છે. તેની સાથે જ પાચનતંત્ર મજબૂત બને છે. તો ગેસ, એસિડિટી અને કબજીયાતની સમસ્યામાં  તમે આ ચૂર્ણનું સેવન કરી શકો છો.

શરીરની ગંદકી બહાર કાઢે : રાત્રે સૂતી વખતે આ ચૂર્ણનું સેવન કરવાથી સવારે તમારું પેટ ખુબ જ આસાનીથી સાફ થઈ જાય છે અને આ દરમિયાન શરીરમાં જમા થયેલ ગંદકી પણ આસાનીથી નીકળી જાય છે. આ ચૂર્ણ શરીરનો કચરો બહાર કાઢવા માટે મદદ કરે છે અને તેનાથી ત્વચામાં નિખાર આવે છે.

ત્વચા માટે : આ ચૂર્ણનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલ ગંદકી આસાનીથી નીકળી જાય છે અને તેની અસર ત્વચા ઉપર પણ જોવા મળે છે. આ ચૂર્ણનું સેવન કરવાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. જો તમારી પ્રકૃતિ પિત્ત પ્રકારની છે. તો તેનું સેવન કરવાથી દુર રહો કારણ કે તેનાથી શરીરમાં ગરમી વધે છે. અને તમારી સમસ્યા વધી શકે છે.

આ ચૂર્ણનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. ડાયાબિટીઝને કંટ્રોલમાં લાવી શકાય છે અને તે સિવાય અનિયમિત માસિક ધર્મની સમસ્યાને પણ દૂર કરી શકે છે. પરંતુ જો તમે કોઈ પણ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છો તો ડોક્ટરની સલાહ લઈને જ આ ચૂર્ણનું સેવન કરો.

અળસી, અજમો અને જીરાના નુકશાન : આયુર્વેદ અનુસાર આ દરેક વસ્તુની સાથે ખુબ જ ગરમ હોય છે. તેથી તેનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ નહીં તો તે નુકશાન આપી શકે છે. તમે ડોક્ટરની સલાહ લઈને અડધી અજમા અને જીરાના પાવડરની માત્રા નક્કી કરી શકો છો. પરંતુ તેનું વધુ માત્રામાં આ ચૂર્ણનું સેવન કરવાથી છાતીમાં બળતરા પેટમાં બળતરાની સમસ્યા ઊભી થઈ શકે છે. તે સિવાય અમુક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે. આયુર્વેદ અનુસાર પિત્ત પ્રકૃતિના લોકો એ તેનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ, તેનાથી પિત્ત વધી શકે છે. જેના કારણે ઘણી બધી બીમારીઓ ઉભી થઈ શકે છે.

ચૂર્ણ બનાવવાની રીત : અળસી, અજમો અને જીરાનું ચૂર્ણ તમે ઘરે જ આસાનીથી બનાવી શકો છો તેના માટે અળસી જીરું અને અજમો અને તવા ઉપર અલગ અલગ શેકો જ્યારે થોડું સુકાઈ જાય ત્યારે તેને મિક્સરમાં બારીક ચૂર્ણ બનાવો તેની માત્રા ડોક્ટરની સલાહ લઈને જ નક્કી કરો, હવે આ ચૂર્ણનું સેવન તમે આસાનીથી કરી શકો છો.

આ ચૂર્ણનું સેવન કંઈ રીતે કરવું ? : આ ચૂર્ણનું સેવન તમે રાત્રે સૂતી વખતે કરી શકો છો, તમે ઈચ્છો તો સવારે ખાલી પેટ પણ આ ચૂર્ણને સામાન્ય ગરમ પાણી સાથે લઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment