કોઈ પણ સંબંધને ટકાવી રાખવા માટે બે વસ્તુઓ અતિ આવશ્યક હોય છે, એક પ્રેમ અને બીજો વિશ્વાસ. આ બંને ના આધારે જ કોઇપણ સંબંધનો પાયો ટકેલો હોય છે. કોઇપણ સંબંધમાં માત્ર સારી સારી વાતો થી જ કામ નથી ચાલતું. સંબંધમાં એક બીજા પ્રત્યે આદર, ઈમાનદારી અને જવાબદારીઓ પણ હોવી જોઈએ.
કારણકે સંબંધમાં લડાઈ ઝઘડા થવા સામાન્ય બાબત છે પરંતુ સમજદાર વ્યક્તિ એ જ છે જે નીજી મતભેદોને ભૂલી ને એકબીજા સાથે આવી જાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે એક વાતને પકડી ને બેસી રહે છે અને ત્યાં જ સંબંધોમાં કડવાશ આવવાની શરૂઆત થાય છે.
કેટલીક વાર જોવા મળે છે કે લોકો પોતાના પ્રેમના સંબંધ પ્રત્યે ઈમાનદાર તો હોય છે, તો પણ તેઓ પોતાના પાર્ટનરના મનની વાત નથી સમજી શકતા. તેઓ એ નથી સમજી શકતા કે પોતાના સંબંધને કેવી રીતે મજબૂત કરવો, તેથી કોઈપણ લોંગ ટાઇમ અને સ્ટ્રોંગ રિલેશનશિપ માટે આ 5 વાતો હોવી અત્યંત જરૂરી છે.1) કોમ્પ્રોમાઇઝ કરતા આવડવું જોઈએ:- જો તમને કોમ્પ્રોમાઇઝ એટલે કે સુલેહ કરતા આવડે છે તો તમે કોઈ પણ સંકટને પાર કરી શકો છો. પ્રેમની બાબતમાં તો આ સૌથી સરળ સીડી છે. એટલું જ નહીં આ પોતાનામાં જ એટલી તાકાતવાન છે કે ભવિષ્યમાં તમારા સંબંધમાં આવતી દરેક મુશ્કેલીઓનો રસ્તો બંધ કરી દે છે.
દરેક કપલ ના વચ્ચે મોટાભાગે નાના મોટા ઝઘડા તો થયા જ કરે છે. તેનો મતલબ એ નથી કે તમે કોઈ પણ વાત ને લઈને વળગી રહો. એવામાં ઝઘડો વધી શકે છે અને વાતને વધુ લાંબી ન ખેંચવી. બીજાની સલાહ લેવા કરતા પાર્ટનર સાથે બેસીને વાત ને સુલજાવવી. વિવાદને કોમ્પ્રોમાઇઝ થી પૂરો કરવામાં જ ભલાઈ છે. તે એવું દર્શાવે છે કે તમે એકબીજાને કેટલું મહત્વ આપો છો.2) વિશ્વાસ રાખવો અત્યંત જરૂરી:- કેટલીક વાર એવું જોવામાં આવે છે કે લગ્નજીવન માત્ર શક ના કારણે ખરાબ થઈ જાય છે. તેથી સંબંધને મજબૂત બનાવવા માટે બંને પાર્ટનરને એકબીજા પર ભરોસો હોવો અત્યંત જરૂરી છે. કપલને દરેક મુશ્કેલ ઘડીમાં એકબીજાની સાથે ઊભા રહેવું જોઈએ, દુનિયા ઊંધી છત્તી કેમ ન થઈ જાય. કારણકે ભરોસો રાખવાથી સંબંધમાં મજબૂતી આવે છે.
3) સંબંધ માં રહો ઈમાનદાર:- એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે તમારા પાર્ટનર સાથે બધી જ વાતો શેર કરતા રહેવાથી સંબંધ મજબૂતી સાથે આગળ વધી શકશે. જો તમને તમારા પાર્ટનરની કોઈ ટેવ ખરાબ લાગતી હોય તો અને તેને લઈને તમે વધુ પરેશાન રહેતા હોવ તો તે વાતને મનમાં રાખ્યા કરતા અચકાયા વગર જણાવવું. તમારા રિલેશનશિપને ઈમાનદારી સાથે આગળ વધારો તેનાથી તમારો પ્રેમ ગાઢ બનશે.4) ચોઈસ જાણવી જરૂરી:- તમારા પાર્ટનરને શું પસંદ છે અને શું નથી પસંદ એ બંનેએ જાણવું અત્યંત જરૂરી છે. જો તમે તમારા પાર્ટનરની પસંદગી પ્રમાણે કામ કરશો તો તેમને સ્પેશિયલ ફીલ થશે, અને તમારામાં એમનો ઇન્ટરેસ્ટ વધી જશે.
5) ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો:- એક શ્રેષ્ઠ સંબંધ માટે કપલ ને એ જોઈએ કે એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે. કેટલીકવાર વધુ પડતી દૂરી ના કારણે સંબંધમાં ખટાસ ઉત્પન્ન થવા લાગે છે. તમે તમારી પ્રોફેશનલ લાઇફમાં કેટલા પણ વ્યસ્ત કેમ ન હોવ, પાર્ટનર માટે સમય જરૂરથી કાઢવો. એક સંપૂર્ણ દિવસ તેમની સાથે વીતાવવો. તેનાથી તમારો સંબંધ મજબૂત બને છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી