મિત્રો, જેમ કે તમે જાણો જ છો તેમ, હાલ પિતૃપક્ષ ચાલી રહ્યું છે. આ પિતૃપક્ષ ભાદરવા સુદ પૂનમથી શરૂ થઈને ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. અને આ પક્ષ દરમિયાન દરેક લોકો પોતાના પિતૃઓના મોક્ષ અર્થે વિવિધ ધાર્મિક કાર્યો કરતા હોય છે. તેમજ ગાય અને બ્રાહ્મણને દાન દક્ષિણા આપે છે. પણ ઘણી વખત અજાણતા આપણાથી અમુક કાર્યો થઈ જતા હોય છે, જેના કારણે આપણે અજાણતા તેનું ફળ ભોગવવું પડે છે. તેથી જો તમારાથી પણ આવા કાર્યો થઈ જતા હોય તો આ લેખ એક વખત જરૂરથી વાંચવો જોઈએ.
મિત્રો ઘણી વાર આપણે જાણતા-અજાણતા અમુક કર્યો ભૂલથી કરી નાખતા હોઈએ છીએ. જેનું સારું કે ખરાબ ફળ આપણે ભોગવવું પડે છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, પિતૃપક્ષ દરમિયાન અમુક ભૂલો ન કરવી જોઈએ. માટે આ લેખમાં જણાવશું કંઈ કંઈ ભૂલો છે જે પિતૃપક્ષ દરમિયાન ન કરવી જોઈએ. માટે આ લેખને અંત સુધી વાંચજો.
> પિતૃપક્ષ શરૂ છે તો તમારે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્યો જેવા કે વિવાહ, ગૃહપ્રવેશ વગેરે કાર્યો કરવાથી બચવું જોઈએ. આ ઉપરાંત નવા સામાનથી ખરીદીથી પણ બચવું જોઈએ. આ સિવાય દેણું કરીને કે અથવા તો કોઈના દબાવમાં આવીને શ્રાદ્ધ કર્મ ન કરવું જોઈએ.> જો તમે લસણ અને ડુંગળી ખાતા હો, તો આ પિતૃપક્ષ દરમિયાન તે ખાવાથી બચવું જોઈએ. તેમજ આ સમય દરમિયાન કાચની વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. તેમજ પિતૃપક્ષ દરમિયાન લોઢાની વસ્તુનો પણ ઉપયોગ ન કરવો. આ સમય દરમિયાન પિત્તળ અને પોતે જ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ.
> આ સિવાય શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે, પિતૃપક્ષ દરમિયાન તમારા પિતૃઓ કોઈ પણ રૂપમાં તમારા આંગણે આવી શકે છે. તેથી આપણે આંગણે આવેલા કોઈ પણ વ્યક્તિ કે, પશુનો અનાદર ન કરવો જોઈએ. આમ તમારા દરવાજે આવેલા કોઈ પણ વ્યક્તિ કે, પ્રાણીને ભોજન કરવાવું જોઈએ અને તેનું સમ્માન કરવું જોઈએ.> આ ઉપરાંત પિતૃપક્ષમાં ઘણી વસ્તુઓ ખાવામાં કાળજી રાખવી જોઈએ. જેમ કે ચણા, દાળ, જીરું, કાળું મીઠું, દુધી, કાકડી, સરસોનું શાક વગેરે. આ સિવાય પિતૃપક્ષ દરમિયાન માસ કે મચ્છી ન ખાવું જોઈએ. આમ તામસિક ભોજનની જગ્યા પર હંમેશા સાત્વિક ભોજન કરવું જોઈએ. પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
> આ સિવાય કોઈ વિશેષ સ્થળ પર પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી વિશેષ લાભ મળે છે. એવી પણ માન્યતા છે કે, ગયા, પ્રયાગ બદ્રીનાથમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ તમે ઘરમાં પણ કોઈ પવિત્ર જગ્યા પર પિતૃઓનું શ્રાદ્ધ કરી શકો છો.> આ ઉપરાંત શ્રાદ્ધ સાથે જોડાયેલ કાર્યો સાંજે, રાતે, કે સવારે અથવા તો અંધારામાં ન કરવા જોઈએ. શ્રાદ્ધ હંમેશા દિવસના અંજવાળે જ કરવું જોઈએ અને સૂર્યનો પ્રકાશ ચારે બાજુ પથરાયેલો હોવો જોઈએ. આ સિવાય તમારે પિતૃપક્ષ દરમિયાન પાનનું સેવન ન કરવું જોઈએ. ધુમ્રપાન અને મદિરાપાનથી બચવું જોઈએ. તેમજ શ્રાદ્ધ કર્મ કરનાર વ્યક્તિએ પોતાના નખ ન કાપવા જોઈએ. આ સિવાય દાઢી કે વાળ પણ ન કાપવા જોઈએ.
આમ પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ હોય છે. આમ જે વ્યક્તિ પોતાના પિતૃઓ માટે તર્પણ નથી કરતા, તેઓએ પિતૃદોષનો સામનો કરવો પડે છે. આ દોષ ધન, સ્વાસ્થ્ય, તેમજ અન્ય પ્રકારથી બાધાના રૂપે આવે છે. આમ પિતૃઓની પ્રસન્નતા માટે ઉપયુક્ત વાતોનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ.
Good informative article.
Is it possible to post the vidhi, mantra etc to encourage sharadh at home tarpan.
Thank you.