મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, અત્યારે હાલ આપણા ભારતની સીમાઓને લઈને તણાવ ચાલી રહ્યો છે. તો બીજી તરફ દેશની સુરક્ષા વધારવા માટે પણ સરકાર ખુબ જ પ્રયત્નશીલ છે. તો હાલમાં જ ફ્રાંસથી રાફેલ લડાકુ વિમાન આવ્યા છે. જે આપણા દેશની સુરક્ષાને વધુ મજબૂતાઈ દર્શાવે છે. તો એક નવી વાત સામે આવી છે. રફેલને પક્ષીઓથી ખતરો છે એવી વાત સામે આવી છે. જેના વિશે આ લેખમાં અમે તમને વિશેષ માહિતી જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
મિત્રો અંબાલા એરબેઝમાં તૈનાત કરવામાં આવેલ ફાઈટર પ્લેન રાફેલની સુરક્ષાને ધ્યાનમાં રાખતા એર માર્શલ માનવેન્દ્ર સિંહે હરિયાણાના મુખ્ય સચિવને ચિઠ્ઠી લખી છે. તે ચિઠ્ઠીમાં એર માર્શલે અંબાલા એરબેઝમાં તૈનાત કરવામાં આવેલ રાફેલ વિમાનોની સુરક્ષા પર ત્યાં ઉડતા પક્ષીઓ ખતરા સમાન છે, એટલે તેના પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
એર માર્શલની ચિઠ્ઠી બાદ શહેરી નિકાય નિર્દેશાલયએ વાયુસેનાના બેઝની આસપાસના દસ કિલોમીટર સુધીના અંતરમાં કબુતર ઉડાવતા લોકોને નોટીસ મોકલવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, જો કબુતર ઉડાવવામાં આવશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. નોંધપાત્ર છે કે, ફ્રાંસથી આવેલા પાંચેય રાફેલ વિમાનોને અંબાલા એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ પહેલાં હરિયાણાના અંબાલામાં અધિકારીઓને ભારતીય વાયુસેના સ્ટેશનને ઉડાવવાની ધીમકી ભરેલી એક ચિઠ્ઠી મળી હતી. ત્યાં પાંચ રાફેલ વિમાનોની પહેલી બેચ રાખવામાં આવી છે. પોલીસ અધિકારીઓને સમાચાર એજન્સી IANS ને જણાવ્યું હતું કે, આ ચિઠ્ઠી શુક્રવારના રોજ મળી હતી. ત્યાર બાદ અધિકારીઓને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી.
પોલીસ અધિકારીઓને કહ્યું કે, સાવચેતીને ધ્યાનમાં લઈને અંબાલા સ્ટેશન પર સુરક્ષાનો વધુ ઇન્તઝામ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, આ ચિઠ્ઠી એક છલ લાગે છે અને અમુક બદમાશોના કરતુત પ્રતીત થાય છે. આ અંબાલા એરબેઝ ધૂલકોટ, બલદેવ નગર, ગરનાલા અને પંજોખરા અને રાષ્ટ્રીય રાજમાર્ગ 1-A સહિત ગામોથી ઘેરાયેલ છે.