સૌથી ઓછી ઉમરમાં આ મહિલા બની વડાપ્રધાન… આવી છે તેમની વિચાર ચરણી

મિત્રો, ઉપર વાંચ્યા પછી તમે વિચારતા હશો કે એ આવું કેવી રીતે બની શકે. પરંતુ આ વાત તદ્દન સાચી છે. આજે છોકરો કે છોકરીમાં કોઈ ભેદભાવ નથી કરવામાં આવતો. આજે છોકરીઓ પણ એટલી સક્ષમ બની ગઈ છે કે કોઈ પણ કામ તે કરી શકે છે. તેથી એવી મિસાલ છે ફિનલેન્ડની એક મહિલાએ. જે સૌથી નાની વયે વડાપ્રધાન બની છે. જેની ઉંમર માત્ર 34 વર્ષ છે. આમ દુનિયામાં આ મહિલા સિવાય પણ નાની વયે વડાપ્રધાન બનવાનું સદ્દભાગ્ય અન્ય મહિલાઓને મળ્યું છે.  

આમ આગળ વાત કરી તેમ 34 વર્ષીય સના મરીન નામની આ મહિલા ફિનલેન્ડમાં વડાપ્રધાન પદ માટે ચૂટવામાં આવી છે. અત્યારના સમયમાં તે આખા વિશ્વના કોઈ પણ દેશની સૌથી યુવા પ્રધાનમંત્રી બનશે. પરંતુ હાલમાં તે ફિનલેન્ડની પરિવહન પ્રધાન છે.

સના મરીન વિશે વિગતે વાત કરીએ તો તે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતાના રૂપે વડાપ્રધાન પદ માટે ચૂંટવામાં આવી છે. જ્યારે સના મરીન ફિનલેન્ડની સરકારનું નેતૃત્વ કરનારી ત્રીજી મહિલા નેતા છે.

ફિનલેન્ડની વાત કરીએ તો જાણવા મળ્યુ છે કે 55 લાખની વસ્તીવાળા આ દેશમાં એપ્રિલમાં યોજાયેલ ચૂંટણીમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી જ એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી. પરંતુ સના મરિનને વડાપ્રધાનના પદ માટેની પસંદગી પૂર્વ વડાપ્રધાન એન્ટિ રીનેના રાજીનામા બાદ થઈ હતી.

જ્યારે એન્ટિ રીન વિશે વાત કરીએ તો તેણે મંગળવારે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. કારણ કે ગઠબંધન સરકારમાં એક પાર્ટીએ તેમના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે રેની પર પોસ્ટલ હડતાલને યોગ્ય રીતે સંચાલિત ન કરવાનો આરોપ મૂક્યો હતો.

જ્યારે વડાપ્રધાન પદ માટે સના મરીનનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે સના મરીને કહ્યું કે, અમારે ફરીથી વિશ્વાસ મેળવવા માટે ઘણું કામ કરવું પડશે. આ સિવાય પણ સના એ કહ્યું- “મેં ક્યારેય મારી ઉંમર અને મારા લિંગ(લિંગ એટલે સ્ત્રી પોતાની સ્ત્રી જાત વિશે) વિશે વિચાર્યું નથી. મેં હંમેશાં પોઝીટીવ બાબતો વિશે વિચાર્યું છે જેના કારણે હું રાજકારણમાં આવી અને લોકોનો વિશ્વાસ જીતી શકી.”

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર નામોની યાદીમાં ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેકિંડા આર્ર્ડન પણ એક મહિલા જ છે. જે 39 વર્ષની છે. જ્યારે યુક્રેનના વડાપ્રધાન ઓલેકસી હોનચાર્ક 35 વર્ષની મહિલા છે. પરંતુ આ મહિલા ખુબ જ ચર્ચામાં રહી છે. જેની ઉમર પણ ઓછી છે. પરંતુ તેની લોકપ્રિયતા ખુબ જ વધારે છે. 

Leave a Comment