ચાલાક બાળકે દુકાનદારનેં આ રીતે પાઠ ભણાવ્યો…

આમ તો એવું કહેવાય છે કે પોલીસ ક્યારેય પણ સમયસર ન પહોંચવાના કારણે જાણીતી છે. ઘણી વાર એવું બને છે કે, અમુક કેસમાં પોલીસ ફરિયાદ બાદ પણ અમુક  કેસમાં એક્શન ન લેતી હોય. પરંતુ કેરળની આ ઘટનામાં એવું જાણવા મળ્યું કે પોલીસ દ્વારા તુરંત જ કાર્યવાહી કરવામાં આવી હતી. મિત્રો માત્ર દસ વર્ષના એક બાળકે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં પોલીસ દ્વારા તરત જ એક્શન લેવામાં આવ્યા હતા અને બધાને હેરાન રાખી દીધા હતા. 

આ ઘટના કેરળના કોઝીકોડમાં બનેલી છે. જ્યાં 5 માં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ મેપ્પાયુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી. જેમાં બાળકે લખ્યું કે “મારી અને મારા ભાઈને સાયકલને રીપેરીંગ કરવા માટે 5 સપ્ટેમ્બરના રોજ દુકાનદારને આપી હતી. પરંતુ આજ સુધી મારી સાયકલ મને રીપેરીંગ થઈને મળી નથી.”  

આ નાના બાળકનું નામ છે અબિન. જેમણે પોલીસને જણાવ્યું કે, સાયકલને રીપેર કરવા માટે દુકાનદારને 200 રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા. પરંતુ દુકાનદારે છેલ્લા બે મહિનાથી સાયકલને રીપેર નથી કરી. અમે જ્યારે તેની દુકાન પર જઈએ છીએ તો દુકાન હંમેશા બંધ જ હાલતમાં જોવા મળે છે. માટે પોલીસ બને એટલી જલ્દી અમને સાયકલ પરત અપાવવા માટે મદદ કરે. 

બાળકોએ આ ફારીયાદ નોંધાવી દીધા બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરી હતી અને બાળકોને તેની સાયકલ અપાવી હતી. તે અનુસંધાનમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાળકની ફરિયાદ ખુબ જ માન્ય હતી. તેના પર જલ્દી કાર્યવાહી કરવી જરૂરી હતી. તો બીજી બાજુ દુકાનદાર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે, હું બીમાર હતો અને ઘર પર લગ્નનો એક પ્રસંગ હોવાના કારણે બાળકોની સાયકલ રીપેર કરાવવા માટે સમય લાગી ગયો. પરંતુ પોલીસના કહેવાથી બાળકોને સાયકલને દુકાનદારે તરત જ રીપેર કરી દીધી. અને બાળકોને સાયકલ આપી દીધી. 

તો આ રીતે નાના બાળક દ્વારા પણ સરકારી કર્મચારીને ફરજ બજાવવા પર મજબુર કરી દીધા હતા. દુકાનદારે પણ બાળકોની સાયકલ તરત જ રીપેર કરીને આપી દીધી. તો મિત્રો બાળકોને ક્યારેય પણ નાના ન સમજવા જોઈએ. કેમ કે તેના પણ સમજણ અને બુદ્ધિ હોય છે. જે ઘણી વાર આપણને ભારે પડી શકે.

Leave a Comment