પેટ્રોલ પંપની માલકીને આ કામ કરવાની ના બોલતા, યુવકે તેની સામે ઓફીસમાં ફેક્યા 3 ઝેરીલા કોબ્રા.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારીના પ્રકોપની વચ્ચે ભયભીત કરનારી ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. હકીકતમાં એક પેટ્રોલ પંપની ઓફિસમાં જ્યાં એક મહિલા કામ કરી રહી હતી. ત્યાં અચાનક ત્રણ ઝેરીલા કોબરા સાંપ દેખાયા હતા. જેને જોઈને મહિલા અચાનક ભાગી હતી. આ સાંપને તેની જાતે ઓફિસમાં આવ્યા ન હતા. પરંતુ મહિલાને હેરાન કરવા માટે સાંપને લાવવામાં આવ્યાં હતાં. જેનો ખુલાસો સીસીટીવી ફૂટેજ દ્વારા હતો. તો ચાલો જાણીએ આખી ઘટના વિશે.

પેટ્રોલ પંપ માલકિનની ઓફિસમાં સાંપ : મહારાષ્ટ્રના બુલધન શહેરમાં બનેલી ચોંકાવનારી ઘટનાનું કારણ જાણશો તો તમને પણ આશ્ચર્ય થશે. હકીકતમાં, એક છોકરો પેટ્રોલ પંપ પર બોટલમાં પેટ્રોલ લેવા ગયો પરંતુ તેને બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડવામાં આવી પછી તે ગુસ્સે થયો અને થોડા સમય પછી ત્રણ ડબ્બામાં સાંપ લાવ્યો અને પંપની માલકિનની ઓફિસમાં સાપને છોડી ત્યાંથી છટકી ગયો.

આ કારણે યુવકને પેટ્રોલ આપવાની ના પાડી હતી : આ ઘટના સોમવારે બપોરની છે, જ્યાં ઘટના બની ત્યાં લોકડાઉનના કારણે પેટ્રોલ પંપ થોડા સમય માટે ખોલવામાં આવી રહ્યા છે, આ છોકરો પેટ્રોલ પંપ બંધ કરવાનો સમય હતો ત્યારે પેટ્રોલ લેવા આવ્યો હતો, જેના કારણે તેને પેટ્રોલ આપવાની ના પાડી હતી. આવી નાની વસ્તુનો બદલો લેવા માટે, આ યુવકે પેટ્રોલ પંપ માલકીનની ઓફિસમાં ઝેરીલા સાંપ મૂકી દીધા હતા. જેના સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા હતા.કેબિનમાં અચાનક મહિલાની સામે ફેંકી દીધા સાંપ અને પછી : પેટ્રોલ પંપ માલકીન સારિકા ચૌધરીએ પણ અમોલ નામના યુવકને બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી હતી અને પછી તે હસતાં હસતાં ચાલ્યો ગયો હતો. થોડા સમય પછી, તે તેના મિત્ર સાથે આવ્યો અને 3 સાપને પ્લાસ્ટિકના મોટા કન્ટેનરમાં લાવ્યો અને ત્યાં ઓફિસમાં મૂકીને ચાલ્યો ગયો. પેટ્રોલ પંપ પરની ત્રણ કેબિનમાં એક એક કરીને સાપ છોડ્યો અને ત્યાંથી ભાગી ગયો હતો. યુવકે સારિકા ચૌધરી જે કેબીનમાં બેઠેલી હતી તેની સામે પ્લાસ્ટિકની બોટલમાંથી કાળો કોબ્રા સાપ ફેંકી દીધો હતો. પરંતુ સારિકાને સારા નસીબ હતા કે સાપ તેની તરફ આવાના બદલે બીજી દિશામાં બહાર નીકળી ગયો.  સારિકા પોતાનો જીવ બચાવવા માટે તેની કેબીનમાંથી બહાર દોડી આવી હતી.

યુવકના મિત્રએ પોલિસને આ માહિતી આપી : ત્યાર બાદ સાપ પકડનારાઓએ આવીને ઝેરી સાપને પકડી લીધો હતો અને વન વિભાગને સોંપી દીધો હતો. અહેવાલ મુજબ, બે કોબ્રા સાંપ હતા અને 1 સાંપ ઝેરી ધામન પ્રજાતિનો હતો. પંપની માલકિન દ્વારા આ ઘટનાની જાણ બુલધાણા પોલીસ સ્ટેશને કરવામાં આવી કરી હતી. આખો દિવસ અમોલ અને તેના મિત્રએ પૂછપરછ કરી, તેમાં જાણવા મળ્યું કે તેનો મિત્ર અમોલ વન વિભાગના સાપ બચાવ વિભાગમાં કામ કરે છે. સોમવારે, અમોલ વિભાગમાં આવ્યો અને ત્રણ સાપને લઈ ગયો, જંગલમાં ત્યાં રાખેલા સાપને છોડાવવા લઈ ગયો હતો.

Leave a Comment