ખરાબ પોષણ અને ગતિહીન જીવનશૈલીના કારણે આજના સમયે લોકો હાડકાથી જોડાયેલી સમસ્યાઓનો શિકાર થઈ રહ્યા છે. હાડકાથી જોડાયેલી ગંભીર સમસ્યાઓ હવે નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. આની પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે પરંતુ ખાણીપીણીમાં અસંતુલન અને જીવનશૈલીને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. વ્યસ્ત જીવનશૈલી અને શારીરિક ગતિવિધિમાં ઉણપને કારણે લોકો ગોઠણ અને હાડકાની સમસ્યાથી જજૂમી રહ્યા છે. પરંતુ સાથે જ આપણી ખાણીપીણીનો પણ તેમાં ખૂબ જ મોટો રોલ છે.
શિયાળની ઋતુમાં ગોઠણમાં દુખાવા અને ખેંચની સમસ્યા વધી જાય છે. જોકે તેને લઈને હજુ સુધી કોઈ પુખ્તા જાણકારી મળી શકી નથી કે આખરે આ સમસ્યા લોકોમાં શિયાળની ઋતુમાં જ કેમ વધુ જોવા મળે છે. પરંતુ શિયાળાની ઋતુમાં ગોઠણના દુખાવાની સમસ્યાથી બચવા માટે તમે અમુક ફૂડ્સનું સેવન કરી શકો છો. આ ફૂડ્સનું સેવન ગોઠણમાં દુખાવો અને તે સિવાય ઘણી અન્ય ગંભીર બીમારીઓમાં આરામ આપશે. આ ખાદ્ય પદાર્થો તમારા હાડકાને મજબૂતી આપવાનું કામ કરે છે અને ઘણી સમસ્યામાં ફાયદાકારક ગણવામાં આવે છે. આવો જાણીએ આવા ફૂડ્સ વિશે.
1) નટ્સનું સેવન : સૂકા મેવા કે નટ્સ ગોઠણમાં દુખાવા અને સોજાની સમસ્યામાં ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેનું સેવન શિયાળામાં તમારા શરીરને ઉચિત પોષણ આપવાનું કામ કરે છે. નટ્સમાં ઓમેગા-3 ફૈટી એસિડ અને આવશ્યક તેલ પ્રચુર માત્રામાં રહેલા હોય છે. ગોઠણમાં સોજો, ગોઠણમાં દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે તેનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે શિયાળાની ઋતુમાં આ સમસ્યાઓને દૂર કરવા માટે અખરોટ, બદામ, અળસિ વગેરેનું સેવન ફાયદાકારક હોય છે.
2) આદુનું સેવન : શિયાળાની ઋતુમાં ગોઠણના દુખાવા અને સોજાની સમસ્યા વધવાનું જોખમ વધુ હોય છે. આ સમસ્યાને વધતી રોકવા માટે આદુનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આદુમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઘણા ગુણો રહેલા હોય છે. શિયાળાની ઋતુમાં આદુનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને વાઇરલ ઇન્ફેક્શનની સમસ્યામાં પણ રાહત મળે છે. તમે ગોઠણમાં દુખાવા કે સોજાની સમસ્યા માટે સૂકા આદુનું સેવન કરી શકો છો. તમે તેને ઘણી રીતે ઉપયોગમાં લઈ શકો છો.
3) દેશી ઘીનું સેવન : શિયાળાની ઋતુમાં દેશી ઘી નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. દેશી ઘી માં શરીર માટે ફાયદાકારક વિટામિન, હેલ્થી ફેટ અને એન્ટીઓક્સિડેન્ટ વગેરે પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે, જે હાડકાં અને ગોઠણ માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. ગોઠણમાં ચીકાશ આપવા માટે અને ગોઠણનો સોજો દૂર કરવા માટે શિયાળાની ઋતુમાં દેશી ઘીનું સેવન ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ગોઠણ જકડાઈ જાય ત્યારે ઘીના રોજિંદા સેવનથી તેને આરામ મળી શકે છે. જો તમે ગોઠણના દુખાવાથી જોડાયેલી સમસ્યાથી પરેશાન હોય તો શિયાળામાં દેશી ઘીનું સેવન જરૂરથી કરવું જોઈએ.
4) ડેરી પ્રોડક્ટ્સનું સેવન : શિયાળામાં ગોઠણમાં દુખાવા અને સોજાની સમસ્યામાં તમે ડેરી પ્રોડક્ટસનું સેવન કરી શકો છો. શિયાળામાં ડેરી પ્રોડક્ટ્સનું સેવન હાડકાં અને ગોઠણ માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ઓછી ફેટ વાળા ડેરી પ્રોડક્ટ્સમાં કેલ્શિયમ, વિટામિન ડી જેવા જરૂરી પોષકતત્વો જોવા મળે છે જે હાડકાં માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. હાડકાની મજબૂતી અને ગોઠણની સમસ્યામાં કેલ્શિયમ અને વિટામિન ડી ખૂબ જ લાભદાયી ગણાય છે. શિયાળામાં તમે દરરોજ એક ગ્લાસ ગરમ દૂધનું સેવન કરીને આ સમસ્યાઓથી બચી શકો છો.
5) લીલા શાકભાજીનું સેવન : લીલા પાંદડાવાળી શાકભાજીનું સેવન શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. લીલા અને પાંદડાવાળી શાકભાજીમાં સ્વાસ્થ્ય માટે જરૂરી એવા ઘણા પોષકતત્વો જોવા મળે છે જે શરીરને પોષણ આપવાની સાથે સાથે ઘણી સમસ્યાઓથી બચવાના ઉપાયમા પણ કામ આવી શકે છે. પાલક અને બ્રોકલી જેવી લીલી શાકભાજીમાં મિનરલ્સ, વિટામિન, આયરન અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન હાડકાં અને ગોઠણની સમસ્યામાં ખૂબ જ લાભદાયી રહે છે.
6) હળદરનું સેવન : હાડકાં અને ગોઠણથી જોડાયેલી સમસ્યાઓમાં હળદરનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. દુખાવા અને સોજાની સમસ્યામાં હળદરનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. હળદરને સૌથી સારી પ્રાકૃતિક એન્ટીબાયોટિક અને દર્દ નિવારક ગણવામાં આવે છે. હળદરનો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો છો.
ઉપર જણાવેલ દરેક ફૂડ્સ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. જો તમને ગોઠણની બીજી જૂની બીમારી હોય તો તેને વધવાથી રોકવા માટે તમે આ ફૂડ્સનું સેવન કરી શકો છો જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી