મણિકર્ણિકા ઘાટ પર સળગતી ચિતા પાસે વેશ્યાઓ (નગરવધુઓ) કેમ નાચે છે? શું છે તેનું રહસ્ય?

મિત્રો ઉત્તરપ્રદેશમાં કાશીનગરી આવેલ છે. કાશી વારાણસી શહેરની પૌરાણિક નગરી છે. કાશીને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. કાશીનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. પરંતુ આજે અમે તમને કાશી વિશે નહીં, કાશીમાં આવેલ મણિકર્ણિકા ઘાટ વિશે જણાવીશું. હા મિત્રો, સ્મશાન ઘાટ વિશે. આ સ્મશાન ઘાટમાં સળગતી ચિતા પાસે વેશ્યાઓ નૃત્ય કરે છે. પરંતુ આ વેશ્યાઓ(નગરવધુઓ) શા માટે અહીં નૃત્ય કરે છે. તેનું અદ્દભુત રહસ્ય હજુ સુધી કોઈ શોધી નથી શક્યું. તો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો. કેમ કે આ લેખમાં ખુબ જ રોચક માહિતી અમે દર્શાવી છે.

કાશીના મણિકર્ણિકાનું સ્મશાન એ વાત માટે પ્રખ્યાત છે કે ત્યાં જેને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે તેને સીધો મોક્ષ મળે છે. ભારતનું એક જ આવું સ્મશાન છે કે જ્યાં ચિતાની અગ્નિ ઠરતી જ નથી. અહીં સતત મૃતદેહ અગ્નિદાહ માટે આવ્યા જ કરે છે. પરંતુ ત્યાં મૃત્યુના માતમ નૃત્યની મસ્તીમાં બદલાઈ જાય તો. સાંભળીને ખુબ આશ્ચર્યજનક લાગે.સ્મશાન એ જીવનનું છેલ્લું પગથિયું અને જીવનનું છેલ્લું સત્ય છે. આમ તો સામાન્ય રીતે દરેક સ્મશાનમાં ખૂબખુબ જ ગમગીની, દુઃખ ભર્યું અને એ સાથે જ સળગતી ચિતાનો અવાજ આવતો હોય તેવું વાતાવરણ હોય છે. પરંતુ કાશીમાં આવેલ મણિકર્ણિકા સ્મશાનનું વાતાવરણ એક રાત્રિ માટે આવું હોતું નથી. અહીં એક રાત્રે ગમગીન વાતાવરણમાં પણ સંગીત સાથે મહિલાઓ નૃત્ય કરે છે. ગમગીન વાતાવરણમાં પણ ઉલ્લાસનો માહોલ ભરી દે છે. તો ચાલો મિત્રો જાણીએ કે મહિલાઓ તે રાત્રે શા માટે ચિતા પાસે નૃત્ય કરે છે તેનું રોચક સત્ય.

ચૈત્ર નવરાત્રી અષ્ટમીના દિવસે આ મહિલાઓ નૃત્ય કરે છે. ચિતા પાસે નૃત્ય કરતી મહિલાઓ બીજું કોઈ નહીં ત્યાંની સ્થાનિક એશિયા મહિલાઓ જ હોય છે. પરંતુ આ મહિલાઓની જબરદસ્તી કે પછી પૈસા આપીને બોલાવવામાં આવતી નથી.

કાશીના મણિકર્ણિકા સ્મશાન ઘાટ પર મોક્ષ માટે મૃતદેહોને અગ્નિ આપવામાં આવે છે. તેની સાથે નગરવધુઓ મહિલાઓ જીવતા મોક્ષ મેળવવા માટે આવે છે. જેથી તેમને આવતા જન્મમાં નગરવધુઓ ન બનવું પડે.આ નગરવધુ મહિલાઓ માને છે અને તેની શ્રદ્ધા છે કે આ એક રાત્રે ખુબ જ ઉત્સાહપૂર્વક નાચશે તો તેમને આવતા જન્મમાં વેશ્યાનો કલંક નહિ લાગે. અહીં તેમને આ જીવતા મોક્ષ મેળવવા માટેની મોહલત માત્ર એક રાત અને એ રાત ચૈત્ર નવરાત્રીની આઠમ છે.

અહીં સ્મશાન પાસે આવેલ એક શિવ મંદિરમાં શહેરની દરેક નગરવધુઓ ભેગી થાય છે. અને ઉચ્ચ સંગીત સાથે નૃત્ય કરે છે. અહીં આવવાવાળી દરેક નગરવધુ પોતાને ભાગ્યશાળી માને છે.

આવું કરવા પાછળ એક જૂની પરંપરા પણ છે. અહીં એવું માનવામાં આવે છે કે અનેક વર્ષો પહેલાં એક રાજા માનસિંહ દ્વારા બનાવેલ બાબા સ્મશાનના મંદિરમાં એક કાર્યક્રમ રજુ કરવા માટે તે સમયના પ્રખ્યાત નર્તકીઓને બોલાવવામાં આવી. પરંતુ આ મંદિર સ્મશાનની વચ્ચે હોવાના કારણે આ ઉચ્ચ નર્તકીઓએ અહીં પોતાની કલા દર્શાવવા માટે ના પાડી દીધી. રાજાએ આ મેહફીલનું એલાન સંપૂર્ણ શહેરમાં કર્યું હતું. રાજા પોતાની વાતથી પીછેહટ પણ કરી શકતા ન હતા. ત્યારબાદ આ સમસ્યાનું સમાધાન કરવા માટે શહેરની નગરવધુઓને નૃત્ય કરવા માટે બોલાવી અને રાજાના આદેશથી નગરવધુઓએ અહીં આવીને નૃત્ય પણ કર્યું. ત્યારબાદ આ પરંપરા ચાલવા લાગી.સમય જતા અહીં આ શહેરની નગરવધુઓએ વેશ્યાનું કાર્ય કરવાનું છોડી દીધું છે. ત્યારબાદ આ પરંપરા નિભાવવા માટે મુંબઈથી બાર ગર્લ્સને બોલાવવામાં આવે છે.

આજે આ પરંપરા એટલી મહત્વની બની છે કે તે પરંપરા જોવા માટે દેશ વિદેશથી લોકો જોવા આવે છે અને તે માટે પોલીસની ચુસ્ત સુરક્ષામાં આ પરંપરા નિભાવામાં આવે છે. આ પરંપરા જેટલી સાચી છે તેટલી આ નગરવધુઓનું વજૂદ પણ સાચું છે કે તેમને જીવતા જ મોક્ષ પ્રાપ્ત થાય છે. જો તમે ક્યારેય કાશી જાવ તો આ ઘાટની મુલાકાત અવશ્ય લેવી અને જો લીધી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો. (હજુ કાશીના બીજા ઘાટની માહિતી અને રહસ્ય જાણવું હોય તો કોમેન્ટમાં part-2 લખો. અમે બીજા ઘટની માહિતી આપીશું)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

Leave a Comment