આપણા શરીરના હાડકા કેલ્શિયમથી બનેલા હોય છે અને જો શરીરમાં કેલ્શ્યમની ઉણપ હોય તો વ્યક્તિને ચિંતા, તણાવ, ઊંઘ ઓછી આવવી જેવી સમસ્યા થઈ શકે છે. કેલ્શ્યિમ આપણા શરીર માટે એક મહત્ત્વપૂર્ણ પોષકતત્ત્વ છે. આમ છતાં મોટાભાગના લોકો કેલ્શિયમની ખામીને દૂર કરનાર પદાર્થોનું દરરોજના ભોજનમાં સમાવેશ કરવાનું ટાળે છે. શરીરના લગભગ દરેક અંગો જેવા કે માંસપેશી અને હૃદય સહિતના મહત્ત્વપૂર્ણ અંગો માટે કેલ્શ્યિમ ખુબજ જરૂરી છે. આથી જ દરેક ઉંમરના લોકોએ પર્યાપ્ત માત્રામાં કેલ્શ્યિમ યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ.
તેવી જ રીતે આયર્ન પણ આપણા શરીર માટે ખુબજ ઉપયોગી તત્વ છે. એક સંતુલિત આહારનું સેવન કરવાથી આપણા શરીમાં આયર્નણી ઉણપ દૂર કરી શકાય છે. આયર્ન પણ આપણા શરીરમાં મહત્વના ઉત્સેચકોની ક્રિયાઓને પ્રભાવિત કરે છે.
1) મસૂરની દાળ : 1 કપ બાફેલી મસૂરની દાળમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન જોવા મળે છે અને દાળમાં ઉપયોગમાં કરવામાં આવતા મસૂર આપણા શરીર માટે ફાઈબરની દૈનિક જરૂરિયાતના પચાસ ટકા હિસ્સાની પૂર્તિ કરે છે, ફાઇબર પેટ અને પાચન અને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ મદદગાર થાય છે.
2) સુકોમેવો અને બટર : શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે સુકામેવા અને બટર ખાવાનું શરૂ કરો. એક ઔન્સ સૂકામેવામાં લગભગ સાત ગ્રામ પ્રોટીન જોવા મળે છે. તમે દરરોજ એક મુઠ્ઠી બદામ, મગફળી અથવા કાજૂનું સેવન કરી શકો છો. તે તમારા કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવાનું કામ કરે છે.
3) ચિયાના બીજ : શાકાહારી લોકો માટે ચિયાના બીજ પ્રોટીન ખૂબ જ સારો વિકલ્પ હોઈ શકે છે. ૩૫ ગ્રામ સિયાના બીજમાં ૧૩ ગ્રામ ફાઈબર અને છ ગ્રામ પ્રોટીન જોવા મળે છે. તે સિવાય તે આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ અને ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર હોય છે.
4) આલ્મડ બટર : પીનટ બટરની તુલનામાં આલ્મડ બટરમાં વધુ ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ અને આયરન હોય છે. તમે દલિયા અને સ્મુધીમાં આલમન્ડ બટરનો એક સ્કૂપ તેમાં નાખો. અથવા કેળાની ઉપર તથા ટોસ્ટ ઉપર સ્પ્રેડ કરીને તેનું સેવન કરી શકો છો. બે ચમચીમાં સાત ગ્રામ પ્રોટીન હોય છે.
5) અમરન્થ : અમરન્થનો ઉપયોગ દુનિયાભરમા શાકભાજી અને અનાજના સ્વરૂપે કરવામાં આવે છે. ક્વિનોઆ પણ એક પ્રકારનું અનાજ છે આ બંને પ્રોટીનના ખૂબ જ સારા સ્ત્રોત છે એક કપ અમરન્થ અને ક્વિનોઆમાં નવ ગ્રામ પ્રોટીન જોવા મળે છે પ્રોટીન સિવાય તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, ફાઇબર અને કોમ્પલેક્ષ કાર્બસ ઘણી બધી માત્રામાં હોય છે.
6) તલ : તલના બીજમાં લીગનેન જોવા મળે છે. જે આપણી ચરબીને બાળવામાં મદદ કરે છે. ત્રણ ચમચીમાં પાંચ ગ્રામ પ્રોટીન હોય છે. તે સિવાય તેને હાડકાની મજબૂતીથી લઈને લાંબા વાળ સુધીની સમસ્યામાં તલનો પ્રયોગ ખુબ જ સારો માનવામાં આવે છે.
7) ટોફુ : ટોફુને સોયાબીનના દૂધમાંથી બનાવવામાં આવે છે અને તે પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત હોય છે. ટોફુને બિન્સ અને દહીથી પનીરની જેમ બનાવવામાં આવે છે. ટોફુને પાકેલા સોયાબીન માંથી તૈયાર કરવામાં આવે છે. ટોફુનો કોઈ જવાબ હોતો નથી અને તેને બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ થાય છે તેનાથી જ તેનો સ્વાદ વધે છે. ટોફુમાં લગભગ 10 થી 20 ગ્રામ પ્રોટીન જોવા મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી