જીમને મારો ગોળી અને પથારીમાં બેઠા બેઠા ઘટાડો તમારું વજન… શિયાળામાં ખાઈ લ્યો આ ટુકડા… શરીર અને પેટની ચરબી વગર મહેનતે થશે ગાયબ…

જયારે કોઈ વ્યક્તિનું વજન વધે છે ત્યારે તેને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. આથી તે વજન ઓછુ કરવા માટે અનેક ઉપાયો અજમાવે છે. જેને કારણે કોઈ જીમમાં જાય છે. કોઈ સખત ડાયટ ફોલો કરે છે. પણ અમુક સમય પછી ફરી વજન વધી જાય છે. પણ જો તમે જીમમાં ગયાં વિના જ વજન ઓછુ કરવા માંગતા હો તો તમે આ વસ્તુઓનું સેવન આજથી જ કરી દો. આ વસ્તુઓ તમારા વજનને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેમજ તમારા શરીરને ફીટ રાખવામાં તમારી મદદ કરે છે. 

વજન ઘટાડવું મુશ્કેલ કામ છે, ખાસ કરીને શિયાળામાં. ઠંડીના દિવસોમાં ભૂખ વધી જાય છે અને લોકો ખૂબ જ ખાય છે. આ દિવસોમાં મોટાભાગે એવી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે જેમાં કેલોરી ની માત્રા વધારે હોય છે. શિયાળામાં ગાજરનો હલવો અને માખણ વાળું સરસોનું  શાક, ગુલાબજાંબુ, સમોસાં, છોલે ભટુરે, જલેબી જેવી વસ્તુઓ વગર કેવી રીતે ચાલી શકે.બેશક, ઠંડીના દિવસોમાં આ વસ્તુઓ ખાવાની ખૂબ જ મજા આવે છે. પરંતુ સ્થૂળતા વધવાનું જોખમ પણ એટલું જ હોય છે. શિયાળામાં જ્યારે મીઠું કે ચટપટું ખાવામાં આવે ત્યારે પેટની ચરબી વધાવી એ સામાન્ય વાત છે. તો હવે સવાલ એ છે કે, શિયાળામાં વજન ઘટાડવા માટે શું ખાવું જોઈએ, જેનાથી લાલસા પણ પૂરી થાય. 

ફૈટ તું સ્લિમની ડાયરેક્ટર અને ન્યુટ્રિશનિસ્ટ મુજબ, રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે, જે વાસ્તવમાં વસા રહિત હોય છે અને આપણા શરીરને હાઈડ્રેટેડ રાખવામા મદદ કરે છે. તે ઓછા વસા વાળા ખાદ્ય પચનમાં સહાય કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ કઈ છે તે વસ્તુઓ. 

1) બીટ:- યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેંટ ઓફ એગ્રીકલ્ચર મુજબ, બીટના 100 ગ્રામ સર્વિંગમાં માત્ર 43 કેલોરી અને 0.2 ગ્રામ ફૈટ અને 10 ગ્રામ કાર્બોહાઈડ્રેડ હોય છે. વજન ઘટાડવા સિવાય બીટ ઘણા બધા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.2) ગાજર:- શિયાળામાં ગાજર ખૂબ જ જોવા મળે છે. તે સ્વાદમાં થોડું મીઠું હોય છે અને પોષકતત્વોથી ભરપૂર હોય છે. ગાજરમાં હાઇ ફાઈબર અને ઓછું કાર્બોહાઈડ્રેડ હોય છે, જેના કારણે તે વજન ઘટાડનારાઓ માટે સારો વિકલ્પ છે. 

3) વિન્ટર ગ્રીન્સ:- વજન ઘટાડવા માટે તમારે ડાયેટમાં ફાઈબરની માત્રા વધારવી જોઈએ. તે માટે હાઇ ફાઈબર વાળા ખાદ્ય પદાર્થો જેવાકે, પાંદડા વાળા શાકભાજી સમાવિષ્ટ કરી શકાય છે. પાલક, સરસો ના પાંદડા અને મેથીના પાંદડા જેવી શાકભાજી તમારું વજન ઘટાડી શકે છે કારણ કે તેમાં ઘણી ઓછી કેલોરી હોય છે.

4) મૂળો:- મૂળો એ ઓછી કેલોરી વાળી ભાજી છે જે ઘણું બધુ ફાઈબર પણ આપે છે. ફાઇબરનો મતલબ છે કે, સારું પાચન અને ઓછી પેટની ચરબી. મૂળો પેટ સાફ કરે છે અને પાચનને તંદુરસ્ત બનાવે છે. સાથે જ તે કબજિયાત અને અપચા જેવી સમસ્યામાં પણ રાહત આપે છે.5) જામફળ:- જામફળમાં ફાઇબરની માત્રા વધારે હોય છે. તેમાં દરરોજની જરૂરિયાતનું લગભગ 12% ફાઈબર જોવા મળે છે. શિયાળામાં આ રસિલા મુલાયમ ફળનું સેવન કરીને વજન ઘટાડી શકાય છે. તે લો કેલોરી ફૂડ પાચન અને ચયાપચયને સારું બનાવવામાં મદદ કરે છે. આમ તમે આ વસ્તુઓનું સેવન કરીને તમારું વજન ઘટાડી શકો છો. 

આ વસ્તુઓ ફાઈબરથી યુક્ત હોવાના કારણે તમારું પેટ ભરેલું રાખે છે. જેને કારણે તમે વધારાના ખોરાક ખાવાથી બચો છો. તેમજ તેનાથી તમને અનેક વિટામિન્સ પણ મળે છે. જે તમારા શરીરની વિટામિન્સ ની કમીને પૂરી કરે છે. અને તમારું વજન પણ વધતું નથી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment