શિયાળામાં AC થી રૂમ ગરમ થાય કે નહિ ? જો થાય તો કેવું AC આપે કામ… જાણો આ લેખમાં શિયાળામાં કેવા AC આપે છે કામ…

છેલ્લા થોડા દિવસોમાં ઠંડીનો એવો ચમકારો દેખાયો છે કે લોકો ઘરમાં પણ ઠંડીને કારણે થરથર ધુજે છે. જેના કારણે સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એવામાં જો તમે તમારા ઘરનું AC 30 ડીગ્રી પર રાખો છો તો શું તમારો રૂમ ગરમ થશે. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ. 

આ વર્ષે ઠંડીએ દિલ્લીમાં 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ઋતુનો ત્રાસ હજુ શરૂ જ છે. લોકો ઠંડીથી બચવાના અલગ અલગ વિકલ્પોની મદદ લઈ રહ્યા છે. ઘણા લોકો તાપણું કરી રહ્યા છે, ઘણા રજાઈમાંથી બહાર નીકળવાનું નામ નથી લેતા. રૂમને ગરમ રાખવા માટે લોકો રૂમ હીટરનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. તેનું સબૂત એ છે કે દિલ્લીમાં શિયાળાની ઋતુમાં વીજળીનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. એવામાં એક સામાન્ય સવાલ એ ફરી રહ્યો છે કે શું ગરમીમાં તાપમાન નીચે લાવનારું આપણું એર કંડિશનર શિયાળામાં પણ કમાલ કરી શકે છે. શું જો AC ને 30 ડિગ્રી પર રાખીને ચલાવવામાં આવે તો શું રૂમ ગરમ થઈ જાય છે? કારણ કે અંદરનું તાપમાન તો માત્ર 3 કે 4 ડિગ્રી છે.તો તમારી જાણકારી માટે આજે અમે આ વિષયે જ વિસ્તારથી જણાવી રહ્યા છીએ. વાસ્તવમાં, સામાન્ય AC ને રૂમ ઠંડો કરવા માટે બનાવવામાં આવે છે, નહીં કે, રૂમ ગરમ કરવા માટે. એસી ગરમ હવાને શોષે છે અને પોતાની અંદર લાગેલા રેફ્રીજરેટરથી પ્રોસેસ કરીને ઠંડી હવાને રૂમમાં ફેંકે છે. જેનાથી રૂમનું વાતાવરણ ઠંડુ થઈ જાય છે. સામાન્ય AC રૂમને ગરમ કરી શકતા નથી, કારણ કે તેઓ માત્ર રૂમનું તાપમાન નીચું લાવી શકે છે. તમારો રૂમ ગરમ થઈ શકે છે જો તમે હોટ એન્ડ કોલ્ડ AC ચલાવો, જો બંને પ્રકારની ઋતુમાં તાપમાનને નિયંત્રિત કરવું હોય તો. 

તેને હજુ સરળ રીતે સમજો. માની લો, તમારા રૂમનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે અને તમે તમારા એસીને 25 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરો છો. એવામાં તમારા AC નું કમ્પ્રેસર કામ કરવાનું શરૂ કરી દે છે અને તમારા રૂમની ગરમ હવા ધીમે ધીમે બહાર કાઢે છે. તેનાથી રૂમનું તાપમાન ધીમે ધીમે ઓછું થવા લાગે છે અને એક વાર જ્યારે તે 25 ડિગ્રી એ પહોંચી જાય છે તો થર્મોસ્ટેટની મદદથી કમ્પ્રેસર આપમેળે બંધ થઈ જાય છે. એવામાં માત્ર AC નો પંખો જ ચાલશે. પાછું જ્યારે તાપમાન 25 ડિગ્રીથી વધી જાય છે તો કમ્પ્રેસર તેને 25 ડિગ્રી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરી દે છે.ટેબલ ફેન બની જાય છે AC:- જો વાત કરીએ શિયાળાની તો, માની લો તમારા રૂમનું તાપમાન 12 ડિગ્રી છે અને તમે તમારા AC ને 30 ડિગ્રી પર સેટ કરીને ચલાવો છો તો, આવી સ્થિતિમાં કમ્પ્રેસર શરૂ નહીં થાય અને માત્ર AC નો પંખો જ કામ કરશે. આવું એ માટે કારણ કે, રૂમનું તાપમાન પહેલેથી જ 30 ડિગ્રીથી ઓછું છે. હવે તે એકદમ ટેબલ ફેનની જેમ કામ કરશે. એવામાં તમારો રૂમ ગરમ થવાને બદલે ઠંડો લાગવા માંડશે. એટલે કે હીટિંગ પંપ વગરના AC તમારા રૂમને ગરમ કરી શકતા નથી. 

હોટ એન્ડ કોલ્ડ AC:- જો તમે શિયાળામાં AC ની ગરમ હવાનો આનંદ લેવા માંગતા હોય તો તે માટે તમારે હોટ એન્ડ કોલ્ડ AC ખરીદવું પડશે. આ એસી શિયાળો અને ઉનાળો બંને ઋતુમાં કામ કરે છે. તેને બંને ઋતુમાં ઉપયોગમાં લઈ શકવાના હેતુથી બનાવવામાં આવે છે. હોટ એન્ડ કોલ્ડ એસીની ક્ષમતા 1.5 ટનની હોય છે. માર્કેટમાં આ સમયે ઘણા સારા હોટ એન્ડ કોલ્ડ એસી ઉપલબ્ધ છે. તેની કિંમત 35 થી 45 હજારની વચ્ચે છે. જો તમે હોટ એન્ડ કોલ્ડ AC ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો, તમને અમુક હોટ એન્ડ કોલ્ડ AC વિષે જણાવીએ.LG 3 સ્ટાર હોટ એન્ડ કોલ્ડ ઇન્વર્ટર સ્પીલ્ટ AC:- એલજીનું આ હોટ એન્ડ કોલ્ડ ઇન્વર્ટર સ્પીલ્ટ એસી ઘણા સ્માર્ટ ફીચર્સથી લેસ છે. તેનો ઉપયોગ શિયાળો અને ઉનાળો બંને ઋતુમાં કરી શકાય છે. તે 1.5 ટનની ક્ષમતાથી લેસ છે. આ હોટ એન્ડ કોલ્ડ AC ડ્યુઅલ રોટરી મોટર સાથે આવે છે અને તેની કિંમત 43,750 રૂપિયા છે. 

Lloyd 3 સ્ટાર હોટ એન્ડ કોલ્ડ ઇન્વર્ટર AC:- Lloyd નું હોટ એન્ડ કોલ્ડ ઇન્વર્ટર સ્પીલ્ટ AC પણ તમારા માટે એક સારો વિકલ્પ છે. આ એસી ટેનસ્ટેપ ઇન્વર્ટર ટેક્નિકથી લેસ છે. તેના AC યુનિટમાં કોપર કોઇલ કંડેંસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત 39000 રૂપિયા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment