મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ શિયાળાના દિવસો હોવાથી ઠંડીને કારણે આપણે ગરમ પાણીનો ઉપયોગ ન્હાવા માટે કરીએ છીએ. પણ આ ગરમ પાણી આપણે ગેસ પર અથવા ગીઝરથી અથવા તો હીટરથી કરતા હોઈએ છીએ. પણ સામાન્ય રીતે જયારે આપણે હીટરથી પાણી ગરમ કરીએ છીએ અમુક વાતોને ખાસ ધ્યાનમાં રાખવી પડે છે. આથી જ આજે અમે તમને આ લેખમાં હીટરનો ઉપયોગ કરતા પહેલા કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જણાવીશું.
શિયાળાની ઋતુમાં ગરમ પાણીની એક મહત્વની ભૂમિકા હોય છે. મોટા ભાગના ઘરોમાં તો ગીઝર લાગેલું હોય છે, પરંતુ ઘણા ઘર એવા પણ હોય છે જ્યાં ઓછા લોકો હોવાને કારણે ગીઝર ખરીદી શકાતું નથી અને હીટરથી પાણી ગરમ કરી લેતા હોય છે. હીટરથી ઓછી કિંમતમાં પાણી તો ગરમ કરી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ કરતાં સમયે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. જેનાથી આવનારી સમસ્યાઓથી બચી શકાય. ઓન કરો ત્યારે આ વાત ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે:- મિત્રો હીટર પર પાણી ગરમ કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે હીટર ને ક્યારેય પહેલા શરુ ન કરવું જોઈએ. બાલ્ટીમાં પાણી નાખી તેમાં હીટર મૂકી પછી જ હીટર શરુ કરવું જોઈએ. ઘણી વખત ઉતાવળમાં આપણે પહેલા હીટર ચાલુ કરી લઈએ છીએ, અને પછી તેને પાણી ભરેલી બાલ્ટીમાં રાખીએ છીએ. પરંતુ આ રીત તદ્દન ખોટી છે. તેનાથી કરંટ લાગવાનું ખૂબ જ જોખમ રહેલું છે. માટે હંમેશા પહેલા બાલ્ટી ભરવી, તેમાં હીટર મૂકવું અને પછી જ તેને ઓન કરવું.
આ પ્રકારની બાલ્ટીનો ઉપયોગ જ સારો છે:- સામાન્ય રીતે આપણે બાલ્ટી માટે સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ. પણ તેના કરતા પ્લાસ્ટિક ની બાલ્ટી વધુ સારી રહે છે. કારણ કે તેમાં કરંટ નથી લાગતો. હીટરથી પાણી ગરમ કરવા દરમિયાન ઘણી વખત ઉતાવળમાં લોખંડની બાલ્ટીનો ઉપયોગ કરવાનું વિચારે છે, પરંતુ ધ્યાન રહે આવું કરવાથી લેવાના દેવા થઈ શકે છે. લોખંડની બાલ્ટીથી કરંટ લાગવાનુ જોખમ ખૂબ જ વધી જાય છે. માટે જ જ્યારે હીટરથી પાણી ગરમ કરવું હોય તો પ્લાસ્ટિકની બાલ્ટીનો ઉપયોગ જ કરવો જોઈએ.જૂનું હીટર મતલબ વધારે કેર:- જેમ જેમ તમારૂ હીટર જુનું થતું જાય છે તેમ તેમ જોખમ પણ વધી જતું હોય છે. પાણી ગરમ કરનાર હીટર લાંબા સમય સુધી ચાલે છે. કદાચ એ જ કારણે ઓછી કિંમતમાં લોકો તેને વર્ષો સુધી વાપરે છે. પરંતુ જો તમારું હીટર 2 વર્ષથી વધારે જૂનું થઈ ગયું હોય તો, વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. જૂના હીટરથી કરંટ લાગવાનુ જોખમ બન્યું રહે છે. એટલું જ નહીં વધારે જૂના હીટરથી વીજળી બિલ પણ વધારે આવે છે.
લોકલ હીટર ખરીદવાથી બચવું:- બને ત્યાં સુધી તમારે લોકલ હીટર ન ખરીદવું જોઈએ. કોઈ સારી કંપનીનું હીટર લેવાથી તમને તેમાં ગેરેંટી પણ મળે છે, તેમજ લોકલ હીટર માં વધુ જોખમ હોય છે. કારણ કે તેના સ્પેરપાર્ટ ચાલુ હોય છે. જે જીવનું જોખમ ઉભું કરી શકે છે. આથી તમારે ગરમ પાણી કરવા માટે કોઈ બ્રાન્ડેડ કંપનીનું હીટર લેવું જોઈએ. જ્યારે પણ ઇલેક્ટ્રીક સામાન ખરીદો ત્યારે, હંમેશા કંપની એટલે કે, બ્રાંડેડ હીટર ખરીદવું. લોકલ બ્રાન્ડના સામાનથી કરંટ લાગવાનુ જોખમ વધારે રહે છે. તે સિવાય હીટરને સમયે સમયે સાફ કરતું રહેવું પણ ખૂબ જરૂરી છે. આમ તમારે હીટર પર પાણી ગરમ કરતા પહેલા આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી