અંધારી રાતે પોતાની પત્ની સુમસામ સડક પર ભૂલી 160 કિલોમીટર આગળ નીકળી ગયો પતિ, પત્નીના થયા આવા હાલ… પાછા આવીને પતિએ કરવું પડ્યું આ કામ…

મિત્રો કયારેક ક્યારેક આપણા જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે જેનાથી આપણને ઘણું શીખવા મળતું હોય છે. આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવીશું જેમાં એક પતિ પોતાની પત્નીને મૂકીને 160 કિલોમીટર આગળ નીકળી ગયો અને જયારે પાછો આવ્યો તો તેને એવું કામ કરવું પડ્યું જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.  

પતિ અને પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. જોકે, વચ્ચે-વચ્ચે પ્રેમભરી નોક-ઝોંક થવી પણ જરૂરી છે. પરંતુ તે ક્યારેય એટલું ન વધવું જોઈએ કે, જે બંનેના સંબંધમાં તિરાડ પડી જાય. અને બંને અલગ થઈ જાય. પરંતુ થાઈલેંડથી એક એવો કેસ સામે આવ્યો છે, જ્યાં ન તો કોઈ નોક-ઝોંક થઈ કે ન તો કોઈ ઝઘડ્યું પરંતુ છતાં પણ પતિ પોતાની પત્નીને અડધી રાત્રે જંગલ વચ્ચે છોડીને આગળ નીકળી ગયો. જોકે, છોડીને જવું અહીં ખોટા શબ્દો હોય શકે છે. માટે કહી શકાય કે તે માણસ પોતાની પત્નીને સડક પરજ ભૂલી ગયો. હવે તમે વિચારી રહ્યા હશો કે, કોઈ પોતાની પત્નીને આટલી રાત્રે કેમ ભૂલી શકે, તો આવો અમે તમને જણાવીએ આખી વાત છે શું.આ અજીબો-ગરીબ કેસ થાઈલેંડનો છે, જ્યાં એક વ્યક્તિ રસ્તામા જ પોતાની પત્નીને છોડીને 160 કિલોમીટર આગળ નીકળી ગયો. અને તેની પત્નીને રાત્રે મદદ માટે 20 કિલોમીટર આગળ ચાલવું પડ્યું. વાસ્તવમાં આ બંને પતિ પત્ની રજાઓ માણવા ગયા હતા. રવિવારે મહા સરખમ પ્રાંતમાં સ્થિત પોતાના હોમ ટાઉનમાં ગયા હતા. ત્યારબાદ 55 વર્ષીય બુંટોમ ચાઈમૂન પોતાની 49 વર્ષની પત્ની એમુનાએ ચાઈમૂન સાથે પાછા આવી રહ્યા હતા. પરંતુ રસ્તામાં બુંટોમને ટોઇલેટ જવાની જરૂર પડી.

આ દરમિયાન તેમણે પોતાની ગાડી સાઈડમાં ઊભી રાખી પરંતુ જોયું કે આસપાસ કોઈ ટોઇલેટ હતું નહીં. ત્યારે મહિલાએ પણ વિચાર્યું કે જો ગાડી ઊભી જ રહી છે તો પોતે પણ ફ્રેશ થઈ જાય. જેના કારણે મહિલા પણ ગાડી માંથી નીચે ઉતરી અને ફ્રેશ થવા માટે જંગલ તરફ ગયી. 

તે દરમિયાન મહિલાના પતિએ તેને ગાડી માંથી બહાર આવતા ન જોઈ અને જ્યારે તે પાછો આવ્યો તો તેને વિચાર્યું કે કદાચ તેની પત્ની પાછળની સિટમાં બેઠી હશે. માટે તે ગાડી લઈને નીકળી ગયો. જ્યારે મહિલા પાછી આવી તો તેને ન તો પોતાના પતિને જોયો કે ન તો ગાડી જોઈ. હવે તે રસ્તા પર એકલી રહી ગયી. પરંતુ તે વચ્ચે જે સૌથી ચોકાવનારી વાત હતી કે મહિલા પાસે ન તો મોબાઈલ હતો કે ન તો પર્સ હતું. અંધારું થઈ ગયું હતું. તે કારણે મહિલા ડરેલી હતી. માટે તેને મદદ લેવાનો વિચાર કર્યો અને આગળ ચાલવા લાગી. ત્યાર બાદ મહિલા 20 કિલોમીટર ચાલતા ગયી અને સવારે લગભગ 5 વાગે કાબિનબૂરી જિલ્લામાં સ્થિત પોલીસ સ્ટેશને પહોંચી અને પોતાની સાથે બનેલી ઘટના જણાવી. 

મહિલાને પોતાના પતિનો મોબાઈલ નંબર પણ યાદ ન હતો અને પોતાનો મોબાઈલ તે ગાડીમાં ભૂલી ગયી હતી. માટે મહિલાએ પોતાના જ નંબરમાં પોલીસ પાસેથી કેટલી વાર કોલ કરાવ્યો, પરંતુ પતિએ ફોન ઉપાડયો નહીં. પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે મહિલા સવારે 8 વાગે પોતાના પતિને સંપર્ક કરવામાં સફળ થઈ. જ્યારે પતિને ખબર પડી કે તેની પત્ની પાછળ રહી ગયી છે ત્યાં સુધી તે ઘણે દૂર લગભગ 160 કિલોમીટર દૂર પહોંચી ગયો હતો. ત્યાર બાદ પતિ પોતાની પત્નીને પાછી લેવા આવ્યો. બુંટોમ ચાઈમૂનને પોતાના કર્યા પર ઘણો પછતાવો થયો અને પોતાની પત્નીની માફી પણ માંગી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment