આ નાનકડા દાણા છે કેન્સર, ડાયાબિટીસ, સોરિયાસીસ, પાચન તંત્ર જેવા અનેક રોગોનો સચોટ રામબાણ ઉપચાર… ફાયદા જાણશો તો દવાખાને જવાની જરૂર નહિ પડે…

મિત્રો સરસવ એ ભારતીય પર્યાવરણના સામાન્ય જીવનનો એક ભાગ છે. રાઈનો ઉપયોગ સામાન્ય રીતે લગભગ તમામ ઘરોમાં થાય છે. આ સાથે સરસવના દાણાનો ઉપયોગ તેલ બનાવવાથી માંડીને ખાદ્ય પદાર્થોમાં થાય છે.તેના દાણા અનેક સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. આયુર્વેદ અનુસાર સરસવનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી ઘણી શારીરિક સમસ્યાઓ દૂર થઈને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

સરસવ માંસપેશીયોનો દુખાવો, સોરીયાસીસ, દાદર અને શ્વાસની સમસ્યાઓમાં રાહત પ્રદાન કરે છે. સરસવના છોડના વિવિધ ભાગનો ઉપયોગ કેન્સર અને ડાયાબિટીસના ઈલાજ માં કરવામાં આવે છે અને તેનાથી શરીરમાંથી ઝેરીલા પદાર્થો બહાર કાઢવામાં પણ મદદ મળે છે. સરસવ સ્નાયુઓ ના ખેંચાણ માં રાહત પ્રદાન કરે છે. આ વાળ અને ત્વચામાં નિખાર લાવે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને રજોનિવૃત્તિ દરમિયાન મહિલાઓ માટે ખૂબ જ લાભદાયક છે.સરસવ ના ફાયદા:- સરસવ વિવિધ પ્રકારના ખનીજોનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનીજ ઉપલબ્ધ હોય છે. તેના સિવાય આમાં ફોલેટ અને વિટામીન એ પણ પ્રાપ્ત થાય છે. સરસવના પાનમાં પોટેશિયમ, કેલ્શિયમ જેવા ખનીજ સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આમાં મેગ્નેશિયમ અને ફાઇબર પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોય છે. તો આવો જાણીએ સરસવના ફાયદા વિશે 

1) કેન્સર:- કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવામાં પણ સરસવનું સેવન ફાયદાકારક છે. બ્રાસિકા પ્રજાતિનું સદસ્ય હોવાના કારણે સરસવ માં ગ્લુકોઝિનોલેટ નામનું સ્વાસ્થ્યવર્ધક ફાઈટોન્યુટ્રીયંટ્સ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આ મૂત્રાશય કેન્સર, કોલોન કેન્સર, ગર્ભાશય અને સર્વાઇકલ કેન્સર જેવા વિવિધ કેન્સરથી તમારો બચાવ કરી શકે છે. વિવિધ અભ્યાસ પ્રમાણે આ સક્રિય તત્વ કેન્સર કોશિકાઓના નિર્માણ અને વિકાસને અટકાવે છે. સરસવના આ કેન્સરરોધી ગુણ ગ્લુટાથીયોનના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે અને સામાન્ય સ્વસ્થ કોશિકાઓને પ્રભાવિત કર્યા વગર એપોપ્ટોસિસ ને ઉત્પ્રેરિત કરે છે.2) અસ્થમા:- સરસવ જુની શ્વાસ નળીના સોજાની બીમારી માં પણ ફાયદાકારક છે. તેથી આનુ સેવન અસ્થમા કે દમ ના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. સરસવના દાણામાં તાંબુ, મેગ્નેશિયમ,લોહ અને સેલેનિયમ જેવા ખનીજ ભરપૂર પ્રમાણમાં હોય છે.જે શ્વાસ ચડવાની ક્રિયાને ઘટાડે છે અને તેને રોકવામાં મદદરૂપ થાય છે. જો શ્વાસ ચડતો હોય તો સરસવના તેલમાં થોડું કપૂર મિક્સ કરીને માલિશ કરો. આ મિશ્રણને માલિશ કરવાથી કફ ઓછો થાય છે અને શ્વાસ લેવામાં સરળતા થાય છે.

3) સોરીયાસિસ:- સરસવ ના દાણા સોરીયાસિસ અને અન્ય સોજો કે બળતરા પેદા કરતાં સ્વયંપ્રતિરક્ષિત રોગોમાં પણ લાભદાયક છે. અભ્યાસમાં સોરીયાસિસ ના કારણે થતો સોજો અને ઘાવ ને ઠીક કરવામાં સરસવ અત્યંત અસરકારક છે. સરસવ ઓક્સાઇડ ડિસમ્યુટેઝ, ગ્લુટાથિઓન પેરોક્સિડેઝ અને કેટાલેઝ જેવા ઉત્સેચકોની પ્રવૃત્તિમાં વધારો કરે છે, જે ઉપરોક્ત રોગોથી બચાવ કરે છે અને તેમાં રાહત આપે છે.4) દુખાવો દૂર કરે:- સરસવના દાણા થી તૈયાર કરેલો લેપ દુખાવામાં રાહત પ્રદાન કરે છે. સરસવમાં એવા અનેક ગુણો હોય છે, જે લકવો, ગઠિયો વા અને માસપેશીઓના દુખાવાની સ્થિતિમાં આ લેપ કરવામાં આવે તો દુખાવાથી છુટકારો મળે છે. એક વાતનું ધ્યાન રાખવું કે સરસવના લેપ ની તાસીર ગરમ હોય છે તેથી જો સીધો તેનો ઉપયોગ ત્વચા પર કરશો તો બળતરા કે ત્વચા પર દાણા નીકળી શકે છે. તેનાથી બચવા માટે ત્વચા પર એક પાતળું કપડું રાખીને આ લેપ નો ઉપયોગ કરવો.

5) દાદર:- સરસવ બેક્ટેરિયારોધી હોય છે.  તેનાથી દાદર ના કારણે થતાં ઘાવ ને ઠીક કરવામાં મદદ મળે છે. દાદર વાળી જગ્યા પર પહેલા ગરમ પાણીથી સાફ કરી લો ત્યારબાદ સરસવનો લેપ ઘાવ પર લગાવો તેનાથી ઘાવ સુકાઈ જશે.6) ત્વચા માટે ફાયદાકારક:- સરસવ તમારી સુંદરતા નિખારવા માટે પણ કમાલની વસ્તુ છે. સરસવના તેલમાં મહેંદીના પાનને ઉકાળીને લગાવવાથી વાળ ઝડપથી વધે છે. એક લીટર નાળિયેર તેલમાં એક મુઠ્ઠી સરસવના દાણા નાખીને ઉકાળી લો. તેલ ઠંડુ થયા બાદ ગાળી લો.આ તેલથી ત્વચા નો રંગ સાફ થશે અને ખીલ પણ દૂર થશે.

7) ડાયાબિટીસ:- સરસવના તેલનો ઉપયોગ ગ્લાયકોસાઇલેટેડ પ્રોટીન અને સીરમ ગ્લુકોઝના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. સરસવના પાન ડાયાબિટીસમાં ખૂબ જ ઉપયોગી છે. અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે સરસવના છોડમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે જે ઓક્સિજન ફ્રી રેડિકલ મોલેક્યુલ્સની અસરને બેઅસર કરવામાં મદદ કરે છે.  આ સિવાય સરસવ ડાયાબિટીસમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસને કારણે થતા નુકસાન સામે પણ રક્ષણ આપે છે.8) કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે:- સરસવના પાનમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની અદભુત ક્ષમતા હોય છે. આ ધમનીઓને સખ્ત થતા બચાવે છે અને એથરોસ્ક્લેરોસિસ જેવી વિકૃતિઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.  કેટલાક અભ્યાસો અનુસાર, સરસવમાં પાચન તંત્રમાં હાજર પિત્ત એસિડને બાંધવાની અદભૂત ક્ષમતા હોય છે, જે તેને બહાર નીકળવાનું સરળ બનાવે છે. પિત્ત એસિડમાં સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ હોય છે તેથી આ પ્રક્રિયા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. સરસવના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેનાથી ધમનીઓનો અવરોધ પણ ઓછો થાય છે. એથેરોસ્લેરોસિસ જેવી સમસ્યાઓથી બચાવ થાય છે.

9) રજોનિવૃત્તિમાં લાભદાયક:- સરસવના દાણા માં તાંબુ, લોહ ,મેગ્નેશિયમ અને સેલેનીયમ જેવા અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે ઉચ્ચ રક્ત ચાપ ( હાઈ બ્લડ પ્રેશર ) અને રજોનિવૃત્તિમાં રાહત પ્રદાન કરે છે. રજોનીવૃત્તિ દરમિયાન સરસવના પાન મહિલાઓ માટે ખૂબ જ લાભદાયક છે. તેમાં કેલ્શિયમની સાથે સાથે મેગ્નેશિયમ પણ ઉપલબ્ધ હોય છે, જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેના સિવાય આ રજોનિવૃત્તિ દરમિયાન હાડકામાં થતા નુકસાન ને પણ રોકવામાં મદદ કરે છે. સરસવના પાન હાડકામાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારવામાં પણ ઉપયોગી છે. અને તેના સિવાય રજો નિવૃત્તિ દરમિયાન મહિલાઓમાં ઓસ્ટિયોપોરાસીસ ના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.

10) પાચન તંત્ર માટે ફાયદાકારક:- સરસવનું સેવન પાચન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સરસવમાં રહેલું ફાઇબર પાચન સ્વાસ્થ્ય માટે મુખ્ય ઘટક તરીકે કામ કરે છે, પાચનમાં સુધારો કરવામાં અને પાચનતંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે, તેમજ કબજિયાત જેવી પેટની અન્ય સમસ્યાઓથી રાહત આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment