રોટલી ખાઈને જ ઘટાડો તમારું વજન | આ પાંચ કુદરતી ઉપાય તમારી ચરબીને ઓગાળી દેશે પાણીની જેમ…

આપણા ભારતમાં વધારે વજન એ એક મોટી સમસ્યા છે. વધતાં જતાં વજનના કારણે કેટલીક પ્રકારની સ્વાસ્થને લગતી સમસ્યા પણ થવા લાગે છે. લોકો પોતાના પસંદના કપડાં પણ પહેરી શકતા નથી. વજન ઓછું કરવા માટે આપણે સૌ ડાયટિંગથી લઈને દવાઓ સુધીની તમામ ટ્રાય કરતાં હોઈએ છીએ. તેમ છતાં પણ અનેક કોશિશ કરવા છતાં ચરબી ઓછી થતી નથી.

શું તમે પણ તમારું વજન ઓછું કરવા ઈચ્છો છો, તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવશું. તેની મદદથી તમે તમારે રોટલીનું સેવન છોડ્યા વગર જ વજન ઘટવા લાગશે. કેમ કે આપણે જોતા હોઈએ છીએ કે, વજન ઘટાડવા માટે મોટાભાગે લોકો કહેતા હોય  છે કે રોટલીનું સેવન ઓછું કરવું જોઈએ. પરંતુ આજે અમે તમને જે ટીપ્સ વિશે જણાવશું તેનાથી તમે ફાટફાટ વજન ઘટાડી શકશો.વજન ઓછું કરવા માટેનો પહેલો નિયમ છે કે, કેલેરીને ઓછી કરવી એટલે કે તમે જેટલી કેલેરી બર્ન કરી શકો છો, એટલું ભોજન ઓછું કરો. ઘઉંના લોટની રોટલીમાં વધારે કેલેરી હોય છે. જો કે રોટલી બાળપણથી લઈને દરેક લોકોના રોજિંદા જીવનમાં જોડાયેલી છે. જે આપણા દૈનિક આહારનો ભાગ છે. એટલા માટે તેને છોડાવી એટલી સહેલી નથી.

ઘઉંના લોટની એક રોટલીમાં લગભગ 104 જેટલી કેલેરી હોય છે અને સામાન્ય રીતે દરેક લોકો એક કરતા વધારે રોટલીનું જ સેવન કરતા હોય છે. તેવામાં જો તમે વજનને ઓછું કરવા માટે રોટલીને છોડી શકતા નથી, તો આજે આ લેખમાં અમે તમને રોટલીનું સેવન છોડ્યા વગર જ વજન  ઓછું કરવાની રીત જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.રાગી : રાગીને ફિંગર મિલેટ પણ કહેવામાં આવે છે. આ ભારતમાં કેટલાક ભાગોમાં ખાવામાં આવતું ભોજન છે. રાગીની રોટલી સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારી છે. રાગીમાં કેલ્શિયમ, આયરન અને ફાઈબર હોય છે. રાગીમાં હાજર ફાઈબરથી પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે, જેથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેમાં ટ્રીષ્ટ્રોફૈન નામક એસિડ હોય છે, તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. રાગીના લોટ માંથી નટ્સની સુગંધ આવે છે અને તે ખાવામાં હળવી હોય છે. રાગીના લોટમાં મીઠું, કોથમીર, અજમા અને જીરું પાવડર નાખવાથી, તે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.

બાજરો :

બાજરાને પર્લ મિલેટ પણ કહેવામાં આવે છે. આ ભૂરા રંગનું અનાજ હોય છે, જેથી તેમાં એક વિશિષ્ટ પ્રકારની નટ્સ જેવી સુગંધ આવે છે. તેમાં મૈગ્નેશિયમ, જિંક, આયરન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે તેને પૌષ્ટિક બનાવે છે. બાજરાની રોટલીમાં ઉચ્ચ ફાઈબરની માત્રા હાજર હોય છે. આનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેમાં રહેલ વિટામિન વજન ઓછું કરવામાં મદદ કરે છે. બાજરાની રોટલીને ખાવાથી સોજો અને બ્લોટિંગની સમસ્યાથી મુક્તિ મળે છે.બેસન : ચણાથી બનાવવામાં આવેલ આ લોટ વજનને ઓછું કરવા માટેનો એક ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. ચણામાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રીશન હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું છે, તેવો અનુભવ કરાવે છે. અડધો બેસન અને મલ્ટીગ્રેન લોટને મિક્સ કરીને તમે હેલ્દી રોટલી બનાવી શકો છો. બેસનમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન હોય છે, જે ભૂખને ઓછી કરવામાં મદદ કરે છે.

બદામ :

બદામ એ મગજ અને સ્વાસ્થ્ય બંને માટે ખુબ જ પૌષ્ટિક હોય છે, અને વજન ઘટાડવા માટે કારગર માનવામાં આવે છે. કેટોજેનિક ડાયટને ફોલો કરવા વાળા લોકો માટે, બદામના લોટની રોટલી ખાવી, એ એક ઉત્તમ ઉપાય છે. ઇંટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટી એન્ડ રિલેટેડ મેટાબોલિક ડિસઓડર દ્વારા પ્રકાશિત એક અધ્યયનમાં, ઓછી કેલેરી વાળા આહારમાં જેમાં 84 ગ્રામ બદામનો સમાવેશ થાય છે, જેમાં 62 ટકા લોકો કાબ્સથી સમૃદ્ધ આહારને કરતાં, વધુ વજનને ઓછું કરતાં જોવા મળ્યા છે.ઓટ્સ : વજનને ઓછું કરવા માટે વિચારતાં લોકો માટે ઓટ્સ એ એક બેસ્ટ ઉપાય છે. ફાઈબર અને કાબ્સ સહિત પોષક તત્વોથી ભરપૂર, ઓટ્સ એક્સ્ટ્રા કેલેરીને ઓછી કરવામાં મદદ કરે છે. ઓટ્સથી બનાવેલ રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તેના સ્વાદને વધુ સારો બનાવવા માટે આમાં કોથમીર, લીલું મરચું અને તમે તમારી પસંદની કોઈ પણ લીલોતરી તેમાં ઉમેરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment