કોરોનાકાળમાં ભારતીય લોકોએ સ્વિસ બેંકમાં કરી દીધા પૈસાના ઢગલા, રકમ જાણી આંખો પહોળી થઈ જશે..

કોરોના વાળા વર્ષમાં ભારતીય લોકોએ સ્વિસ બેંકમાં કરી દીધા પૈસાના ઢગલા, રકમ જાણી આંખો પહોળી થઈ જશે…

કોરોના મહામારીની શરૂઆત થયેલ વર્ષ 2020 માં સ્વીત્ઝરલૅન્ડની વિભિન્ન બેંકોમાં ભારતીય લોકો અને કંપનીઓ દ્વારા જમા કરેલ પૈસામાં જબરદસ્ત વધારો થયો છે. વર્ષ 2020 માં તે વધીને 2.55 અરબ સ્વિસ બેંક(લગભગ 20.700 કરોડ રૂપિયા) પહોંચી ગયા. જે છેલ્લા 13 વર્ષમાં સૌથી ઊંચા સ્તર પર છે.

વર્ષ 2019 માં સ્વિસ બેંકોમાં ભારતીય લોકોના જમા પૈસા માત્ર 6,625 કરોડ રૂપિયા હતા. એટલે કે એક જ વર્ષમાં તેમાં ત્રણ ગણા કરતા પણ વધુ વધારો થયો છે.બે વર્ષમાં ઘટવા લાગ્યા : નોંધપાત્ર છે કે છેલ્લા બે વર્ષમાં સ્વિસ બેંકોમાં પૈસા જમા હતા એ ઘટવા લાગ્યા હતા. ભારતીય લોકો અને કંપનીઓ આ પૈસા સ્વિસ બેંકોમાં સીધા પોતાના ખાતાથી અથવા ભારતમાં  આવેલ તેની બ્રાંચ અને અન્ય પૈસાની લેવડદેવડ કરતી સંસ્થાઓના માધ્યમથી જમા કરે છે.

સ્વીત્ઝરલૅન્ડની કેન્દ્રીય બેંકના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2020 માં ગ્રાહકના જમા પૈસા ઘટ્યા હતા. પરંતુ સિક્યુરિટી અને અન્ય સાધનોમાં રોકાણ દ્વારા આં બેંકોમાં ભારતીય લોકોની રકમ ઝડપથી વધવા લાગી છે.

જરૂરી નથી કે બ્લેક મની હોય : ન્યુઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ અનુસાર, આ આકડામાં તે ભારતીય અથવા એનઆરઆઈની જમા રકમ શામિલ નથી. જે કોઈ ત્રીજા દેશની સંસ્થા અથવા કંપની દ્વારા રકમ જમા કરતા હોય. એ પણ જરૂરી નથી કે આ માત્ર કાળા નાણા હોય. કાળા નાણાની વિશે સ્વીત્ઝરલૅન્ડ સરકાર અલગથી જાણકારી આપે છે.નોંધપાત્ર છે કે આ પહેલા અત્યાર સુધીનો સૌથી મોટો જમા રેકોર્ડ વર્ષ 2006 માં 6.5 અરબ ફ્રેંક થયો હતો. પરંતુ ત્યાર બાદ તેમાં મોટાભાગના વર્ષોમાં ગિરાવટ આવી હતી.

વર્ષ 2018 માં લાગુ થયેલ એક કરાર અનુસાર ભારત અને સ્વીત્ઝરલૅન્ડ ટેક્સ વિશેની માહિતી એકબીજા સાથે આપ લે કરતા હતા. તે અનુસાર પહેલી વાર વર્ષ 2018 માં સ્વીત્ઝરલૅન્ડે ભારતીય નાગરિકોની એક વિસ્તૃત જાણકારી જાહેર કરી હતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment