આ કેરી વેંચાય છે આટલા લાખ રૂપિયામાં એક કિલો. કેરીની સિક્યુરિટી માટે માલિકે મુક્યા 3 ગાર્ડ અને 9 કુતરા….

મધ્યપ્રદેશના જબલપુરમાં કેરીના એક બગીચાની સુરક્ષા માટે 3 ગાર્ડ અને 9 કુતરા રાખવામાં આવે છે. એવું જાણવામાં આવ્યું છે કે આ બગીચામાં આવતી એક કેરીની કિંમત લાખો રૂપિયા છે. આ એક ખાસ પ્રકારની કેરી છે તે જાપાનમાં જોવા મળે છે. જબલપુરના આ બગીચામાં આવેલ આ કેરીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2 લાખ 70 હજાર રૂપિયા જાણવામાં આવી રહ્યા છે.

જબલપુરની આબોહવામાં ઉગતી આ કિંમતી કેરી હજારોમાં નહિ પરંતુ લાખો રૂપિયાની કિંમતમાં વેંચાય છે. અને એટલા માટે જ તેની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે અને તેના માટે સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કેરીની સુરક્ષા માટે કુતરા અને ગાર્ડસ 24 કલાક બગીચામાં તૈનાત હોય છે.બગીચાના માલિક સંકલ્પએ જણાવ્યું છે કે, આ જાપાની કેરીનું નામ ટાઇયો નો ટમેંગો છે. આ કેરીને એગ ઓફ સન એટલે કે સૂર્યનું ઈંડું પણ કહેવામાં આવે છે. સંકલ્પ જણાવે છે કે, ગયા વર્ષે આ કેરી ખુબ જ ચર્ચામાં આવી હતી. જેના કારણે તેના બગીચામાં કેરીની ચોરી થઈ હતી. એટલા માટે તેઓ આ કિંમતી કેરીની સુરક્ષાને લઈને ચિંતિત છે અને સુરક્ષા પર વધુ પૈસા ખર્ચ કરે છે.

આ કેરી જ્યારે સંપૂર્ણ પાકી જાય છે તો તે આછા લાલ અને પીળા રંગની થઈ જાય છે. તેનું વજન લગભગ 900 ગ્રામ સુધીનું થાય છે. આ ખાસ કેરીમાં રેસા નથી હોતા અને ખાવામાં પણ બોવ જ મીઠી હોય છે. કેરીની આ પ્રજાતિ જાપાનમાં સરક્ષિત વાતવરણમાં ઉગાડવામાં આવે છે, પરંતુ સંકલ્પ સિહ પરિહારે પોતાની બંજર જમીન પર તેને ખુલ્લા વાતાવરણમાં જ ઉગાડી છે.જાપાનમાં વર્ષ 2017 માં લગભગ 3600 ડોલરની બોલી લગાવવામાં આવી હતી, જેની ભારતીય કિંમત લગભગ અઢી લાખ રૂપિયા થાય છે. બગીચાના માલિક સંકલ્પનું કહેવું છે કે શરૂઆતમાં આ કેરીને 4 એકરના બગીચામાં અમુક જ છોડ સોંપીને કરી શરૂઆત કરી હતી અને આજે ભારતીય 14 હાઈબ્રીડ તેમજ 6 વિદેશી પ્રકારની કેરી તેના બગીચામાં આસાનીથી થાય છે.

ભારતમાં આ કેરીની ખેતી ક્યાંય નથી થતી. જાપાનની કેરી તામાગોના નામથી ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ખુબ જ માંગ છે. જાપાની ભાષામાં ‘ટાઈયો નો તામાગો’ ના નામથી ઓળખાય છે.સંકલ્પ પરિહારે પોતાના 4 એકરના બગીચામાં 14 અલગ અલગ પ્રકારની કેરી ઉગાડી છે અને તેના સિવાય તામાગો કેરીના 52 વૃક્ષ છે. આ કેરીની ખેતી કરવા વાળા સંકલ્પ પરિહારે કહ્યું કે, જાપાનમાં આ કેરીને પોલી હાઉસની અંદર સુરક્ષિત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે.

સંકલ્પ પરિહારે આ પ્રયોગના આધાર પર કેરીને ઉગાડી હતી અને આ કેરીને જબલપુરનું વાતાવરણ સારું લાગ્યું અને કેરી પણ આવી. ગયા વર્ષે એક કેરીની કિંમત 2.70 લાખ રૂપિયા હતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment