આ 8 વસ્તુને ખાતા પહેલા ભૂલ્યા વગર ચેક કરી લેજો એક્સપાયરી ડેટ, એક દાણાનું સેવન પણ થઈ શકે છે જીવલેણ….

મિત્રો તમને જણાવી  દઈએ કે, દર વર્ષે 7 જૂને ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સુરક્ષિત અને પૌષ્ટિક આહાર પ્રતિ જાગૃત કરવાનો છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષ કેટલાક લોકો ખરાબ જમવાનાં કારણે કેટલીક ગંભીર બીમારીથી ધેરાઈ જાય છે અથવા તો મૃત્યુ પણ થાય છે. ખરાબ જમવાનો અર્થ સમાપ્તિ તારીખ પૂરી થઈ જવાથી પણ છે.

ઘણી વાર આપણે પેક્ડ ફૂડ ખાતા પહેલા તેની એક્સપાયરી ડેટને તાપસ કરતાં ભૂલી જઈએ છીએ, પરંતુ અમે તમને જણાવી દઈએ કે, કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેને એક્સપાયરી ડેટ પછી પણ તમે ખાવ છો તો એ તમારા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેવી જ 8 વસ્તુઓ અમે જણાવશું. જેની એક્સપાયરી ડેટ જતી રહે પછી ત્યાર બાદ તેનું સેવન કરવું અને તેની સેફ લાઈફ કેટલી હોય એ જાણીએ.દૂધ : પેકેટમાં મળતા દૂધમાં તેની સમાપ્તિ તારીખ લખેલી હોય છે. પરંતુ જે દૂધને આપણે સીધું તબેલા માંથી લઈએ છીએ તેને પણ 2 દિવસ રાખ્યા પછી ન પીવું જોઈએ. દૂધમાં બેક્ટેરિયા થવાની સંભાવના વધારે રહે છે. ખરાબ દૂધ પીવાથી પેટમાં એંઠન, ઉબકા, તાવ, ફૂડ પોઈઝનિંગ અને દસ્ત થઈ શકે છે.

ઈંડા :

મિત્રો તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ઈંડાની પણ સમાપ્તિ તારીખ હોય છે. જો તમે બોક્સમાં પેક ઈંડાને લો છો, તો તેના ઉપર તેની તારીખ લખેલી જોવા મળશે. જો તમે લુઝમાં ઈંડા લો છો, તો તમે તેને 4 થી 5 દિવસમાં પૂરા કરી લો, કારણ કે તે જલ્દી ખરાબ થઈ જાય છે. તેને ચેક કરવા માટે તમે એક ગ્લાસમાં પાણી લો, તેમાં ઈંડાને નાખો. જો ઈંડું ફ્રેશ હશે તો ગ્લાસનાં તળિયા નીચે બેસી જશે અને જો ઈંડું જૂનું હશે તો તે ગ્લાસમાં તરવા લાગશે.ગ્રાઉન્ડ બીફ : ગ્રાઉન્ડ બીફ એક એવું માસ છે, જે જલ્દી ખરાબ થઈ જાય છે. તમારે તેની સમાપ્તિ તારીખને ખુબ જ બારીકીથી તપાસ કરવી જોઈએ. એક્સપાયર્ડ ગ્રાઉન બીફના સ્ટેફિલોકોકસ ઓરિયસ અથવા તો સાલ્મોનેલાથી ખરાબ થવાની વધારે સંભાવના છે. જેનાથી તમને ફૂડપોઇજિંગ થઈ શકે છે અને ખાતા પહેલા તેને બાફવું પણ ખુબ જ જરૂરી છે.

પાલક :

પાલકના પાન જલ્દી ખરાબ થઈ જાય છે અને તે ભીની હોવાના કારણે તેમાં જીવાત પણ હોય છે. તેથી જ પાલકને ખરાબ થઈ જાય તે પહેલા જ ખાય લેવી જોઈએ. પાલકને લાંબા સમય સુધી સારી રાખવા માટે તેને સારી રીતે સુકવવી જોઈએ અને તેનો ઉપયોગ કરતાં પહેલા તેને ધોવી જોઈએ.ચીઝ : ચીઝમાં લિસ્ટીરિયાં મોનોસાઈટોંજસ બેક્ટેરિયા થવાની સંભાવના રહે છે. આ બેક્ટેરિયાના કારણે લિસ્ટેરીઓસીસ થઈ શકે છે. તેથી જ ચીઝને તેની સમાપ્તિ તારીખ પછી ન ખાવું જોઈએ.

સ્પ્રાઉટ્સ(ફણગાવેલ કઠોળ) : બિન સ્પ્રાઉટ્સ અને ઉગાવેલા અનાજ પણ ખુબ જ જલ્દી ખરાબ થઈ જાય છે, કારણ કે તેને ઉગાડવા માટે તેને આપણે એક કપડાંમાં બાંધીને રાખીએ છીએ. તેવામાં આ સ્પ્રાઉટ્સને તમારે 1 થી 2 દિવસની અંદર જમી લેવા જોઈએ, પછી તે જલ્દી ખરાબ થઈ જાય છે.મલાઈ : લગભગ એવું થાય છે લોકો મલાઈને ભેગી કરીને તેમાથી ઘી અથવા તો માખણ બનાવે છે. પરંતુ જો તમે તેને વધારે દિવસ રાખશો તો તેનો રંગ અને સ્વાદ બંને ફરી જશે. દૂધની જેમ જ તેમાં પણ તરત જ બેક્ટેરિયલ થવા લાગે છે. તેવામાં જો તમે દૂધની મલાઈથી ઘી બનાવો છો, તો તમારે 10 થી 15 દિવસમાં તેનો ઉપયોગ કરી લેવો જોઈએ અને મલાઈને હંમેશા ફ્રિઝ અથવા તો ફ્રિઝરમાં સ્ટોર કરીને રાખવી જોઈએ.

ચિકન : નોનવેજ ફૂડની લાઈફ ખુબ જ ઓછી હોય છે. ચિકન પણ હંમેશા ફ્રેશ અને સારી રીતે બાફેલું જ ખાવું જોઈએ. ચિકનની સમાપ્તિ તારીખ પૂરી થઈ ગયા પછી, તેમાં ચિકન ઇ-કોલી બેક્ટેરિયા થઈ શકે છે. આ બેક્ટેરિયાના કારણે કેટલીક પ્રકારની બીમારી જેવી કે, ગૈસ્ટ્રોએંટરાઈટિસ, મૈનિંજાઈટીસ અને યુરીનરી ઇન્ફેકશન થઈ શકે છે. તેવામાં તમારે ચિકનની સમાપ્તિ તારીખ પછી તેનું સેવન ન કરવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment