સામાન્ય લાગતા આ 7 લક્ષણો હોય શકે ગંભીર બીમારીનો ખતરો, બચવા માટે આજે જ જાણો એ બીમારી અને તેના લક્ષણો… મોટાભાગના લોકોને પડી જાય છે ભૂલ…

મિત્રો ઘણી વખત આપણા શરીરમાં અમુક એવા લક્ષણો જોવા મળતા હોય છે જેને આપણે નજરઅંદાઝ કરતા હોઈએ છીએ. પરંતુ આ સામાન્ય દેખાતા લક્ષણો કોઈ ગંભીર બીમારીનો પણ સંકેત હોય શકે છે. આથી તમારે પોતાના શરીર પ્રત્યે સજાગ રહેવાની જરૂર પડે છે. આજે અમે તમને આ લેખમાં કેટલાક એવા લક્ષણ વિશે જણાવશું જે ટાઈપ 2 ડાયાબિટીસનો પણ સંકેત સમય પહેલા જ આપી દે છે.

દુનિયાની સાથે સાથે ભારતમાં પણ ઘણા લોકો ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. Indian Journal of Ophthalmology અનુસાર, 2045 સુધી ભારતમાં લગભગ 35.7 મિલિયન લોકો ડાયાબિટિસનો શિકાર થઈ શકે છે. ડાયાબિટીસ થાય ત્યારે બ્લડ શુગર લેવાલને કંટ્રોલ કરવું પણ ખુબ જરૂરી બને છે. આથી આ ગંભીર બીમારી પ્રત્યે જાગૃત થવું ખુબ જરૂરી છે.

સામાન્ય રીતે આંખોમાં ધૂંધળાપણું, મોતિયા, ગ્લુકોમાં, ઘાવ જલ્દી ન રુઝાવાં, વારંવાર માથાનો દુખાવો, ઇમ્યુનિટી નબળી હોવી, ડાયાબિટીસના સંકેત હોય શકે છે. પરંતુ શરીરમાં જોવા મળતા કેટલાક અસામન્ય લક્ષણો પણ ડાયાબિટીસના સંકેત હોય શકે છે. આ અસામાન્ય લક્ષણોને નજરઅંદાઝ કરવાને બદલે તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

ડાયાબિટીસના અસામાન્ય લક્ષણો : ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવું ખુબ જ જરૂરી બને છે. તેના બે પ્રકાર હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસમાં પૈનક્રિયાઝથી ઇન્સુલિનનું ઉત્પાદન થતું નથી. અને ટાઈપ 2 ડાયાબિટીસમા ઓછી માત્રામાં ઇન્સુલિનનું ઉત્પાદન થાય છે.

એક્સપર્ટ જણાવે છે કે, ડાયાબિટીસના લક્ષણો ઘણા વર્ષ સુધી કોઈને દેખાતા નથી અને તમે અસ્વસ્થ અનુભવતા નથી. હોય શકે કે, તમને ડાયાબિટીસ તો હોય પરંતુ તેના લક્ષણો ન દેખાતા હોય. માટે દરેક નાના-નાના લક્ષણો પર પણ ધ્યાન આપવું જરૂરી નથી. નીચે જણાવેલ અમુક અસામન્ય લક્ષણો પણ ડાયાબિટીસનું સંકેત હોય શકે છે.

લક્ષણો : ડાયાબિટીસ અસમાન્ય લક્ષણોમાં સામાન્યથી વધારે યુરીન આવવું (વિશેષ રૂપથી રાત્રે), દરેક સમયે તરસ લાગવી, ખુબ થાક અનુભવવો, વગર મહેનતે વજન ઘટાડવો, પ્રાઈવેટ પાર્ટસ પાસે ખંજવાળ કે છાલા પાડવા, ઘાવ રૂઝવામાં વધારે સમય લાગવો, આંખોથી ક્લિયર જોઈ ન શકવું.

ત્વચા પર પણ દેખાય છે ડાયાબિટીસના આ લક્ષણો : તમે સ્કીન પરથી પણ ડાયાબિટીસના લક્ષણોને ઓળખી શકો છો. એક્સપર્ટ મુજબ હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોમાં ડાયાબિટીસના કારણે અમુક ત્વચા સંબંધી વિકાર પણ જોવા મળે છે. આ વિકાર બ્લડ વેસિલ્સ અને નસોને પણ અસર કરે છે. સામાન્ય રીતે ડાયાબિટીસ વાળા લોકોમાં એન્થોસિસ નાઇગ્રીકંસ સ્થિતિ પણ જોવા મળે છે. તે ત્વચા પર જોવા મળતી એવી સ્થિતિ છે જેમાં ત્વચા પર કાળા રંગનું નિશાન બનાવી દે છે. તે સામાન્ય રીતે ગરદનની પાછળ દેખાય છે.

તે શરીરના વિભિન્ન ભાગોમાં ત્વચા પર જે હથેળી, બગલ અને ગરદનમાં જોવા મળે છે. તેને એકૈન્થોસિસ નાઇગ્રીકંસ કહેવામાં આવે છે. અમુક લોકોનું કહેવું છે કે, તેના વિકારથી તેમની ચામડી જાડી થઈ જાય છે. તેનો ઈલાજ તેની મૂળ સમસ્યા એટલે કે ડાયાબિટીસની જેમ કરવામાં આવે છે.

શ્વાસથી ઓળખો ડાયાબિટિસનો સંકેત : જો કોઈને ડાયાબિટીસ હોય તો, તેની મીઠી સુગંધ વાળો શ્વાસ ડાયાબિટીસનો સંકેત આપે છે. જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો, તે જીવ પણ લઈ શકે છે. એ ત્યારે થાય છે જ્યારે શરીર કીટોસિસમાં પ્રવેશ કરે છે.

સરળ શબ્દોમાં સમજીએ તો, શરીરમાં એનર્જી માટે પર્યાપ્ત ગ્લુકોઝ નથી હોતું, ત્યારે શરીર તેના બદલે ફૈટનો ઉપયોગ એનર્જીના રૂપમાં કરવા માંડે છે. તેનાથી કીટોન્સ ઉત્પન્ન થાય છે જેનાથી શ્વાસની ગંધ બદલાઈ જાય છે.  આમ આ લક્ષણો તમને જણાઈ તો તમારે ડાયાબિટીસ તરત જ ચેક કરાવવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment