રામ મંદિર નીચે 2000 ફૂટ ઊંડી નાખવામાં આવશે આ કેપ્સુલ, જાણો તેની રહસ્યમય વાત.

મિત્રો, અયોધ્યા રામ મંદિર એક એવી પહેલી હતી જેનું કોઈ સમાધાન આવતું ન હતું. પણ મોદીજીના શાસન દરમિયાન આ જે અસંભવ લાગતી ઘટના સંભવ બની ગઈ છે. પરિણામે મંદિર બનાવવા માટેની સુપ્રીમ કોર્ટનો ફેસલો આવી ગયો અને રામ મંદિર બનવાની મંજુરી મળી ગઈ. પરિણામે હવે ધીમે ધીમે અહી જે ભૂમિ રામ મંદિર બનાવવા માટે ફાળવવામાં આવી હતી, ત્યાં મંદિર નિર્માણના શુભ કાર્યનો આરંભ થઈ ગયો છે અને હવે આ ભૂમિનું ભૂમિ પૂજન પણ થવાનું છે. એવું કહેવામાં આવે છે કે, 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિનું પૂજન કરવામાં આવશે. 

જેમ વાત કરી તેમ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન થવાનું છે અને તે પણ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે થવા જઈ રહ્યું છે. જેની તારીખ 5 ઓગસ્ટ રાખવામાં આવી છે. આ બધી વાતો વચ્ચે સૌથી ખાસ વાત એ છે કે, રામ જન્મભૂમિ પર થઈ રહેલા રામ મંદિરના પાયામાં લગભગ 2000 ફૂટ નીચે એક ટાઈમ કેપ્સુલ રાખવામાં આવશે. હવે આ ટાઈમ કેપ્સુલનું શું મહત્વ છે, તે કંઈ રીતે કામ કરશે વગેરે માહિતી જો તમે જાણવા માંગો છો, તો એક વખત આ લેખને અવશ્ય વાંચો.  

આ કેપ્સુલની ખાસ વિશેષતા એ છે કે, આ કેપ્સુલ દ્વારા મંદિર નિર્માણનો ઈતિહાસ તેમજ ભૂગોળની સમગ્ર માહિતી સંગ્રહિત થશે. જે આવનારી પેઢીને રામ મંદિર અંગે સંપૂર્ણ માહિતી આપશે. જ્યારે આ કેપ્સુલ જમીનની ભીતર ઘણા વર્ષો સુધી સુરક્ષિત રહેશે. રામ જન્મ ભૂમિ પર બનતા રામ મંદિરના રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના સદસ્ય કામેશ્વર ચોપાલે તેના વિશે જાણકારી આપતા જણાવ્યું છે કે, 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અને એવું પણ કહેવામાં આવે છે કે, પીએમ મોદીના હસ્તે જ આ ટાઈમ કેપ્સુલ જમીન નીચે નાખવામાં આવશે. 

આ ટાઈમ કેપ્સુલ એવી હોય છે, જે એક મોટું કન્ટેનર હોય છે જેમાં લોખંડ, અને લાટનું બનેલું હોય છે. જે દરેક પ્રકારના મૌસમને અનુકુળ કન્ટેનર હોય છે. જેને જમીનમાં ઘણી ઊંડાઈએ દાટવામાં આવે છે. આ ઉપરાંત જે જમીનમાં કોઈ પણ પ્રકારે ખરાબ નથી થતું. આ કેપ્સુલને જમીન નીચે દાટવાનો અર્થ એવો થાય છે કે, કોઈ પણ સમાજ કે સ્થાનના ઈતિહાસને ત્યાંની સંસ્કૃતિને સુરક્ષિત કરવી. આ પ્રકારનો દસ્તાવેજ હોય છે જે આવનારી પેઢીને કોઈ પણ ખાસ સમય અંગે ખાસ માહિતી તેમજ ઈતિહાસ અંગે જણાવે છે. 

એવું પણ જાણવા મળ્યું છે કે, જ્યારે જમીન નીચે ટાઈમ કેપ્સુલને દાટવાની વાત સામે આવી ત્યારે પ્રોફેસર આનંદ રંગનાથનએ પોતાના ટ્વિટમાં એવું જણાવ્યું હતું તેમજ તેમાં એક ફોટો મુકીને એવું જણાવ્યું કે 1973 માં ઇન્દિરા ગાંધીના સમયે લાલ કિલ્લા પાસે એક ટાઈમ કેપ્સુલ જમીન નીચે દાટી હતી. વોલ્યુમ સિલ્ક, કોપર, સ્ટીલ મિક્સ જે 5000 વર્ષ સુધી કોઈ પણ પ્રકારે ખરાબ નથી થતું. પણ અહી જે કંઈ પણ જાણકારી હતી તેને ક્યારેય સાર્વજનિક કરવામાં નથી આવી.

આ કેપ્સુલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આઝાદી પછીના 25 વર્ષોની માહિતી દાખલ કરવામાં આવી હતી. જો કે એ હજી સુધી સામે નથી આવ્યું કે આ કેપ્સુલમાં કંઈ કંઈ જાણકારી રાખવામા આવી હતી તેની કોઈને જાણ નથી. આમ જ હવે અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં પાયા આવી જ ટાઈમ કેપ્સુલ મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની બધી જ તૈયારીઓ રામ મંદિર જન્મ ભૂમિ પર થઈ રહી છે. આ સિવાય અહી 3 ઓગસ્ટના રોજ મંદિર નિર્માણ માટે અનુષ્ટાન પણ શરૂ થઈ જશે. જર્યે 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન થશે. 

Leave a Comment