આ છે દેશનું સૌથી અમીર ગામ છે ! માત્ર 50,000 થી ઓછી વસ્તી હોવા છતાં 17 બેંકોમાં પડ્યા છે 5000 કરોડથી વધુ રૂપિયા…

દક્ષિણ એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે. તેનું નામ છે માધાપર. આ ગામના મોટાભાગના વારસદાર વિદેશમાં રહે છે. પરંતુ ત્યાંથી ખુબ જ મોટી કિંમત પોતાના ગામની બેંકને મોકલે છે. ગામમાં દરેક જગ્યાએ સમૃદ્ધિ દેખાય છે, સાથે જ ત્યાં કૃષિની પેદાશ પણ સારી એવી થાય છે. કોઈ એવી સુખ સુવિધા નથી જે આ ગામમાં ન હોય.

ભારતમાં એક એવું ગામ છે જેમાં 7600 ઘર છે, દરેક ઘર જોવામાં લાજવાબ છે. આ ગામ બેંકો માટે પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. આથી ત્યાં 2 કે 4 નહિ, પરંતુ 17 બેંકો છે. આ બેંકોમાં મોટી રકમ જમા થાય છે. આ ગામના લોકોનું લંડન સાથે ખાસ કનેક્શન  જ નહિ, પરંતુ અડધાથી વધુ લંડન અથવા યુરોપમાં રહે છે. આ એટલું સમૃદ્ધ ગામ છે કે આખી દુનિયામાંથી લોકો તેને જોવા આવે છે.

આ ગામ ગુજરાતના કચ્છ જીલ્લામાં ભુજ નજીક આવ્યું છે. અને તેનું નામ માધાપર છે. ગામના અડધાથી વધુ લોકો લંડનમાં રહે છે. તમે કદાચ સાંભળ્યું નહિ હોય કે વિદેશમાં ઘણા ભારતીયોએ ભારતના ગામડાના ઘણા લોકોએ અહી પોતાનું જ ક્લબ બનાવી લીધું છે. પણ આ ગામના લોકોએ લંડનમાં પોતાનું એક ક્લબ બનાવ્યું છે, જેની ઓફીસ પણ છે.

1968 માં જ લંડનમાં માધાપર વિલેજ એસોશિએશન નામનું સંગઠન બન્યું છે. તેનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે. જેથી બ્રિટેનમાં રહેનાર બધા માધાપર ગામના લોકો એકબીજા સાથે કોઈને કોઈ સામાજિક કાર્યક્રમ દ્વારા મળતા રહે છે. આ પ્રકારે ગામમાં પણ એક ઓફીસ ખોલવામાં આવેલ છે જેથી તેઓ લંડન સાથે સીધા કનેક્ટ રહી શકે.

આ ગામમાં જે 17 બેંક છે, તે બધી મશહુર બેંકની જ બ્રાંચ છે. તેમાં 5000 કરોડ રૂપિયા જમા છે. સામાન્ય રીતે અહીંના લોકો ભારતના બીજા શહેરોમાં જવાના બદલે કેનેડા, અમેરિકા, કેન્યા, યુગ્નાડા, મોજાન્બીક, દક્ષિણ આફ્રિકા, અને તન્જાનિયા જતા રહ્યા છે. અને ત્યાં જઈને રહેવા લાગ્યા છે.

સૌથી મોટી વાત એ છે કે, લોકો તો આ ગામથી બહાર ગયા પણ ગામ હંમેશા પકડીને રાખ્યું છે. ગામથી તેમનો સંપર્ક હંમેશા બની રહ્યો છે. માધાપર ગામના લોકો વિદેશથી પૈસા કમાઈને ગામમાં જમા કરે છે. આ ગામના દરેક ઘરમાં ઓછામાં ઓછા 2 લોકો વિદેશમાં રહે છે.

ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાના આ ગામમાં પ્લે સ્કુલથી લઈને ઇન્ટર કોલેજ સુધી હિન્દી અને અંગ્રેજી મીડીયમનો અભ્યાસ છે. ગામનો પોતાનો શોપિંગ મોલ છે. જ્યારે આખી દુનિયાના મોટા બ્રાંડ રહે છે. ગામમાં તળાવ પણ છે અને બાળકોને સ્નાન કરવા માટે શાનદાર સ્વિમિંગ પુલ પણ છે.

આ ગામના લોકો હજી પણ ખેતી કરે છે. કોઈએ પણ પોતાનું ખેતર નથી વેંચ્યું. ગામમાં ખુબ જ મોટી ગૌશાળા છે. ગામમાં આધુનિક સુવિધાઓથી યુક્ત હેલ્થ સેન્ટર છે. ગામનો પોતાનો કોમ્યુનિટી હોલ છે. ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની ફિક્સ ડીપોઝીટ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “આ છે દેશનું સૌથી અમીર ગામ છે ! માત્ર 50,000 થી ઓછી વસ્તી હોવા છતાં 17 બેંકોમાં પડ્યા છે 5000 કરોડથી વધુ રૂપિયા…”

Leave a Comment