મળી ગયો છે પેટમાં દુઃખાવો, ગેસ, અપચો, તાવ, શરદીનો સચોટ દેશી ઉપાય, દૂધ સાથે 1 ચમચી આનું સેવન નહિ થવા દે સાંધાના દુઃખાવા….

દૂધ પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવી ઘણી વસ્તુઓ છે, જેને દુધની સાથે મિક્સ કરીને પીવાથી દુધની પૌષ્ટિકતા વધી જાય છે. તેમાંથી એક સુંઠ છે. સુંઠ સામાન્ય રીતે દરેક ઘરમાં શરદી કે તાવ આવવા પર અથવા મસાલાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, સુંઠને દુધમાં નાખીને પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. આ લેખમાં તેનાથી થતા ફાયદાઓ વિશે વાત કરીશું.

વાસ્તવમાં દુધમાં સુંઠ નાખીને પીવાથી તમારી ઈમ્યુન સિસ્ટમ વધવાની સાથે પાચનતંત્રમાં સુધારો અને હાડકાઓ મજબુત બને છે. જ્યારે સુંઠને દુધમાં નાખીને પીવાથી વજન ઓછો થવાની સાથે શરદી અને તાવમાં પણ રાહત મળે છે. ચાલો તો જાણી લઈએ દુધમાં સુંઠ મિક્સ કરીને પીવાથી થતા ફાયદાઓ વિશે.

ઇમ્યુનિટી : દુધમાં સુંઠ નાખીને પીવાથી શરીરમાં ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. સુંઠ એ સૂકાયેલ આદુ જ હોય છે. આ પ્રાકૃતિક રૂપથી ઈમ્યુન સિસ્ટમને શક્તિશાળી બનાવે છે. આ માટે સુંઠને નવશેકા દુધમાં નાખીને પીવો. તે એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. તેની એન્ટી ઈમ્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ શરીરને વાયરસ જર્મ્સથી બચાવે છે અને ઇમ્યુનિટી વધારે છે.

આ સાથે જ દૂધ પણ ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં પોતાનું યોગદાન આપે છે. દુધમાં મેગ્નેશિયમ, ઝીંક, થીયામીન, વિટામીન ડી અને વિટામીન બી-12 મળે છે. જે ઇમ્યુનિટી માટે ખુબ જ સારા છે. એક ગ્લાસ ગરમ દૂધ તમને દરરોજ ઇમ્યુનિટી બુસ્ટીંગ કરે છે.

શરદી-તાવ : શરદી-તાવ ખુબ જ સામાન્ય અને પરેશાન કરતી સમસ્યા છે. આ દરમિયાન ગળા અને નાકમાં ખુબ જ જલન અને ચીડનો અનુભવ કરાવે છે. તાવથી આરામ મેળવવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા ગરમ દુધમાં સુંઠ મિક્સ કરીને પીવો. સુંઠની એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટી માઈક્રોબીયલ, એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝના ગ્રોથને રોકીને બેક્ટેરિયા જર્મ્સ વગેરે સામે લડે છે. સુંઠ વાળું દૂધ પીવાથી ગળાની ખરેડી ઠીક થાય છે. તેનાથી ગળાને એક મુલાયમ અને રાહતનો અનુભવ થાય છે. જ્યારે દુધમાં રહેલ એમીનો એસિડ તમને ગાઢ નિંદર લાવવામાં મદદ કરે છે.

ડાઈજેસ્ટીવ સિસ્ટમ : સુંઠ એ પાચન ક્રિયા માટે લાભદાયક હોય છે. સુંઠનો ઉપયોગ પેટની સમસ્યા જેવી કે ગેસ, અપચો, પેટનો દુઃખાવો વગેરે ઠીક કરવા માટે ચુર્નના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. સુંઠનું દૂધ પીવાથી તમને ડાઈજેસ્ટીવ સિસ્ટમને સ્વસ્થ બનાવી રાખે છે.

સુંઠનું દૂધ પીવાથી ગેસ અને અપચોની સમસ્યા નથી થતી. સુંઠ એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ પેટમાં ડાઈજેસ્ટીવ જુસેસને ન્યુટ્રલલાઈજ કરીને રાખે છે. ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. સાથે જ દૂધ લેક્ટોજ અને સારા બેક્ટેરિયા પાચન ક્રિયાને ધીમી કરે છે. જેનાથી રીફ્લક્સની સમસ્યા નથી થતી અને પાચન સારું રહે છે.

બ્લડ પ્રેશર : જે લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તેમણે સુંઠનું દૂધ જરૂર પીવું જોઈએ. દુધમાં સુંઠ મિક્સ કરવાથી તે એક મેડીસીનલ દૂધ બની જાય છે. આ મેડીસીનલ સુંઠનું દૂધ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સુંઠ એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે.

તે લોહીને પાતળું પણ કરે છે, જેનાથી આર્ટરીજમાં બ્લડ ક્લોટીંગથી બચાવે છે. અને બ્લડ પ્રેશર ઓછું થાય છે. સાથે જ દૂધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે મહત્વપૂર્ણ હોય છે. દુધના પ્રોટીન્સ પણ બ્લડ પ્રેશરને ઓછું કરે છે. પરંતુ ધ્યાન રાખો કે દુધમાં ફેટની માત્રા ખુબ જ ઓછી હોવી જોઈએ.

હાડકા : સુંઠ વાળું દૂધ હાડકાઓ માટે ખુબ જ ફાયદાકારક છે. પોષણની કમી થવાથી શરીરમાં કેલ્શિયમ અને હાડકાઓ ગળવાની સમસ્યા થઈ શકે છે. સુંઠનું દૂધમાં વિટામીન ડી વધુ હોય છે. તેમાં કેલ્શિયમ પણ હોય છે, આ બંને તત્વ હાડકાઓ માટે જરૂરી છે.

સુંઠના એન્ટી ઈમ્ફલેમેટરી ગુણ તમને અર્થરાઈટીસના ખતરાથી બચાવે છે, તેની ઇમ્યુનિટી બુસ્ટીંગ શક્તિઓ હાડકાઓને ઇન્ફેકશનથી બચાવે છે. આથી દરરોજ સુંઠ વાળા દૂધનું સેવન કરવાથી પોતાની ઉંમરમાં થતી હાડકાઓની સમસ્યાઓથી બચી શકાય છે. દૂધ પણ હાડકાઓ માટે કોઈ ઔષધીથી કમ નથી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment