બજારમાં મળતા મોંઘા આંજણ લાગવવા કરતા ઘરે જ બનાવો આ હર્બલ આંજણ, આંખને નુકશાન પણ નહિ કરે અને થશે આટલા ફાયદા..

ભારતમાં આંજણ (કાજળ) નો પ્રયોગ સદીઓથી થતો આવ્યો છે. આંજણ આંખ માટે ઉત્તમ માનવામાં આવે છે અને તે આંખને સુંદર બનાવવાની સાથે રક્ષા પણ કરે છે. આંજણ લગાવવાથી ઘણા લાભ મળે છે. જો કે બજારમાં વેંચાણ આંજણ આંખ માટે સારા નથી. આથી આંખને સ્વસ્થ રાખવા માટે ઘરે જ બનાવેલ  આંજણનો ઉપયોગ કરવો જોઈએ.

ઘરમાં આંજણ સરળતાથી બનાવી શકાય છે. આંજણ બનાવવાની પ્રક્રિયા ખુબ જ સરળ છે. આ લેખમાં અમે તમને ઘરે બનાવેલ આંજણના ફાયદાઓ વિશે જણાવશું. તો ચાલો જાણી લઈએ ઘરે બનેલ આંજણના ફાયદાઓ વિશે.

ઇન્ફેકશન : ઘરે બનાવેલ આંજણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે આંખને ઇન્ફેકશનથી બચાવે છે. એટલું જ નહિ આંજણ લગાવવાથી માંસપેશીઓ મજબુત બને છે. અને તેમાં દુઃખાવાની ફરિયાદ પણ નથી રહેતી. વાસ્તવમાં ઘરે બનાવેલ આંજણમાં બદામનો પ્રયોગ કરવામાં આવે છે. જે આંખ માટે ખુબ ફાયદાકારક છે. જે લોકોની આંખમાં ઇન્ફેકશનની ફરિયાદ છે તે લોકોએ આંજણ ઉપયોગ જરૂર કરવો જોઈએ.

આંખની સફાઈ : ઘરે બનાવેલ આંજણ લગાવવાથી આંખની સફાઈ સારી રીતે થઈ જાય છે અને તેમાં રહેલ ગંદકી પણ બહાર નીકળી જાય છે. આ આંજણ લગાવવાથી આંખની રોશની પર પણ સારી અસર થાય છે અને તે કમજોર નથી થતી.

આરામ : ઘરે બનાવેલ આંજણ શુદ્ધ અને પ્રાકૃતિક વસ્તુઓને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. જેના કારણે તેમાં કોઈ પણ પ્રકારનું રસાયણ નથી હોતું. આ કારણે બજારમાં મળતા આંજણની સરખામણીમાં વધુ ફાયદાકારક છે. આ  આંજણને લગાવવાથી આંખને આરામ મળે છે. વાસ્તવમાં બદામમાં રહેલ વિટામીન ઈ મળે છે. જે આંખને આરામ આપે છે અને તેને સ્વસ્થ રાખે છે. તો ચાલો ઘરે આંજણ કેવી રીતે બનાવવું…

બદામનું આંજણ બનાવવા માટેની સામગ્રી : માટીનું કોડિયું, તાંબાની પ્લેટ, સરસવ અથવા એરંડાનું તેલ, બદામનું તેલ, એક નાની ડબ્બી, રૂ.

બનાવવાની રીત : સૌથી પહેલા માટીના કોડિયામાં તેલ નાખો. હવે રૂની વાટ બનાવીને તેમાં પલાળી દો અને તેમાં મૂકી દો. દીવાને પ્રગટાવીને તેની ઉપર તાંબાની પ્લેટ રાખો. પ્લેટને એ રીતે રાખો કે દીવો ઓલાઈ ન જાય. આ પ્લેટ પર થોડું બદામ મૂકી દો. આ બદામને પૂરી રીતે બળવા દો. જ્યારે આ બદામ બળી જાય તો બદામને લઇ લો. બધી બદામ બળી જાય તો ચાકુની મદદથી નીચે જામેલ કાળાશને કાઢી લો અને તેને એક ડબ્બીમાં ભરી લો.

એલોવેરા જેલથી આંજણ બનાવવાની સામગ્રી : એલોવેરા જેલ, કેસ્ટર ઓઈલ (એરંડિયું), એક તાંબાની પ્લેટ, રૂ, દીવો.

બનાવવાની રીત : આ આંજણ બનાવવામાં 7 થી 8 કલાક લાગે છે. સૌથી પહેલા એક દીવો લો અને તેમાં એરંડિયું નાખો. દીવામાં રૂ ની વાટ બનાવીને મૂકી દો. હવે એક પ્લેટ લઈ તેમાં એલોવેરા જેલ નાખો અને દીવાની વાટની ઉપર મૂકી દો. પ્લેટને એ રીતે મુકો કે એલોવેરા વાળો ભાગ બળી જાય. પૂરી રીતે બળી ગયા પછી ચાકુની મદદથી નીચે જામેલ કાળાશને કાઢી લો. આ એલોવેરા જેલથી બનેલ આંજણથી આંખને ઠંડક મળે છે.

કપૂરથી આંજણ બનાવવા માટેની સામગ્રી : કપૂર, તાંબાની પ્લેટ, એક નાની ડબ્બી.

બનાવવાની રીત : કપૂરને પ્લેટની નીચે મૂકી દો અને બાકસથી કપૂરને પ્રગટાવી દો. તેને પૂરી રીતે બળી જવા દો. જ્યારે કાળાશ બધી પ્લેટમાં ભેગી થઈ જાય તો ચાકુની મદદથી કાઢી લો અને એક ડબ્બીમાં તેને ભરી લો. કપૂરનું આંજણ 15 મિનીટમાં બનીને તૈયાર થઈ જશે. આ આંજણને આંખમાં લગાવવાથી આંખને આરામ મળે છે અને ધૂળના કણ આંખમાંથી બહાર નીકળી જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment