રસ્તા પર મફતમાં મળી જતી આ ઔષધી અમુલ્ય છે, વીંછીનું ઝેર ઉતારી, ચાંદા, ગઠીયાના દુઃખાવા ચપટીમાં થશે દુર, વાળ ખરતા હોય તો ખાસ વાંચો….

ગુલમહોરનું વૃક્ષ પોતાના બગીચામાં ઉગાવવાથી માત્ર સુંદરતા જ નહિ, પરંતુ ઘણા અન્ય ફાયદાઓ પણ થશે. તે ઘણી સ્વાસ્થ્ય બીમારીઓને રોકવામાં મદદ કરે છે. કારણ કે તેમાં એવા તત્વ સામેલ છે જે ઘણા ઔષધીય લાભ પ્રદાન કરે છે. આ વૃક્ષ ઉનાળા દરમિયાન ગુલમહોર ફૂલોથી ભરાઈ જાય છે. જેની સુંદરતા જોવા લાયક હોય છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે આ વૃક્ષ પવિત્ર પણ માનવામાં આવે છે. આ બે પ્રકારના હોય છે પીળા ગુલમહોર અને લાલ ગુલમહોર. આ બંને જ ખુબ જ ફાયદાકારક છે પણ બંને ફાયદાઓ અલગ અલગ છે.

એક્સપર્ટ ગુલમહોર વિશે જણાવે છે કે ઘણા લોકો ગુલમહોર ફાયદાઓ વિશે નથી જાણતા હોતા.  તેમજ જમીન પર તેના પાન અને ફૂલ પડ્યા રહે છે. જ્યારે તેના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. આજે અમે તમને ગુલમહોર વૃક્ષની વિશેષતા જણાવશું અને સાથે જ તેનાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે પણ જાણકારી આપીશું.

ટાલ પડવી અને ખરતા વાળ : જો તમે ખરતા વાળની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેના ઈલાજ માટે અદ્દભુત ઉપાય છે ગુલમહોરનું વૃક્ષ. ગુલમહોરના પાનને પીસીને તેનો પાવડર બનાવી લો. પછી તેમાં ગરમ પાણી નાખી મિક્સ કરી લો. તેને પોતાના માથામાં લગાવો. અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરવામાં આવે તો થોડા દિવસોમાં તમને તેનું પરિણામ જોવા મળશે.

પીરીયડ્સમાં થતી એઠન (ઉબકા) : મહિલાઓને દર મહીને માસિકમાં થતો તીવ્ર દુઃખાવો અને ઉબકાને પણ ગુલમહોર દ્વારા ઓછો કરી શકાય છે. ગુલમહોરના ફૂલનો ઉપયોગ દુઃખાવામાં રાહત આપે છે. આ માટે  તમારે તેના સુકાયેલા ફૂલને પીસીને પાવડર બનાવવાનો છે. પછી લગભગ 2 થી 4 ગ્રામ ચૂર્ણ લઈને તેમાં મધ મિક્સ કરી દો. આ નિશ્ચિત રૂપે તમને રાહત આપે છે. માસિક ધર્મના ઉબકામાં અસરકારક રૂપે કામ કરે છે.

મોઢાના ચાંદા : મોઢાના ચાંદા દરેક લોકો માટે ખુબ જ અસહ્ય પીડા સમાન હોય છે. આથી તેને જલ્દીથી જલ્દી ઠીક કરવા ખુબ જરૂરી છે. તેવામાં જો તમને દવા ખાવાની આદત નથી તો તમે દેશી ઉપાય કરી શકો છો. ચાંદાને જલ્દી ઠીક કરવા માટે ગુલમહોરના વૃક્ષનો ઉપયોગ થાય છે. તેની છાલનું થોડું ચૂર્ણ અને મધ મિક્સ કરો. આ મિશ્રણનું સેવન કરવાથી તરત જ આરામ મળશે.

ગઠીયાના દુઃખાવા : લોકોનું માનવું છે કે ગઠીયા રોગમાં પીળા રંગના ગુલમહોરના વૃક્ષના પાનને પીસીને તેનો ઉકાળો બનાવીને લગાવવાથી દુઃખાવામાં તરત રાહત મળે છે. પીળા ફૂલ વાળા ગુલમહોરના પાનને પીસીને લગાવવાથી ગઠીયાના દુઃખાવામાં રાહત મળે છે. તમે તેને ટ્રાય કરી શકો છો. તેનાથી તમને કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહિ થાય.

વીંછીનું ઝેર : વીંછીનું ઝેર માનવ શરીર માટે ખુબ જ ઝેરીલું હોય છે અને તમારા સ્વાસ્થ્ય પર ઘણો હાનિકારક પ્રભાવ પડી શકે છે. તે મોતનું કારણ પણ બની શકે છે. આથી તમારે તેનો તરત જ ઉપચાર કરવો જોઈએ. જયારે તમને કંઈ પણ સમજાય નહિ ત્યારે તેનો ઈલાજ કરવા માટે પીળા રંગની ગુલમહોર પીસીને પાવડર લગાવી લો. પ્રભાવિત જગ્યાએ લગાવવાથી વીંછીનું ઝેર ઓછું થઈ જશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment