જુના અને ગંદા થઈ ગયેલા ઈયરફોનને આ ટેકનીકથી કરો સાફ, થઈ જશે એકદમ નવા જેવા અને બગડશે પણ નહિ…

મિત્રો સ્માર્ટ ફોનને તો દરેક લોકો ક્લીન રાખતા હોય છે. પરંતુ શું તમે ઈયરફોનના વાયર પર જામેલ ગંદકીને સાફ કરી છે. જો નહિ, તો આજે આ લેખમાં અમે તમને ઈયરફોનના વાર પર જામેલી ગંદકીને સાફ કરવાની ખાસ ટ્રીક વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

દરરોજ ઉપયોગમાં લેવાતી એવી વસ્તુઓ, જે ગંદી થઈ ગયા પછી પણ આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો કે આજકાલ વ્યસ્ત જીવનશૈલીમાં નાની નાની વસ્તુઓનું ધ્યાન આપણે નથી રાખી શકતા. જેમ કે ઈયરફોન, જેનો ઉપયોગ દરેક લોકો કરતા હોય છે. ગીત સાંભળવા અથવા વાતચીત કરવી હોય તો તેની જરૂર પડે છે. એટલું જ નહિ ઘણા લોકો તેને એકબીજા સાથે ફેરબદલી પણ કરે છે. જે પર્સનલ હાઈજીન માટે બિલકુલ સારું નથી.

ઘણા લોકો ઈયરફોનની સાફ-સફાઈનું બિલકુલ ધ્યાન નથી રાખતા. ઘણા લોકોને તેને વાળીને ગમે ત્યાં મૂકી દેતા હોય છે. જેના કારણે ધૂળ-માટી તેના પર ચીપકી જાય છે. ગંદો વાયર અને ઈયરફોન દેખાવમાં સારા નથી લાગતા અને પર્સનલ હાઇજીન માટે પણ સારું નથી. તેવામાં આજે અમે તમને ઘણી એવી વાતો જણાવશું જેની મદદથી તમે વાયરની સાથે ઈયરફોનને પણ સારી રીતે ક્લીન રાખી શકશો.

ઈયરફોનના વાયરને આ રીતે કરો ક્લીન : સૌથી પહેલા ઈયરફોન વાયરને ક્લીન કરવાની જરૂરત છે. ધ્યાન રાખો કે વાયરને પાણીમાં નથી નાખવાનો. પરંતુ એક એક કપડાની મદદથી તેને લુછવાનો છે. આ માટે એક બાઉલમાં પાણી લઈ લો. અને તેમાં ડીશવોશ લીક્વીડ અને વિનેગરને મિક્સ કરી દો. હવે આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરી લો.

હવે એક કપડું લો અને મિશ્રણમાં તેને પલાળો અને ઈયરફોનના વાયરને લૂછો. ધ્યાન રાખો કે સાફ કર્યા પછી કપડાની બીજી બાજુથી ફરીથી તેને લુછી લો. આ દરમિયાન પાણીનું એક ટીપું પણ સ્પીકર પર ન પડે એની કાળજી રાખવાની. અને ન નીચે પડવી જોઈએ, નહિ તો ઈયરફોન ખરાબ થઈ શકે છે.

ઈયરફોન બર્ડ્સને ક્લીન કરવાની રીત : ધ્યાન રાખો કે બર્ડ્સની ક્લીનીંગ પાણી અથવા કોઈ પણ પ્રકારના લીક્વીડ દ્વારા નહિ કરી શકતી. એક ટીપું પણ અંદર જવાથી બર્ડ્સ પૂરી રીતે ખરાબ થઈ શકે છે. આ માટે ઈયરબર્ડ્સ લો અને તેની મદદથી સફાઈ કરો. આ સિવાય ઉપરનો ભાગ કપડાથી લુછી લો. બર્ડ્સ ક્લીન કરતી વખતે તમે ઈચ્છો તો નેલ પેઈન્ટ રીમુવર અથવા રો રબીંગ આલ્કોહોલનો ઉપયોગ કરી શકો છો. જો કે ઈયરબર્ડ્સની મદદથી નેલ પેઈન્ટ રીમુવર અને રબીંગ આલ્કોહોલનો ઉપયોગ કરો.

હેડફોન અથવા બ્યુટુથના વાયરની સફાઈ : હેડફોન, બ્લુટુથ, અથવા તો અન્ય કોઈ વાયર ગેજેટ્સ છે, તો તેને અઠવાડિયામાં એક વખત જરૂર સાફ કરો. જો તમે તેને પાણી અથવા અન્ય કોઈ લીક્વીડ વોશથી સાફ નથી કરવા માંગતા તો માત્ર પેટ્રોલની મદદથી પણ સાફ કરી શકાય છે. આ માટે તમે એક કપડામાં 5 થી 6 ટીપા પેટ્રોલ નાખો અને તેની મદદથી સાફ કરો. ઈયરફોન વાયર અને અન્ય વાયર ગેજેટ્સને સાફ કરવાની આ સરળ અને બેસ્ટ રીત છે.

જો તમારો ઈયરફોન ગંદો છે તો તમે અહીં આપેલ ટીપ્સની મદદથી તેને સાફ કરી શકો છો. સાથે જ તમે અન્ય વાયરને ક્લીન કરવા માટે પણ આ ઉપાયો અજમાવી શકો છો. તેનાથી તમારા જુના થયેલા વાયર પણ સાફ થઈ જશે, અને તેનો ઉપયોગ કરવાની પણ તમને મજા આવશે. આમ ઈયરફોનથી તમને કોઈ અન્ય ઇન્ફેકશન થવાની સંભાવના પણ ઓછી થઈ જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment