ગમે તેવી જૂની ડાયાબિટીસને કંટ્રોલ કરી ઘટાડી દેશે વજન અને કોલેસ્ટ્રોલ, જાણો આ ઔષધીના ફાયદા અને સેવન કરવાની રીત…

સામાન્ય રીતે બધા પ્રકારની સબ્જીઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ ઘણા એવા શાકભાજી હોય છે જે આપણા માટે ખાસ રીતે ફાયદાકારક સાબિત થતી હોય છે. તેવી જ રીતે ભીંડો ડાયાબિટીસના દર્દી માટે ઔષધી માનવામાં આવે છે. તે લીલા રંગના ફૂલ વાળો છોડ હોય છે. અને હિબીસ્ક્સ અને કપાસની જેમ પાદપ કુળથી સંબંધિત છે.

ભીંડો સ્વાદમાં ખુબ જ અનોખો હોય છે. સાથે જ ઘણા પ્રકારના પોષક તત્વ અને મિનરલ કેન્સરમાં પણ ફાયદાકારક છે. આથી તેને સુપરફૂડ કહેવામાં આવે છે. તેમાં પોટેશિયમ, વિટામીન બી, ફોલિક એસિડ અને કેલ્શિયમ મળે છે. ભીંડામાં ઓછી માત્રામાં કેલેરી અને ફાઈબર વધુ હોય છે. ચાલો તો જાણી લઈએ ડાયાબિટીસના દર્દી માટે ભીંડો કેટલો ફાયદાકારક છે.

શું કહે છે રિચર્સ ? : ભીંડો ડાયાબિટીસના શરૂઆતના સ્ટેજ પર ખુબ જ ફાયદાકારક છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકો ભીંડો ખાય છે તેમાં બ્લડ શુગરનું સ્તર ઓછું હોય છે. આ સિવાય તુર્કીમાં વર્ષોથી શેકેલા ભીંડાના બીજનો ઉપયોગ ડાયાબિટીસના ઇલાજમાં કરવામાં આવે છે.

ફાઈબર : ભીંડો એક એવી સબ્જી છે જેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જે ડાયાબિટીસના ઈલાજમાં પ્રભાવી છે. વધુ માત્રામાં ફાઈબર હોવાથી તેને એન્ટી ડાયાબીટીક ફૂડ માનવામાં આવે છે. આ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકટથી અવશોષણના દરને ધીમું કરીને બ્લડ શુગરના સ્તરને ઓછું કરે છે.

આ ગ્લાઈસેમીક કંટ્રોલની સાથે ઇન્સુલીન સેન્સીટીવીટીને પણ સુધારે છે. ભીંડો માત્ર ડાયાબિટીસને જ ઠીક નથી કરતું પણ પાચનને પણ સુધારે છે. ભૂખ ઓછી લાગે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

કોલેસ્ટ્રોલ : રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ડાયાબિટીસ વાળા લોકોમાં કોલેસ્ટ્રોલ વધવાની સંભાવના વધુ હોય છે. આથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને મેનેજ કરવા માટે એન્ટી ઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપુર ખાદ્ય પદાર્થનું સેવન કરવું સારું રહેશે. ડાયાબિટીસની જટિલતાને ઓછી કરવા માટે સારી હેલ્થ જરૂરી છે.

એન્ટી ઓક્સીડેન્ટ : ભીંડામાં પર્યાપ્ત માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. જે શરીરમાં તણાવના સ્તરને ઓછું કરે છે. પણ માત્ર ખાનપાનથી ડાયાબિટીસ નિયંત્રિત નથી થતું, પણ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો એ પણ જરૂરી છે. તણાવને ઓછો કરીને પણ ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. કારણ કે લાંબા સમય સુધી તણાવ લેવાથી બ્લડ શુગરનું સ્તર વધી શકે છે.

ભીંડાને આહારમાં સામેલ કરવાની રીત : 1 ) ભીંડામાંથી ઘણા પ્રકારના વ્યંજન બનાવી શકાય છે. તેને ડુંગળી અને ટમેટાના મિશ્રણ સાથે પણ ઉપયોગ કરી શકાય છે.
2 ) ભીંડાને સમારીને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે આ પાણીને પીય શકાય છે.
3 ) ભીંડાની છાલને ક્રશ કરીને અને છાલને ગાર્નીશના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. અથવા તેને આમ જ સેવન કરી શકાય છે.

4 ) તમે ભીંડાના બીજનો પાવડર ખરીદી શકો છો. અથવા બીજને સુકવીને પીસી શકો છો. ભીંડાનો પાવડર ડાયાબિટીસ માટે અને સપ્લીમેન્ટના રૂપમાં ફાયદાકારક છે.
5) ભીંડામાં કેલરી નથી હોતી, આથી તેના નિયમિત સેવનથી ડાયાબિટીસ નિયંત્રિત કરી શકાય છે.

આમ તમે ભીંડાનું સેવન કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. તેમજ તેની વિવિધ સબ્જી બનાવીને ખાઈ શકો છો. ભીંડો વજન ઓછું કરવાથી લઈને તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રિત કરી શકે છે. આથી ભીંડાને એક સુપર ફૂડ માનવામાં આવે છે. આમ ભીંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment