શુક્રવારે ભૂલથી પણ ક્યારેય ન કરો આ કામો….. માતા લક્ષ્મી થઇ જશે નારાજ… ભોગવવું પડી શકે છે આ નુકશાન.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

શુક્રવારે ભૂલથી પણ ક્યારેય ન કરો આ કામો….. માતા લક્ષ્મી થઇ જશે નારાજ… ભોગવવું પડી શકે છે આ નુકશાન.

મિત્રો હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. આપણે બધા જાણીએ જ છીએ કે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તે ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. તેથી જ દરેક લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના પ્રયાસો કરતા હોય છે. હિંદુધર્મમાં હજુ એક માન્યતા છે કે દેવી દેવતાઓનો કોઈ ખાસ દિવસ હોય છે. તેમાં શુક્રવારના દિવસ માતા લક્ષ્મીજીનોદિવસ માનવામાં આવે છે તેથી શુક્રવારના દિવસે માતા લક્ષ્મીનું પૂજા અને વ્રત કરવામાં આવે છે.

પરંતુ મિત્રો શુક્રવારે કોઈ એવું કાર્ય ન કરવું જોઈએ જેનાથી લક્ષ્મીજી નારાજ થઇ જાય અને આપણા ઘરમાંથી ચાલ્યા જાય. આપણે એ તો જાણીએ જ છીએ કે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા, વ્રત વગેરે કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણતા હોય છે કે શુક્રવારના દિવસે અમુક કાર્યો એવા પણ છે કે તેને કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. તેનાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ થવા લાગે છે. તો આજે અમે તમને જણાવશું કે શુક્રવારે ક્યાં કાર્યો ન કરવા જોઈએ. તેને જાણવા માટે આ લેખને પૂરો વાંચો.

પહેલું કાર્ય છે સાંજના સમયે સુવું. મિત્રો સાંજનો સમય સામાન્ય રીતે પૂજાપાઠનો સમય ગણાય છે. તે સમયે ઘરમાં સકારાત્મક ઉર્જાનું હોવું ખુબ જરૂરી છે. બધા દેવીદેવતાઓ સાંજના સમયે વધારે એક્ટીવ રહે છે. એવામાં ઘરનું કોઈ વ્યક્તિ તે સમયે સુવે છે તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવા લાગે છે. આ સાથે ઘરમાં જો કોઈ વ્યક્તિ સુવે તો તેના કારણે ઘરના અન્ય સભ્યોને પણ આળસ આવે છે અને મિત્રો આળસ અને નકારાત્મકતાથી ભરેલ ઘરમાં લક્ષ્મીજીનું આગમન થતું નથી. તમે કેટલી પણ પૂજા કરી લો તો પણ આવા વાતાવરણમાં લક્ષ્મીજી ઘરમાં રેહતા નથી અને હોય તો પણ ઘર છોડીને જતા રહે છે.

બીજુ કાર્ય છે ઘરમાં ગંદકી રાખવી. મિત્રો શુક્રવારના દિવસે ઘરને જેટલું બને તેટલું સ્વચ્છ રાખવું જોઈએ. તે આપણા સ્વાસ્થ્ય માટે તો લાભદાયી છે. પરંતુ સ્વચ્છ ઘરમાં લક્ષ્મીજીનો વાસ ઝડપથી થાય છે.જે ઘરમાં ધૂળ હોય, કરોળિયાની જાળો હોય અથવા અન્ય વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હોય તે ઘરમાં ક્યારેય લક્ષ્મીજી આવવાનું પસંદ કરતા નથી. કારણ કે લક્ષ્મીજીને ચોખ્ખાઈ વધારે પસંદ હોય છે. સ્વચ્છ ઘર હોય તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે.

ત્રીજું કાર્ય છે સ્ત્રીનું અપમાન. મિત્રો તમે એ વાત તો સાંભળી જ હશે કે ઘરની વહુ અને દીકરીઓ ઘરની લક્ષ્મી હોય છે. તેથી તેમનું માન સમ્માન કરવું ખુબ જરૂરી છે અને કોઈ પણ પરિસ્થિતિમાં તેમનું અપમાન ન કરવું જોઈએ. જે ઘરમાં મહિલાઓનું માન સમ્માન નથી જળવાતું, તેમના પર અત્યાચાર થાય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ક્યારેય નથી થતો. શુક્રવારના દિવસે તો મહિલાઓનું  ખાસ માન સમ્માન કરવું પણ અન્ય દિવસોમાં પણ કરવું જોઈએ.

ચોથું કાર્ય છે પ્રાણીઓ તેમજ જીવજંતુની હત્યા. મિત્રો શુક્રવારના દિવસે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રાણીઓ તેમજ અન્ય જીવોને કોઈ પણ પ્રકારનું નુકશાન ન પહોંચાડવું જોઈએ. એટલે કે ઉંદર, ગરોળી, કુતરા તેમજ અન્ય જીવોને મારીને કે કોઈ અન્ય રીતે નુકશાન ન પહોંચાડવું. આ ઉપરાંત આ દિવસે માંસાહારી ખોરાક પણ ન ખાવો જોઈએ.

તો મિત્રો શુક્રવારના દિવસે આ ચાર બાબતોનું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ.. જો લક્ષ્મીને આપણા ઘરમાં કાયમ ટકાવી રાખવી હોય તો…કોમેન્ટ માં લખજો “જય લક્ષ્મી માતા”

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

1 thought on “શુક્રવારે ભૂલથી પણ ક્યારેય ન કરો આ કામો….. માતા લક્ષ્મી થઇ જશે નારાજ… ભોગવવું પડી શકે છે આ નુકશાન.”

Leave a Comment