તમામ યુવતીઓ આ ખાસ વાંચે… ટાઈટ જીન્સ કે કપડા પહેરવાથી થતું નુકસાન તમારી જાન પણ લઇ શકે છે…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 ટાઈટ જીન્સ કે કપડા પહેરવાથી થતું નુકસાન 💁

👖 મિત્રો સ્કુલમાં અભ્યાસ કરતી છોકરી હોય કોલેજ કરતી યુવતી હોય કે ઓફિસે કામ કરતી મહિલા હોય દરેકની પહેલી પસંદ તો ટાઈટ કપડા હોય છે અને ખાસ કરીને ટાઈટ જીન્સ. છોકરીઓના ટાઈટ કપડા પહેરવા પાછળનું એક કારણ એ છે કે તેનાથી તેના શરીરનો આકાર વધારે આકર્ષક દેખાય છે. તેમજ તેમનો દેખાવ આવે છે તેવો તેમને ભ્રમ હોય છે. મહિલાઓને ટાઈટ જીન્સ પહેરવા એટલે પણ પસંદ હોય છે કે તેમાં કોઈ દુપટ્ટો કે પલ્લું સંભાળવાની ઝંઝટ નથી રહેતી.Image Source :

👖 પરંતુ શું તમે જાણો છો કે તમને આકર્ષક અને સ્માર્ટ લૂક આપતા ટાઈટ જીન્સ તમને નુકસાન પોંહચાડે છે.  ટાઈટ જીન્સ પહેરવાથી તમે અમુક બીમારીઓનો પણ શિકાર થઇ શકો છો. તો ચાલો જાણીએ કે ટાઈટ જીન્સ પહેરવાથી ક્યાં ક્યાં નુકસાન થાય છે અને મહિલાઓ તો ખાસ વાંચે.

👖 મિત્રો લોકો ફેશનના ચક્કરમાં ટાઈટ જીન્સ અથવા અન્ય કોઈ ફીટ ડ્રેસ ખરીદે છે તો ખરા પરંતુ તેને પહેરવાથી તમને ચાલવા કે દોડવામાં તકલીફ પડે છે તેટલું જ નહિ પરંતુ અન્ય નુકસાન પણ પહોંચી શકે છે જેમ કે તમારા શરીરનું પોશ્યર બગડી જાય છે.Image Source :

👩‍🏫 ટાઈટ જીન્સ અથવા તો કપડા પહેરવાથી ઉઠવા બેસવામાં ખાસ તકલીફ થતી હોય છે. જેનો દુષ્પ્રભાવ તમારી કરોડરજ્જુ પર પડવાની સંભાવના છે. તેનાથી તમને કરોડરજ્જુને લગતી સમસ્યાઓ થઇ શકે છે.

👩‍🏫 મિત્રો ભલે તમને એવું લાગતું હોય કે ટાઈટ કપડા પહેરવાથી તમારા બોડીનો શેપ સારો દેખાય છે. પરંતુ તમને જાણીને દુઃખ થશે કે નિયમિત આખો દિવસ ટાઈટ કપડા કે જીન્સ પહેરવાથી તમારા બોડીનો શેપ બગડી જાય છે. મતલબ કે લાંબા સમય પછી તમારું શરીર બેડોળ લાગતું દેખાશે.Image Source :

👖 ટાઈટ જીન્સ અથવા તો કોઈ પણ જીન્સનું પેન્ટ પહેરવાથી તમને ત્વચાની સમસ્યાઓ પણ થઇ શકે છે. ટાઈટ જીન્સ પહેરવાથી તમારી ત્વચા સખ્ત થઇ જાય છે જેના કારણે બ્લડ સર્ક્યુલેસન યોગ્ય રીતે થતું નથી. આ ઉપરાંત સ્કીન ટાઈટ જીન્સ પહેરવાથી પરસેવો બરાબર સૂકાતો નથી જેથી ત્વચા સંબંધી અન્ય બીમારીઓ થવાની સંભાવના ઉદ્દભવી શકે છે.

👖 ટાઈટ જીન્સ પહેરવાથી ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના પણ રહે છે અને એટલું જ નહિ પરંતુ ચર્મરોગ થવાની પણ સંભાવના ખુબ વધુ રહે છે.Image Source :

👖 મિત્રો ટાઈટ જીન્સ પહેરવાથી ત્વચાની નમી ઘટી જતી હોય છે જેનાથી ત્વચા સૂષ્ક પડી જાતી હોય છે. જેના કારણે ખંજવાળની સમસ્યા થઇ શકે છે અને ત્યારબાદ લાલ રંગના રેસીસ પણ જોવા મળી શકે. અન્ય ત્વચા સંબંધી બીમારી થવાનો ખતરો પણ વધી શકે છે.

👖 આ નુકસાન જાણીને તમને ખુબ જ નવાઈ લાગશે પણ આ એકદમ સાચું છે કે ટાઈટ જીન્સ પહેરવાથી શરીરનો દુખાવો તેમજ માથાનો દુખાવો પણ થઇ શકે છે.

👖 મિત્રો આ નુકસાન જાણીને એવું થાય કે આપણો ભારતીય પોશાક કે જેની અવગણના કરી છે.  અત્યારના મોર્ડન જમાનાએ તે આપણા શરીર પ્રમાણે સારો હતો. ઘણી મહિલાઓ અથવા છોકરીઓ એવું વિચારતી હોય છે કે જુના જમાનાના ડ્રેસ પહેરવા અને જીન્સ ન પહેરવા તેને તો એક બંધન લાગે છે વગેરે વગરે. પરંતુ આપણો હિંદુધર્મ પ્રમાણે જે પણ પોશાક હતો તે આપણા શરીર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હતો. માટે જીન્સ પહેરવાનું બંધ કરી દેવું તેવો નથી પરંતુ ટાઈટ જીન્સ પહેરવાથી ખુબ જ નુકસાન થાય છે. તેથી દરેક છોકરીએ કે મહિલાએ ક્યારેય ટાઈટ જીન્સ ન પહેરવું જોઈએ.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment