7 થી 8 મહિના પહેલા આ 5 શેરની વેલ્યુ હતી ધૂળ બરાબર, હવે રોકાણકારોને આપ્યો સીધો જ 500% નો નફો… જાણો એક એક શેરમાં કેટલો છે ફાયદો…

મિત્રો શેર બજાર એક એવું સ્થળ છે જ્યાં દરરોજ શેરના ભાવમાં વધ ઘટ થાય છે. અને આ શેર બજારમાં ક્યારેક નફો થાય છે તો ક્યારેક નુકશાન જાય છે. પણ જે લોકો શેર બજારમાં પોતાનું રોકાણ કરે છે તેઓએ પહેલા તો ધીરજ રાખવી પડે છે. તેમાં ક્યારે કયો શેર ટોપ પર આવે છે તે નક્કી નથી હોતું. આથી શેર બજારમાં પોતાના અનુભવના આધારે તેમાં રોકાણ કરવું જોઈએ. 

અમુક અઠવાડીયાને બાદ કરતાં આ વર્ષ હજુ સુધી શેર બજાર માટે ખરાબ સાબિત થયું છે. વર્ષ 2022ની શરૂઆતથી અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટી જેવા પ્રમુખ સૂચકઆંક લગભગ 6 ટકાના નુકસાનમાં છે. તેમજ આ દરમિયાન મિડકેપમાં લગભગ 6.50 ટકા અને સ્મોલ કેપમાં 10 ટકાથી વધુ પછડાટ જોવા મળ્યો છે. જોકે, વેચાણ પછી પણ અમુક એવા સ્ટોક છે, જેમણે પોતાના ઈન્વેસ્ટર્સને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. આજે અમે તમને એવા જ 5 સ્મોલકેપ સ્ટોક વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને આ વર્ષે અત્યાર સુધી 500 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.આ સ્ટોકે વર્ષ 2022ની શરૂઆત ભલે એક પેની સ્ટોકના રૂપમાં કરી, પરંતુ અત્યાર સુધીના આંકડા મુજબ, તે આ વર્ષે સૌથી સારું રિટર્ન આપનાર સ્ટોકમાંથી એક છે. વર્ષની શરૂઆતમાં આ સ્ટોકની વેલ્યૂ માત્ર 9.80 રૂપિયા હતી અત્યાર સુધી આ સ્ટોક 61.05 રૂપિયે પહોંચી ગયો છે. આ સ્ટોક માટે 52 વીક હાઇ લેવલ 67.75 રૂપિયા છે. તેનું 52-વીક લો લેવલ 5.73 રૂપિયા છે. આ પ્રકારે સ્મોલ કેપ સ્ટોક 2022માં અત્યાર સુધી લગભગ 523 ટકાનું રિટર્ન આપ્યું છે. અત્યારે આ કંપનીનું માર્કેટ કેપ 34 કરોડ રૂપિયા છે. 

સ્મોલ કેપ કેટેગરીના આ સ્ટોકે પણ જબરદસ્ત રિટર્ન આપ્યું છે. વર્ષની શરૂઆત તેણે માત્ર 10.46 રૂપિયાથી કરી અને અત્યારે 61.90 રૂપિયાએ પહોંચ્યા છે. તેનો મતલબ થયો કે, વર્ષ 2022માં આ સ્મોલ કેપ સ્ટોક અત્યાર સુધી લગભગ 256 ટકાની મજબૂતીમાં છે. આ રીતે VCU ડેટા મેનેજમેંટના સ્ટોક વર્ષ 2022ના મલ્ટિબેગર રિટર્ન આપનાર લિસ્ટમાં સમાવિષ્ટ થઈ ચૂક્યું છે. અત્યારે તેની માર્કેટ કેપ 95 કરોડ રૂપિયા છે. આંકડા મુજબ, આ સ્ટોકનો 52-વીક હાઇ 65.20 રૂપિયા અને 52-વીક લો 5.47 રૂપિયા છે.

એબીસી ગેસ સ્ટોકે વર્ષ 2022ની શરૂઆત 12.43 રૂપિયા લેવલથી કરી. અત્યારે આ શેરની વેલ્યૂ 64.40 રૂપિયાએ પહોંચી ગયી છે. આ પ્રકારે એબીસી ગેસ સ્ટોકે પોતાના ઈન્વેસ્ટર્સને આ વર્ષે અત્યાર સુધી લગભગ 400 ટકાનું રિટર્ન આપ્યું છે. તેની માર્કેટ કેપ માત્ર 7 કરોડ રૂપિયા છે. તેની ટ્રેડીંગ વેલ્યૂ પણ ઓછી છે. જે  તેણે ઘણું રિસ્કી બનાવે છે. એક હળવું ટ્રિગર થવાથી તે ઈન્વેસ્ટર્સના આખા ઈન્વેસ્ટમેન્ટને સ્વાહા કરી શકે છે.રિસ્પોન્સ ઇન્ફોર્મેટીક નાની આઇટી કંપનીનો શેર આ વર્ષે માત્ર પેની સ્ટોકથી મલ્ટિબેગર પેની સ્ટોક બનનારી સૂચિમાં સમાવિષ્ટ છે. તેણે વર્ષની શરૂઆત માત્ર 12.96 રૂપિયાથી કરી હતી અને અત્યાર સુધી 40.70 રૂપિયાએ ટ્રેડ કરી રહ્યું છે. આ પ્રકારે વર્ષ 2022માં આ સ્મોલ કેપ સ્ટોકે 215 ટકાનું રિટર્ન આપ્યું છે. 

ભારતીય શેર બજારમાં વર્ષ 2022માં જે પેની સ્ટોક પોતાના ઈન્વેસ્ટર્સને શાનદાર રિટર્ન આપીને મલ્ટિબેગર પેની સ્ટોક બનવામાં કામયાબ થયા છે, તેમની સૂચિમાં ધ્રુવા કેપિટલનો સ્ટોક પણ સમાવિષ્ટ છે. તેણે વર્ષની શરૂઆત માત્ર 4.54 રૂપિયાથી કરી અને હાલમાં 21.70 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે. 

શેર બજારમાં પૈસા લગાડવા રિસ્કી હોય છે. તેમાં રિટર્ન મળવાની કોઈ ગેરેન્ટી હોતી નથી. ઉપર જણાવવામાં આવેલ સ્ટોક માત્ર જાણકારી આપવા માટે છે. તેણે રોકાણ માટે સુઝાવ સમજવું જોઈએ નહીં. સ્ટોક માર્કેટમાં પૈસા લગાડતા પહેલા તમારે જાતે રિસર્ચ કરવું અથવા પોતાના પર્સનલ ફાઇનન્સ એડ્વાઇઝરની સલાહ લેવી.

Leave a Comment