જાણો હરણમાંથી મળતી દુનિયાથી સૌથી દુર્લભ ઔષધી કસ્તુરી વિશે, ક્યાં કામ આવે છે અને કેટલા છે ફાયદા…. જાણો કસ્તુરીની આ સંપૂર્ણ રહસ્યમય જાણકારી…

કસ્તુરી મૃગ એ એક વિશેષ પ્રકારનું હરણ હોય છે. તેના અંડકોષનો સુકાયેલો રસ હોય છે. કસ્તુરી ઉત્તરાખંડના હિમાલય ક્ષેત્રોમાં ચીન, આસામ, નેપાળ, દાર્જિલિંગ અને હિમાલયના અન્ય ક્ષેત્રોમાં જોવા મળે છે. કસ્તુરી એક અત્યંત સુગંધિત પદાર્થ હોય છે, જે પુખ્ત વયના નર હરણમાં ત્યારે ભેગું થવા લાગે છે, જ્યારે તે ધીરે ધીરે જવાન થાય છે. કસ્તુરી મૃગથી પ્રાપ્ત થતી કસ્તુરીનો ઉપયોગ પૂજા કરવા અને અનેક પ્રકારની ઔષધીઓ બનાવવા માટે કરવામાં આવે છે.

કસ્તુરી અત્યંત સુગંધીત હોય છે અને તેથી કહેવાય છે કે, કસ્તુરી મૃગને પણ આ સુગંધ ખુબ જ આકર્ષિત કરે છે જેના કારણે તે હંમેશા આ સુગંધિત પદાર્થની શોધમાં રહે છે. પરંતુ કસ્તુરી મૃગ આ વાતથી અજાણ હોય છે કે, જે સુગંધની તે શોધ કરે છે તે તેના શરીરમાં જ હાજર હોય છે.

1) કસ્તુરીમાંથી પ્રાપ્ત થતા પોષક તત્વો:-કસ્તુરીમાં પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, ફ્લોરાઈડ, એમોનિયા, ફેટ, એલેઈન જેવા પોષકતત્વો પ્રાપ્ત થાય છે. તેના સિવાય કસ્તુરીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇમ્પ્લેમેટરી જેવા ગુણ પણ હાજર હોય છે.

2) કસ્તુરીને બીજી ભાષામાં કહેવાય છે:- કસ્તુરીને હિન્દીમાં કસ્તુરી અને અંગ્રેજીમાં મસ્ક કહેવાય છે. આ ઉપરાંત કસ્તુરીને સંસ્કૃતમાં મૃગ નામ વ કસ્તુરી, બંગાળીમાં મૃગનભી, ગુજરાતીમાં કસ્તુરી, મરાઠીમાં કસ્તુરી, ફારસીમાં મુશ્ક અને અરબીમાં મિસ્ક કહેવાય છે.

3) કસ્તુરીના પ્રકાર:- કસ્તુરીને તેના ઉત્પતિ ક્ષેત્રોમાં જોતા તેને મુખ્ય ત્રણ રૂપે વિભાજિત કરવામાં આવી છે.

  • નેપાળી કસ્તુરી:- નેપાળના ક્ષેત્રોમાં ઉપલબ્ધ થતી કસ્તુરી મૃગ માંથી વાદળી રંગની કસ્તુરી પ્રાપ્ત થાય છે.
  • કામરુપી કસ્તુરી:- આ કસ્તુરી અસમના ક્ષેત્રોમાં ઉપલબ્ધ થતી કસ્તુરી મૃગમાંથી પ્રાપ્ત કરી શકાય છે. જેનો રંગ કાળો હોય છે. આ પ્રકારની કસ્તુરીને કામરૂપી કસ્તુરી કહેવાય છે કામરૂપી કસ્તુરી ગુણાત્મક દ્રષ્ટિથી સૌથી સારી કસ્તુરી માનવામાં આવે છે.
  • કાશ્મીરી કસ્તુરી:- આ કસ્તુરી ભારતમાં કાશ્મીરી ક્ષેત્રોમાં ઉપલબ્ધ થતા કસ્તુરી મૃગોમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ પ્રકારની કસ્તુરીનો રંગ બધા કરતાં અલગ હોય છે.

4) કસ્તુરીનું સેવન કરવાની યોગ્ય રીત:- કોઈ પણ શારીરિક કે માનસિક સમસ્યાને ઠીક કરવા માટે કસ્તુરીને અડધી રતી થી એક રતી સેવન કરવું જોઈએ. કસ્તુરીમાંથી બનાવવામાં આવતી આયુર્વેદિક ઔષધીનું નામ  મૃગનાભ્યાદીવટી કહેવાય છે. તેનો ઉપયોગ પણ કસ્તુરીના સ્થાન પર કરી શકાય છે. કસ્તુરીની ઔષધીનું સેવન દૂધ કે મલાઈની સાથે કરવાની સલાહ આપવામાં આવે છે. કસ્તુરીની તાસીર અત્યંત ગરમ હોય છે તેથી તેનું વધારે સેવન કરવાથી બચવું જોઈએ.

5) કસ્તુરીના ફાયદા:- કસ્તુરી શરદી કફને ઠીક કરવામાં અત્યંત મદદરૂપ થાય છે. શરદી કે કફ થવા પર કસ્તુરીની સુગંધ લેવાથી આ સમસ્યા ઠીક થાય છે. તેના સિવાય કસ્તુરીને સૂંઘવાથી માથાના દુખાવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે.

કસ્તુરીનો ઉપયોગ કાળી ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય છે. જે લોકોને કાળી ઉધરસની સમસ્યા હોય તેઓ કસ્તુરીનો ઉપયોગ કરી શકે છે. કસ્તુરીમાં એવા ગુણ હાજર હોય છે જે ઉધરસથી રાહત આપવામાં મદદ કરે છે. કાળી ઉધરસથી છુટકારો મેળવવા માટે કસ્તુરીને માખણમાં મેળવીને તેનું સેવન કરવાથી ઉધરસ તુરંત જ ઠીક થઈ જાય છે.મહિલાઓ માટે કસ્તુરીના ફાયદા:- કસ્તુરી ગર્ભાશય સંબંધિત રોગોને ઠીક કરવામાં પણ મદદ કરે છે. જે મહિલાઓનું ગર્ભાશય તેના સ્થાનથી અલગ હોય તેવી મહિલાઓ કસ્તુરી સાથે કેસરની સરખી માત્રા લઈને તેની નાની નાની ગોળીઓ બનાવી લે. આ ગોળીઓ માસિક ધર્મના આવતા પહેલા યોની માર્ગમાં રાખવાથી ગર્ભાશય પોતાના સ્થાન પર આવી જાય છે અને ગર્ભાશય સંબંધીત સમસ્યા ઠીક થઈ જાય છે, તેના સિવાય પુરુષોમાં વીર્યની કમીને પૂરી કરવા માટે પણ કસ્તુરીનો ઉપયોગ કરી શકાય છે.

કસ્તુરીના અન્ય ફાયદા:-

1 ) કસ્તુરીનો ઉપયોગ આંખના રોગને પણ ઠીક કરવા માટે કરી શકાય છે. આંખમાં ધૂંધળું કે કીકીમાં જાળા લાગવાની સમસ્યા થવા પર કસ્તુરીનો ઉપયોગ અત્યંત ફાયદાકારક હોય છે. કસ્તુરીમાં એવા તત્વો ઉપલબ્ધ હોય છે જે આંખોનું ધૂંધળાપણું અને જાળાને હટાવીને આંખને સાફ કરવામાં મદદ કરે છે. તેના સિવાય કસ્તુરીનો ઉપયોગ કરવાથી આંખોની રોશની પણ વધારી શકાય છે.2 ) કસ્તુરીનો ઉપયોગ હૃદય માટે પણ અત્યંત ફાયદાકારક છે. હૃદય સંબંધી કોઈપણ સમસ્યાને ઠીક કરવા માટે કસ્તુરીનો ઉપયોગ લાભદાયક છે. કસ્તુરીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની ઉચિત માત્રા ઉપલબ્ધ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખીને અનેક રોગોથી સુરક્ષા કરવામાં મદદ કરે છે.

3 ) કસ્તુરી વાત, કફ, બેભાન, કામેન્દ્રિય અને તૃષ્ણાની સમસ્યાને ઠીક કરવામાં મદદ કરે છે. કસ્તુરીનો ઉપયોગ ચામડીનો રોગ, ખીલ, ફોડલી અને પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે કરી શકાય છે. તેના સિવાય કસ્તુરીનો ઉપયોગ કરીને રક્તપિતની સમસ્યાને ઠીક કરી શકાય છે.4 ) કસ્તુરીના ઉપયોગથી રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે. કસ્તુરીમાં એન્ટી ઇમ્પ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ જેવા ગુણ ઉપલબ્ધ હોય છે. જે શરીરને સ્વસ્થ રાખીને અનેક રોગોથી સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરે છે. કસ્તુરીનું સેવન કરવાથી બીમારીઓ ઉત્પન્ન કરતાં કીટાણુઓને નષ્ટ કરવામાં મદદ કરે છે. તેના સિવાય કસ્તુરી શ્વાસના રોગીઓ માટે પણ અત્યંત ફાયદાકારક છે. કસ્તુરીમાં ઉપલબ્ધ તત્વ શ્વાસને ફુલતા રોકવામાં મદદ કરે છે.

5 ) કસ્તુરી શરીરમાં ઝેરી પ્રભાવને ઘટાડવામાં અત્યંત મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ દ્વારા ઝેરીલા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો તેને તરત જ કસ્તુરીનું સેવન કરાવવું જોઈએ. આમ કરવાથી શરીરમાંથી ઝેરની અસર જલ્દી ઘટવા લાગે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment