અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 જાણો તમારા જન્મના મહિનાથી તમે કેવા પક્ષી જેવું વ્યક્તિત્વ અને ખાસિયત ધરાવો છો… 💁
🦉 મિત્રો તમારા જન્મના મહિના અનુસાર એક પક્ષી તમારા ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે જણાવશે. વર્ષના દરેક મહિનાને વિવિધ પક્ષીઓ દ્વારા દર્શાવવામાં આવ્યા છે જે તમારા વ્યક્તિત્વ અને ભાગ્ય વિશે ઘણી બધી એવી વાતો કહેશે કે જેમાંથી અમુક વાતોથી તો તમે કદાચ અજાણ હશો. અહીં તમારા જન્મનો મહિનો શોધો અને ત્યારબાદ તમારે જોવાનું છે તે કયું પક્ષી દર્શાવે છે અને જે પરિણામ આવશે તે જોઇને તમે આશ્ચર્ય પામશો.Image Source :
🦉 સૌથી પહેલો મહિનો જાન્યુઆરી જેનું પક્ષી છે ઘુવડ. આ મહિનામાં જન્મેલ વ્યક્તિ પોતાના શબ્દો જાળવીને વાપરે છે. તેમજ આ લોકો શાંત સ્વભાવના હોય છે પરંતુ તેની સાથે તેઓ સર્જનાત્મક શૈલી ધરાવે છે. તેમનું લખાણ બીજાના આકર્ષણનું કેન્દ્ર બને છે. તેઓ પોતાની જાતને ખુબ જ સારી રીતે વ્યક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. તમે તમારા નીતિ નિયમ મુજબ ચાલો છો અને તમારા વિચારોમાં ખુબ જ ઊંડાણ પૂર્વકના હોય છે અને મિનીંગફૂલ હોય છે.
🦅 બીજો મહિનો છે ફેબ્રુઆરી તેનું પક્ષી છે પોપટ. જો તમારો જન્મનો મહિનો ફેબ્રુઆરી છે તો તમે એક મુક્ત મનના વ્યક્તિ છો. તમને જિંદગીમાં ક્યારેય કંટાળો નથી આવતો. તમારા વિચારો ખુબ જ ઉચ્ચ સ્તરના છે. કળા, સંગીત અને સર્જનાત્મક લખાણ તમે ધરાવો છો. તમારી આસપાસના વ્યક્તિઓ ઘણીવાર તમારા અલગ વ્યક્તિત્વ અને જિંદગીના ધ્યેયોથી પ્રેરણા મેળવતા હોય છે.Image Source :
🦅 ત્રીજો મહિનો છે માર્ચ તેનું પક્ષી છે રોબીન એટલે કે દેવચકલી અથવા કાળી ચકલી. આ મહિનામાં જન્મેલ વ્યક્તિ ગમે તેવી આકરી પરિસ્થિતિમાં પણ સાહસથી કામ કરવાની ક્ષમતા ધરાવે છે. તમારા પરિવાર અને મિત્રો તમારી ક્ષમતા અને વિશ્વાસને ખુબ માન આપે છે. તમે કોઈ પણ કાર્ય પૂરી મહેનતથી કરો છો. તમે ખુબ જ મજબુત મનોબળ ધરાવો છો.
🐣 ચોથો મહિનો છે એપ્રિલ જેનું પક્ષી છે canary (પીળચટુ,પીળા પીછાંવાળું ગાનારું પક્ષી.) તમે ખુબ જ રમુજી સ્વભાવના છો. બીજાને હસ્તા રાખવાનું તમને પસંદ છે અને લોકો પણ તમારા જોક વગેરે ખુબ જ માણે છે. તમારામાં જોકર બનીને લોકોને પણ હસાવવાની કળા રહેલી છે. પરંતુ બીજું બાજુ તમે ખુબ જ ચાલાક વ્યક્તિ પણ છો.Image Source :
🐣 પાંચમો મહિનો છે મે. તેનું પક્ષી છે Nightingle એટલે કે બુલબુલ. તમારા વિચારો ખુબ જ સકારાત્મક છે તેથી તમે તમારી આસપાસ સકારાત્મકતા ફેલાવો છો. તમારું સ્મિત કોઈને પણ આકર્ષવાની ક્ષમતા ધરાવે છે.
🐣 છઠ્ઠો મહિનો છે જૂન જેનું પક્ષી છે કબૂતર. આ લોકોમાં એક ખુબ સારા નેતાના ગુણ રહેલા છે. તમે ક્યાંય પણ જાવ હુકમો કરો છો અને લોકો તેને માને પણ છે.Image Source :
🐦 સાતમો મહિનો જેનું પક્ષી છે બાજ. તમારામાં આત્મવિશ્વાસ અતૂટ ભરેલો છે. તમે ખુબ જ સારા શ્રોતા છો. તમારા રહસ્યોને કેમ છૂપાવવા તે તમે ખુબ જ સારી રીતે જાણો છો. તમે હંમેશા એક વડીલ તરીકે જરૂરી લોકોને સલાહ આપવાની ક્ષમતા ધરાવો છો જે તે લોકોને મદદરૂપ નીવડે છે
🐦 આઠમો મહિનો છે ઓગસ્ટ જેનું પક્ષી છે કાબર અથવા કલકલિયો. તમે એવા વ્યક્તિ છો જેમને નવા મિત્રો બનાવા ખુબ જ ગમે છે. તમારું હૃદય ખુબ જ વિશાળ છે તમે હંમેશા બીજાને મદદ કરવા માટે તત્પર રહો છો.
🐦 નવમો મહિનો છે સપ્ટેમ્બર જેનું પક્ષી છે goshawk એટલે કે બાજ. તમને ચેલેન્જ એટલે કે પડકારો ખુબ જ ગમે છે. તમે તેનો ખુબ જ બહાદુરીથી સામનો કરો છો. તમે તમારી સ્ટોરીના હીરો છો. તમે ક્યારેય કોઈનો ભરોસો તોડતા નથી.Image Source :
🦅 દશમો મહિનો છે ઓક્ટોબર જેનું પક્ષી છે સ્વાન. તમારા જવાબો ઘડાયેલા હોય છો. તમને બીજાની મદદ કરવી ખુબ જ પસંદ છે અને તમે અન્યની મુશ્કેલીઓને ઝડપથી ઉકેલવાની ક્ષમતા ધરાવો છો. તમે સત્ય પ્રેમી છો. માટે લોકો તમારી પાસે સલાહ લેવા માટે આવવાનું પસંદ કરે છે.
🦅 અગિયારમો મહિનો છે નવેમ્બર જેનું પક્ષી છે મરઘી. તમે ખુબ જ સારા મિત્ર છો. તમારા મિત્રોની મદદ કરવા માટે તમે હમેંશા તૈયાર રહો છો અને હમેંશા તેમને ખુશ જોવા માંગો છો.
🦅 સૌથી છેલ્લો અને બારમો મહિનો છે ડીસેમ્બર જેનું પક્ષી છે કાગડો. તમે એક સાહસિક, જીજ્ઞાશું વ્યક્તિ છો. તમે આત્મવિશ્વાસથી ભરપુર છો. તમે એક સંતોષી વ્યક્તિ છો. તમારી જિંદગી હંમેશા નવા નવા અનુભવોથી પરિપૂર્ણ હશે.Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી