અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🌖ચંદ્ર ગ્રહણ દરમિયાન ભૂલથી પણ સ્ત્રીઓને ના કરવા જોઈએ આ કામ: 🌖
Image Source :
ચન્દ્ર ગ્રહણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયાની સાથે સાથે ખગોળીય પ્રક્રિયા પણ છે. અને ચંદ્ર ગ્રહણ સાથે જ આપણા જ્યોતિષ શસ્ત્રનો પણ એટલો જ મહિમા જોડાયેલો છે.
ચંદ્રગ્રહણ એ આપના શરીર પર પણ પ્રભાવ પાડે છે, એ વૈજ્ઞાનિક અંશે પણ ખરું છે. ચંદ્ર ગ્રહણ આપણા શરીર પર મહત્વનો પ્રભાવ પાડે છે. આમ તો ચંદ્ર ગ્રહણ સર્વ મનુષ્ય અને પરની માત્ર પર પ્રભાવ પાડે છે.
Image Source :
🌖 શાસ્ત્રોમાં કહેવાયું છે કે, ચંદ્ર ગ્રહણનો પ્રભાવ બધા પર પડે જ છે, પણ વિશેષ પ્રભાવ ગર્ભવતી મહિલાઓ પર બધાથી પણ વધુ પડે છે, ચંદ્ર ગ્રહણ અનુસાર અમુક વસ્તુઓ દરેક મનુષ્યએ ના કરવી જોઈએ પણ વિશેષ રૂપે ગર્ભવતી મહિલાઓ માટે ઘણી વસ્તુઓ કરવાની મનાઈ કરવામાં આવી છે.
તો ચાલો આપને તે જોઈએ કે, મહિલાઓએ અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગર્હણ દરમિયાન કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ… અને તે નુકશાનથી બચવા માટે શું કરવું જોઈએ.
Image Source :
🌒 ૧) શક્ય હોય તો પાણી ના પીવું જોઈએ..
જો ગ્રહણ એકદમ આંશિક હોય તો તમારે તેના નુકશાનથી બચવા માટે પાણી ના પીવો તો યોગ્ય છે, કેમ કે જો આપ ગર્ભવતી મહિલા હોવ તો આપના બાળક પર તે પાણીનો ખરાબ પ્રભાવ પડી શકે છે. શરીરમાં તે અવળી અસર કરી શકે છે.
જો અઆપ સામાન્ય મહિલા કે પુરુષ હોવ તો પણ જો શક્ય હોવ તો પાણીનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ જો ગ્રહણ બહુ મોટું હોય તો પછી ગર્ભવતી મહિલાઓએ જરૂર પાણી પીય લેવું પણ તેની સાથે તુલસીનું પાન જરૂર પાણીમાં નાખી દેવું.
Image Source :
🌒 ૨) ડાયરેક્ટ (નારી આંખે) ગ્રહણ ના જોવું જોઈએ.
વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે, કોઈએ સીધું ગ્રહણ ક્યારેય ના જોવું. કેમ કે, જો તમે સીધું ગ્રહણ જોવો છો તો તમને તેમાંથી નીકળતી કિરણો સીધી અસર કરે છે. જો આપ ગર્ભવતી મહિલા હોવ તો તમારે ગ્રહણના દર્શન કરવા જ નહિ. કેમ કે, ગ્રહણ આપના બાળક પર ખુબ ખરાબ પ્રભાવ પડે છે.
શાસ્ત્રો અનુસાર પણ કહેવાયું છે કે આપ જો ગર્ભવતી હોવ તો આપના માટે ગ્રહણ આપ માટે ગ્રહણ જોવાની મનાઈ છે.
Image Source :
🌒 ૩) સુવું ના જોઈએ
જો બની શકે કે ગ્રહણ આંશિક હોય અને દિવસે હોય તો આપને સુવું જોઈએ, નહિ. પણ ભારતીય શાસ્ત્રોના આધારે જો આપ બીમાર, બાળક કે, ગર્ભવતી મહિલા હોવ તો આપ જરૂર સુઈ શકો છો. પણ આપ પર શીળા ચંદ્રમાના પ્રકાશ ના પડે તે રીતે સુવું જોઈએ.
કારણ કે, તે વખતના ચંદ્રમાના પ્રકાશ આપના બાળક પર ખરાબ પ્રભાવ પડી શકે છે.
Image Source :
🌒 ૪) ભોજન ના કરવું જોઈએ
ગ્રહણ દરમિયાન ભોજન કરવી જોઈએ નહિ કેમ, કે ગ્રહણ દરમિયાન ચંદ્રની ૨૮ કલાઓ એક જ ગ્રહણમાં દેખાઈ જાય છે. તેથી આપનું ભોજન પણ એ દિવસે ફટાફટ બગડી જાવાની સંભાવના પણ વધુ છે. તેમાં પણ રાંધેલો ખોરાક બને ત્યાં સુધી ના ખાવો.
જો આપ બીમાર, બાળક કે ગર્ભવતી છો તો તમે બને તો ફળ ખાઈ શકો છો. અને જો શક્ય જ ના હોય તો આપ ભોજન કરો. પણ જો આપ એક સામાન્ય વ્યક્તિ છો તો આપ ગ્રહણ સમયે ભોજણ ના જ કરો.
Image Source :
🌗 ૫) ગ્રહણ વખતે સ્નાન ના કરવું. ગ્રહણ બાદ સ્નાન જરૂર કરવું.
આપ એક પુરુષ, મહિલા કે બાળક ગમે તે હોય આપ કોઈ વ્યક્તિઓએ ગ્રહણ કાલ દરમિયાન સ્નાન કરવું નહિ. કેમ કે, એ સમયે સ્નાન કરવા પર શાસ્ત્રોક્ત મનાઈ કરવામાં આવી છે.
પણ ગ્રહણ પહેલા અને ગ્રહણ સમય બાદ આપ લોકોએ જરૂર સ્નાન કરી લેવું. કારણ કે, ગ્રહણને એક ખરાબ સમય માનવામાં આવે છે. માટે ખરાબ સમય બાદ સ્નાન જરૂર કરવું જોઈએ. એમ શાસ્ત્રોમાં કહેવાયું છે.
Image Source :
🌗6) સીવવાનું કે કાપવાનું કામ ના કરવું.
જો આપ એક મહિલા છો તો આ સમયે તમારે કપડા સીવવાનું કે શાક કાપવાનું કામ ક્યારેય કરવું જોઈએ નહિ. અને તેમાં પણ આપ એક ગર્ભવતી મહિલા હોવ તો ક્યારેય આ બંને કામ આપે ક્યારેય કરવા ના જોઈએ. શાસ્ત્રોમાં પણ આ કામ માટે મનાઈ કરવામાં આવી છે.
આ ક્રિયા કરવાથી આપના બાળક પર આનો દુષ્પ્રભાવ પડે છે. અને આપનું આવનારું બાળક કોઈ ખોડ-ખપન વાળું પેદા થવાની સંભાવના થઇ શકે છે. માટે આપ જો એક મહિલા હોવ તો અથવા પુરુષ હોવ તો આપના ઘરની તમામ સ્ત્રીઓને આ વાત સમજાવો અને કાપવાની અને સીવવાની મનાઈ કરો.
Image Source :
🌗7) મંદિરમાં ક્યારેય મૂર્તિનો સ્પર્શ ના કરવો.
આપ ભલે સ્ત્રી હોય કે પુરુષ. ગ્રહણ દરમિયાન આપે મંદિરમાં જઈને ક્યારેય ગ્રહણ દરમિયાન મૂર્તિનો સ્પર્સ્શ કરવો નહિ કેમ કે, આ કરવાથી આપ પર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિપદા આવે છે.જો આપ ગર્ભવતી સ્ત્રી હોવ તો આપ માટે ખાસ આ કામ કરવાની મનાઈ કરવામાં આવી છે.
Image Source :
🌓૮) વૃક્ષ અને છોડના પાન ના તોડવા.
ગ્રહણ દરમિયાન વૃક્ષ કે છોડના પાન કે ડાળી તોડવા નહિ. કેમ કે, ગ્રહણ સમયે તે પણ તેની વિચિત્ર દશામાં હોય છે. અને શાસ્ત્રો સ્નુસાર કહેવાયું છે કે, જો આપને વૃક્ષ કે છોડના પાન તોડવા જ હોય તો આપ અગાઉ જ તોડી લો. ગ્રહણ શરુ થાય તે પહેલ આ કામ કરી લેવું.
જો ગ્રહણ સમયે તમે પાન તોડો તો તે પાન કે ડાળીના ઉપયોગની વિપરીત અસર આપના શરીર પર પડે છે. માટે યાદ રાખો કે ગ્રહણ સમયે પાન, છોડ કે ડાળી ક્યારેય કાપવી નહિ.
Image Source :
🌓તો મિત્રો આ હતા કેટલાક સૂચનો કે તમારે ચંદ્ર ગ્રહણ દરમિયાન ના કરવા જોઈએ. નહી તો શાસ્ત્રો અનુસાર તેની અવળી અસર આપના શરીર પર પડે શકે છે.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
Image Source :
👉તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ