બેસ્ટ મોબાઈલ ફોટોગ્રાફી કરવી હોય તો અપનાવો આ ટીપ્સ…. તમે પણ મોબાઈલથી જ બેસ્ટ ફોટો પડી શકશો.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

 Image Source :
દિવસે દિવસે નવી ટેકનોલોજી આવતી જાય છે, અને એમાં પણ ફોનમાં તો ખુબ જ અજબ અજબની ટેકનોલોજી દિવસે ને દિવસે બદલાતી જાય છે. ફોનમાં આવતા કેમેરા પણ હવે ખુબ અત્યાધુનિક થઇ ગયા છે. પહેલા સ્માર્ટ ફોનની શરૂઆતમાં લગભગ ૨ થી ૫ મેગાપીક્સલ સુધીના કેમેરા જ આવતા પણ વર્તમાન સમયમાં ૮ થી લઈને ૨૦ મેગાપિક્સલ સુધીના કેમેરાતો સામાન્ય થઇ ગયા છે, અને કેટલાક સ્માર્ટ ફોન તો એનેથી પણ વધારે મેગા પીક્સલ વાળા કેમેરા વાળા ફોન બનાવે છે.

 Image Source :
આજે બધા લોકો એક બીજાને પૂછતા હોય છે કે, તારે ફોનમાં કેટલા MB નો કેમેરો છે? મારે ફોનેમાં આટલા MB નો કેમેરો છે. લોકો એમ સમજતા હોય છે કે જેમ મોટો કેમેરો હોય એમ ખુબ સારો ફોટો આવે, હા, એ વાત ઘણા અંશે સાચી છે પરંતુ અમુક હદે એ વાત કરતા પણ મહત્વની વાત છે કે તમે ફોટો કેવી રીતે અને કેવા એન્ગલ થી પડેલો છે.

મોબાઈલમાં ફોટો પડવાના અમુક નિયમો અને અમુક સેટિંગ કેમેરામાં આપેલ જ હોય છે, પરંતુ તેના વિષે આપણને કઈ ખબર જ નથી હોતી. માટે આપણે યોગ્ય રીતે ફોટો પડી નથી શકતા, અથવા તો આપણી પાસે વધુ MB વાળો કેમેરો હોવા છતાં ફોટોમાં કલીયારીટી નથી આવતી હોતી.

 Image Source :
તો અમે તમને તમારા ફોન ના કેમેરાથી એવી રીતે ફોટો પડતા શીખાવશું કે તમે પડેલો ફોટો એ ફોટોગ્રાફીના નિયમ અનુસાર પણ પડશે અને તેને જોઇને લોકો તમારા ફોટોના વખાણ પણ કરશે.
તે માટે અમે તમને અમુક ફોનના સેટીંગ, પોઝ, નિયમો, ફોટો એન્ગલ અને ફોટોની બીજી ટ્રીક્સ શીખવશું જેનાથી તમારો ફોટો કેમેરો નાનો હોવા છતાં બેસ્ટ રીતે કેપ્ચર થશે.

ટ્રીક્સ / રૂલ્સ – (૧)
લેન્સ કેવી રીતે સાફ કરવો
મોબાઈલ ફોને માં સૌથી વધુ ભાર લેન્સ પર આપવામાં આવે છે, ફોને ભલે ગમે તે યુઝ થતો હોય પણ તેનો લેન્સ ક્લીયર હોવો જોઈએ. માટે તમારા ફોનના લેન્સ પર કોઈ ઓઈલ કે બીજા કોઈનો દાગ પડ્યો હોય તો તેને લુછીને સાફ કરી દો.
ત્યાં બાદ આપણે બીજા નિયમો પર ધ્યાન આપીએ.  Image Source :
ટ્રીક્સ / રૂલ્સ -૨)
ફોનને કેવી રીતે પકડવો.

મોટા ભાગના લોકોના ફોટો એટલા માટે જ સારા નથી આવતા કે તેને ફોન પકડવાની યોગ્ય રીત ખબર જ નથી. મોટા ભાગના લોકો ૧ હાથે ફોન પકડીને ફોટો લેતા હોય છે અને ઘણી વખત તે ફોટો પડતી વખતે ફોનનું ફોકસ હાથ ધ્રુજવાને લીધે બરોબર નથી આવતું હોતું. પણ યાદ રાખો કે મોબાઈલ ફોટોગ્રાફી વખતે ફોનને બંને હાથે પકડી રાખો અને ત્યારબાદ અંગુઠા દ્વારા કે પહેલી આંગળી દ્વારા જ ફોટો કેપ્ચર કરો.
આ રીતે ફોન પકડવાથી જ તમે બેસ્ટ અને શાર્પ રીતે ફોટો પડી શકશો. અને તમારો હાથ પણ નહિ ધ્રુજે.

ટ્રીક્સ / રૂલ્સ – ૩ )
૩*૩ થ્રીડનો ઉપયોગ કરો.. Image Source :
૩*૩ થ્રીડએ કેમેરા માં આપેલું એક ટુલ્સ છે જેનાથી તમારા મોબાઈલમાં 9 ચોરસ ખાના દેખાશે. તેને જ ૩*૩ થ્રીડ કહેવાય, તેનાથી જ આપને બેસ્ટ ફોટોગ્રાફી કરી શકીએ છીએ. આપણે મોટા ભાગે આ ટુલ્સનો ઉપયોગ નથી કરતા પણ આપણે આ ટુલ્સનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.

અત્યારે આપને બધા ફોટોગ્રફીના ટુલ્સ માટે તે ૩*૩ થ્રીડ ઓપન રાખીશું. અને આગળની ટ્રીક્સ શીખીશું. 
ટ્રીક્સ / રૂલ્સ – ૫)

૩*૩ થ્રીડનો ઉપયોગ કરી કઈ જગ્યાએ વધુ ફોકસ કરવું જોઈએ.

 Image Source :

જો તમે એક સામાન્ય રીતે ૩-૪ વ્યક્તિનો ફોટો એક સાથે લેતા હોય તો તમને પણ ખબર જ હશે કે મોટા ભાગના ફોટા સારા આવતા નથી, તેમાં કેમેરા કે ફોન નો કોઈ વાંક હોતો નથી પણ તમે લીધેલા એન્ગલનો વાંક હોય છે. તો અત્યારે અમે તમને બતાવીશું કે ક્યાં એન્ગલથી આપણે ફોટો શૂટ કરવો જોઈએ. જેથી આપણે તે ફોટો આકર્ષક રીતે પડી શકીએ.

તો આપણે ૩*૩ થ્રીડનો ઉપયોગ કરીને આપના સબ્જેક્ટ (વ્યક્તિઓ ) ને ઉપરના ફોટામાં દેખાડ્યું તેવી રીતે રાખો. તેમાં આપેલા વચ્ચેના બોક્ષના ૨ ડોટ્સ પર ભાર આપો. તમે જે વ્યક્તિઓના ફોટો પડવાના હોવ તે નીચે મુજબ રાખો જેનાથી તમારો પડેલો ફોટો એક આકર્ષિત રીતે પડશે અને જોવા વાળા લોકો પણ ફિદા થઇ જશે.

 Image Source :
ટ્રીક્સ / રૂલ્સ – 6)

ફોટોમાં દેખાતી ઓબ્જેક્ટ લાઈનને ઓળખો અને તે એન્ગલથી ફોટો પાડો.
કોઈ પણ વસ્તુનો ફોટો પડતી વખતે તમારે ફોટોમાં રહેલી કુદરતી લાઈનનો ઉપયોગ કરવાનો હોય છે તેનાથી તમારો ફોટો કુદરતી રીતે જ આકર્ષક દેખાશે અને તમે લીધેલો એન્ગલ પણ પરફેક્ટ બનશે.
હવે તમે આ રીતે કોઈ વસ્તુ કે વ્યક્તિના ફોટો પડતી વખતે ફોટોમાં રહેલા એન્ગલને ધ્યાનમાં રાખશો તો નીચે મુજબના પરફેક્ટ ફોટો પડી શકશો.

 Image Source :
ટ્રીક્સ / રૂલ્સ – 7)

૧, ૨ કે ૩ વસ્તુઓનો ફોટો પડવો હોય તો કેવા એન્ગલ લેવા જોઈએ.
તમારા ફોનમાં રહેલા કેમેરાથી જયારે તમે ૧ વસ્તુનો ફોટો પાડો ત્યારે તમારે તે ખુબ નજીકથી અને બેસ્ટ રીતે કેપ્ચર કરવો જોઈએ, જેનાથી તમે તે ફોટોનિ સુંદરતા વધારી શકો, અને તે વસ્તું તમારા વચ્ચેના ગ્રીડમાં આવે તે રીતે ફોટો પડશો તો બેસ્ટ રહેશે.બે કે ૩ વસ્તુઓનો ફોટો જયારે તમે પાડો ત્યારે તમારે તમારા એન્ગલને થોડો સાઈડમાં ઝૂકાવીને ડાબી બાજુની થ્રીડ પર ભાર દેવાનો હોય છે તેનાથી તે ફોટો એકદમ બેહદ ખુબસુરત પડી શકશે.

 Image Source :
ટ્રીક્સ / રૂલ્સ – ૪ )

બેકગ્રાઉન્ડમાં રહેલી કુદરતી ફ્રેમ યુઝ કરતા શીખો.
આપને જયારે ફોટો પડીએ ત્યારે બેક ગ્રાઉન્ડને ખાસ મહત્વ નથી આપતા હોતા, ફક્ત આપનું ધ્યાન જ્યાં ફોટો પડી રહ્યો હોય ત્યાજ રહેલું હોય છે. પણ અમે તમને જણાવી દઈએ કે હંમેશા તમારે બેકગ્રાઉન્ડનો પણ બેસ્ટ ઉપયોગ કરીને તેમાં રહેલી કુદરતી ફ્રેમને ઓળખી લઈને બેસ્ટ ફોટોગ્રાફી કરવાની છે. જુઓ તે કુદરતી ફ્રેમનો યુઝ કઈ રીતે કરાય તેના માટે નીચેનો ફોટો જોઈ લો…

મિત્રો તમને આ સજેશન ગમ્યા હોય તો અમને જણાવો અમે તમારા માટે મોબાઈલમાં બ્લર ફોટોગ્રાફીની બેસ્ટ ટીપ્સ અને DSL કેમેરા મોબાઈલ ફોટો ગ્રાફી વિશે પણ ટીપ્સ આપીશું… તો એના માટે તમે કોમેન્ટમાં “PART – 2 ” લખી અમને જણાવો..

 Image Source :
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image / video Source: Google

 

 

1 thought on “બેસ્ટ મોબાઈલ ફોટોગ્રાફી કરવી હોય તો અપનાવો આ ટીપ્સ…. તમે પણ મોબાઈલથી જ બેસ્ટ ફોટો પડી શકશો.”

Leave a Comment