અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
🐤 સોનાની ચીડિયા કહેવાતો આપણા ભારત દેશને રહસ્ય મય દેશ પણ માનવામાં આવે છે. હિન્દ્કોશ પર્વત માળાથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી અને કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. હાલના સમયમાં ભારત દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ ખુબ જ વિકાસ પામી રહ્યો છે. પરંતુ ભારતમાં આજે પણ ઘણા એવા સ્થળો છે જેમાં રહસ્યોના ભેદ હજી સુધી નથી ઉકેલાયા. જેના વિશે આપણે લગભગ નથી જાણતા. આપણે આજે તેના વિશે જાણીશું.
🌄 ગુફાઓ ભારતમાં ઘણી બધી છે પરંતુ અજંતા ઈલોરાની ગુફાઓ વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે ગુફાઓ કોઈ એલિયન્સના સમુહે બનાવી છે. ત્યાં એક વિશાલ કૈલાશ મંદિર છે. આર્કીલોજીસ્ટોના કહેવા પ્રમાણે આ મંદિર 4 હજાર વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે.
🌄 40 લાખ ટનની ચટ્ટાનોમાંથી બનેલું આ મંદિર કંઈ વસ્તુ થી બનાવ્યું હશે તે આજ પણ રહસ્ય જ રહ્યું છે. 4 હજાર વર્ષ તો શું આજે ઉપલબ્ધ ટેકનીકલ ઓજારો દ્વારા પણ આવી ગુફા કોઈ ન બનાવી શકે. એવું પણ માનવામાં આવે છે કે ઈલોરાની ગુફાની અંદર નીચે એક શહેર પણ વસેલું છે. પરંતુ તેવી માન્યતા છે વાસ્તવિકતા એવી નથી.
🏞 હિમાચલ પ્રદેશની પહાડીઓ વચ્ચે એક એવું તળાવ છે જ્યાં લાખો કરોડો નહિ પરંતુ આપણી કલ્પના બહારનો ત્યાં ખજાનો રહેલો છે. તે તળાવમાં દર વર્ષે ખજાનો વધતો જ ચાલ્યો જાય છે. જેમાં લાખો રૂપિયાની નોટો આપણને ઉપર જ જોવા મળે છે. કમૃનાગ ઝીલ લગભગ મંડી જીલ્લાથી લગભગ 60 કિલોમીટર દુર આવેલું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર તળાવમાં ભક્તો સોના અને ચાંદીના ઘરેણા અથવા તો રૂપિયા આ તળાવમાં નાખે છે.
🏞 સદીઓથી ચાલી આવતી આ પરંપરાના આધારે માનવામાં આવે છે કે આ તળાવમાં નીચે અરબોનો ખજાનો છુપાયેલો છે. ગરમીના સમયે ત્યાં સોનું અને ચાંદીના ઘરેણા ચોખ્ખા જોવા મળે છે. ત્યાં તેવી માન્યતા છે કે સોનું અને ચાંદી ચડાવવાથી માનતાઓ પૂર્ણ થાય છે. તેવી શ્રદ્ધાથી પોતાના શરીર પર રહેલ ઘરેણું તે તળાવમાં ચડાવી દે છે. તળાવ માંથી સોનું, ચાંદી અથવા પૈસા કાઢવામાં નથી આવતા. કેમ કે ત્યાંના લોકો એવું માને છે કે આ ખજાનો ઈશ્વરનો છે. અને કોઈ પણ લોકો તે ખજાનો ચોરતા પણ નથી.
🏫 ઉત્તર પ્રદેશમાં આવેલું વૃંદાવનમાં સ્થિત મંદિર આજે પણ ઘણા બધા રહસ્યો લઈને બેઠું છે. ત્યાં એવું માનવામાં આવે છે કે ત્યાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે. સવારે ખોલવામાં આવતા નિધિવનને સાંજે રાત્રીની આરતી પછી બંધ કરી દેવામાં આવે છે.
🏫 ત્યાર બાદ ત્યાં આવવાનું અને જવાનું બિલકુલ બંધ થઇ જાય છે. તેનો પ્રભાવ એવો છે કે ત્યાં દિવસ દરમિયાન રહેતા પક્ષીઓ પણ રાત્રે ત્યાંથી નીકળીં જાય છે. અને જો ત્યાં કોઈ પણ વ્યક્તિ છુપાઈને રાસ લીલા જોવાની કોશિશ કરે તો તે પાગલ થઇ જાય છે. નિધિવનની અંદર જ રંગ મહેલ આવેલો છે.
🏫 એવું મનાય છે કે તે મહેલમાં રોજ રાસલીલા બાદ રાધા અને કૃષ્ણ બંને અહિયાં વિશ્રામ કરવા આવે છે. રંગ મહેલમાં આવેલા ચંદનના લાકડાનો બનેલો પલંગ સાંજે સાત વાગ્યા પહેલા સજાવી દેવામાં આવે છે. પલંગની બાજુમાં એક પાણીનો લોટો, દાતણ, શ્રુંગારનો સમાન રાખી દેવામાં આવે છે.
🏫 ત્યાર બાદ રંગ મહેલની બહાર સાત તાળા લગાવી દેવામાં આવે છે. ત્યાર પછી જ્યારે સવારે પાંચ વાગ્યે રંગ મહેલનો દરવાજો ખોલવામાં આવે તો પથારી વિખાય ગયેલી હોય છે. અને પાણીનો લોટો પણ પીવાય ગયો હોય છે. નિધિવનના વૃક્ષો પણ અજીબ છે. તે વૃક્ષની ડાળીઓ ઉપર વધવાની હોય છે તે નીચેની તરફ વધે છે.
🌃 આ ઝીલ આમતો કંકાલ ઝીલના નામથી ઓળખાય છે પરંતુ તેને રૂપકુંડથી પણ ઓળખવામાં આવે છે. રૂપકુંડ તળાવ હિમાલય પર લગભગ 5029 મીટરની ઉંચાઈએ આવેલું છે. જો તમે ત્યાં જાવ તો દિવ્ય કુંડની ઊંડાઈ અને બધી બાજુ ફેલાયેલા નર કંકાલ આપણને દ્વિધામાં મૂકી દે તેવું છે.
🌃 રૂપકુંડનું સૌથી રહસ્ય મય કારણ ત્યાં રહેલા નર કંકાલ જ છે. નર કંકાલ માત્ર ત્યાં જ નથી જોવા મળતા પરંતુ તળાવની આજુ બાજુ રહેલા વિસ્તારમાં પણ જોવા મળે છે. નર કંકાલને લઈને ત્યાં રહેતા રહેવાસીઓમાં ઘણી બધી દંત કથાઓ પણ પ્રચલિત છે.ઈતિહાસ કારો વર્ષોથી ત્યાંનું રહસ્ય શોધી રહ્યા છે પરંતુ હજી સુધી ત્યાનું રહસ્ય અકબંધ જ રહ્યું છે. આ કંકાલોને સૌથી પહેલા 1942 માં બ્રિટીશ ફોરેસ્ટ ગાર્ડે જોયું હતું.
🌃 પહેલા તો એવું માનવામાં આવતું હતું કે આ કંકાલો બીજા વિશ્વ યુદ્ધ સમયે ત્યાંથી નીકળતા જાપાનીઝ સૈનિકોના છે. પરંતુ હવે વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કંકાલો 850 ઈ. સ. ના છે. તે ત્યાં આવેલા શ્રદ્ધાળુઓના અને ત્યાના સ્થાનિક રહેવાસીઓના છે. રીચર્સ દ્વારા જાણવા મળ્યું છે કે ત્યાંના કંકાલ બે અલગ અલગ સમૂહના છે તેમાંથી થોડાક એક જ પરિવારના સદસ્યોના છે. જ્યારે બીજા કંકાલ અપેક્ષાકૃત કરતા નાના લોકોના છે.
🗻 આ રહસ્ય મય જગ્યા દુનિયાના રહસ્યો માંથી એક જગ્યા છે. કોંગ્કા દર્રા લદાખમાં આવેલું છે. ત્યાંનું એવું કહેવાય છે કે અંતરીક્ષ જીવોનું ગુપ્ત સ્થાન છે. એટલા માટે ઘણી વાર ત્યાં ઉએફઓ જોવામાં આવ્યાની વાત સામે આવી છે. 2006 માં પણ ગુગલની સેટેલાઈટ દ્વારા ગુફાઓના ફોટો સામે આવ્યા હતા.
🗻 જેમાં ઉએફઓ હોવાની શંકા સામે આવી હતી. પરંતુ તે જગ્યા પર જવું ખુબ જ કઠીન કાર્ય છે. કેમ કે તે ખબૂ જ બર્ફીલું અને ઉંચાઈ વાળી જગ્યા છે. સૌથી મોટી વાત એ છે કે તે ભારત અને ચીનની વિવાદિત જગ્યા પર છે. આ બંને દેશ નજર રાખે છે પરંતુ ત્યાં જવાની કોઈ પણ હિંમત નથી કરતા.
⛰ લેહ લદાખની ખુબ સુરતી કોઇથી પણ છુપાયેલી નથી. પરંતુ એક એવું પણ રહસ્ય ત્યાં છે કે ત્યાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. લેહ જતી વખતે રસ્તામાં ચુંબકીય પહાડ આવે છે. તે પહાડનું એવું છે કે કોઈ પણ ધાતુ હોય તે પહાડ તરફ આકર્ષાય છે. Image Source :
⛰ વામાં આવે તો પણ કાર તે પહાડ તરફ ખેંચાય છે. તેનો મતલબ કે રસ્તા પર કાર બંધ કરી દઈએ તો કાર નીચેની તરફ ઉતરવાને બદલે ઉપરની તરફ ચડે છે. આ જગ્યાને દુનિયાની ગ્રેવિટી હિલ્સમાંથી એક માનવામાં આવે છે.
👭 કેરળના મલ્લાપુરમ જીલ્લામાં કોડીન્હી ગામ આવેલુ છે. જ્યાં લોકોને ત્યાં બાળકોનો જન્મ થાય તે મોટા ભાગના જુડવા જ જન્મે છે. આ જગ્યાએ ઘણા બધા દશકોથી જુડવા બાળકો જ જન્મે છે. તે ગામમાં ઘર, સ્કુલ, બજાર વગેરે જાહેર સ્થળો પર માત્ર હમશકલ નજર આવે છે. કોડીન્હી ગામમાં લગભગ 2000 પરિવાર રહે છે. સરકારી આંકડા મુજબ તે ગામમાં 250 જુડવા બાળકો છે.
👭 તે ગામમાં દરેક વર્ષે જુડવા બાળકોની સંખ્યા વધતી જ જાય છે. તેની પાછળના કારણો હજી સુધી કોઈ પણ શોધી નથી શક્યું. જુડવા લોકોમાં સૌથી વધારે ઉમર ધરવતા 64 થી લઈને 6 મહિનાના બાળકો સુધી છે. હવે તો તે ગામમાં એક સાથે ત્રણ બાળકોના પણ જન્મ થવાનું શરુ થઇ ગયું છે.
👭 તેનું બીજું પણ એક રહસ્ય એ છે કે જો જુડવા બાળકો માંથી એક બીમાર પડે તો બીજું બાળક પણ આપમેળે બીમાર પડી જાય છે. એટલા માટે ડોક્ટર પણ ત્યાં એકને દવા આપવાને બદલે બંને બાળકને દવા આપે છે. શોધકર્તાઓ દ્વારા કહેવાય છે કે મહિલાઓના ખાનપાનના કારણે ત્યાં આવા બાળકોના જન્મ થાય છે. પરંતુ આ શોધના કોઈ પણ ખાસ પ્રમાણ મળ્યું નથી.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ