શા માટે મોટાભાગના લોકો સફેદ રંગની જ ગાડી ખરીદે છે ? કારણ અને રહસ્ય જાણીને ચોંકી જશો… કાર ખરીદતા પહેલા જરૂર જાણો આ માહિતી…

ગાડી બધાના ઘરમાં એક ફેમિલી મેમ્બર જેવી હોય છે. ઘરમાં ગાડી હોય તો મુસાફરી કરવાનું સરળ બની જાય છે. અને જેની પાસે ન હોય અથવા બીજી ગાડી લેવા નો વિચાર કરી રહ્યા હોય તો કઈ ગાડી ખરીદવી અને કલરની પસંદગી માટે ઘર પરિવારમાં ચર્ચા વિચારણા ચાલતી હોય છે. તો આ સમસ્યાનો હલ જણાવતા આજે અમે માર્કેટની ગાડીઓના અલગ અલગ કલર વિશે જણાવીશું. માર્કેટમાં અનેક પ્રકારના કલરની ગાડીઓ જોવા મળે છે પરંતુ ખાસ કરીને દસ ગાડીઓ પડી હોય તેમાંથી ચાર ગાડીઓ તો સફેદ રંગની જ હોય છે, ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય કે આવું કેમ હશે?

તેની પાછળના જવાબદાર કારણોમાં સફેદ ગાડી લેવાથી ઘણા ફાયદા થાય છે. કોઈપણ પ્રોફેશનલ વ્યક્તિ તેની ગાડી નો કલર સફેદ જ પસંદ કરશે. કારણ કે તેનો રૂઆબ જ કંઈક અલગ હોય છે. અને સફેદ ગાડી થી એક સ્ટેટસ જળવાય છે. બીજા પણ અનેક ફાયદાઓ છે જે આપણે જોઇશું અને તેના ફાયદા જાણીને તમે પણ સફેદ ગાડી જ લેવાની પસંદ કરશો. સફેદ કાર લેવાના ફાયદા જે નીચે મુજબ છે:- 

1) કુલિંગ જલ્દી થશે:- જો તમે બીજા કલર પસંદ કરશો તેની તુલનાએ સફેદ ગાડીમાં કુલીંગ ખૂબ જ ઝડપથી થાય છે. ક્યાંક બહાર પ્રવાસે ગયા હોઈએ અને ભલે ને ગાડી તડકામાં પાર્ક કરી હોય તો પણ ફરી જયારે કાર ચાલુ કરશો, અને એસી કર્યા બાદ અંદરનું વાતાવરણ ઝડપથી ઠંડુ થઈ જશે. બીજા અન્ય બ્લેક, કોફી જેવા ગાડી ના કલરોમાં એસી જલ્દી કૂલિંગ નથી કરતું અને કાર ઝડપથી ઠંડી થતી નથી.

2) રીસેલ વેલ્યુ વધારે:- જો તમારી પાસે સફેદ કાર હોય અને થોડા સમય પછી તમારે બીજી નવી કાર લેવી હોય તો તેની રિસેલ વેલ્યુ પણ વધુ આવે છે. કારણકે તેના સફેદ રંગને કારણે તે ગમે તેટલી જૂની હશે પણ લાગે નહીં કે જૂની છે. તેમાં પણ જો તેની વધુ સાચવણી કરી હોય તો ધાર્યા કરતા પણ વધારે પૈસા મળશે. કારણકે કેટલીક વાર એવું બને છે કે તમારી પાસે સફેદ કલર સિવાય બીજા કોઈ કલરની કાર હોય તો ગ્રાહકને માત્ર કારનો કલર પસંદ ન આવતા તેનો સોદો કેન્સલ થઈ જાય છે.3) સ્ક્રેચ થવાના ખર્ચથી બચાય:- આની વિશેષ વાત એ છે કે સફેદ કલરમાં સ્ક્રેચ પડે તો જલ્દીથી બીજી વાર કલર થઈ જાય છે. અને ફરી કલર કરાવતા ખર્ચ પણ ઓછો આવે છે. કારણ કે બીજો કલર કરાવતા તેના વધારે પૈસા થાય છે. સફેદ કલરની તુલના એ બીજા કલર મોંઘા આવતા હોય છે. જો કારમાં વધારે સ્ક્રેચીસ પડ્યા હોય તો તમે કોઈપણ સફેદ કલર લગાવી દેશો તો સામેવાળા વ્યક્તિને વધારે ખ્યાલ નહીં આવે કે તમે કારને બીજો કલર કર્યો છે. આ તેનો ખૂબ જ સારો ફાયદો છે. તેના સિવાય સફેદ કારના સ્ક્રેચ રીમુવર લિક્વિડ માર્કેટમાં વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.

4) એસેસરીઝ સારી લાગે:- માર્કેટમાં બધા જ પ્રકારની વ્હિક્લ એસેસરીઝ મળે છે. અને તેમાં પણ કારમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના ફેરફાર કરાવતો હોય છે. જેમ કે ડોર ગાર્ડ, લાઈટ ચેન્જ, સ્ટીકર, ઘણા લોકો ક્રોમ લગાવતા હોય છે. તો સફેદ કારમાં સારું લાગશે અને કોઈ પણ પ્રકારની એસેસરી લગાવવાથી સારી દેખાશે. તેની જગ્યાએ બીજા કલરમાં કોઈ પણ એસેસરી જલ્દીથી મેચ થાય નહીં. કારમાં થીંગડા લગાવ્યા હોય તેવું લાગશે એટલે કે સફેદ રંગની કારમાં કોઈપણ એસેસરીઝ સારી જ લાગે છે.5) ડિસ્કાઉન્ટ માં ફાયદો:- જો કાર તમે સફેદ રંગની લેશો તો બીજા કલરની તુલના એ તમને ડિસ્કાઉન્ટ વધુ મળશે. કારણ કે બીજા કલરમાં સ્પેશિયલાઈઝેશન હોય છે અને તે મોંઘું પડે છે તેમાં વળી ડિસ્કાઉન્ટ પણ નથી હોતું પરંતુ સફેદ કલરની કારમાં ક્યારેક વધારે ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે.

6) સૌની પસંદગી:- સફેદ રંગ ની ગાડી મોટાભાગના લોકો પસંદ કરે છે. સફેદ રંગ દરેક ગાડીઓમાં જોવા મળે છે પણ સફેદ રંગની ગાડી વધુ સારી દેખાય છે. અને જો કોઈ વ્યક્તિએ ગાડીની સારી રીતે સાચવણી કરી હોય તો સફેદ કાર ગમે ત્યારે જોશો નવી જ લાગશે. પછી તે ગાડી ભલે નાની હોય કે મોટી હોય પરંતુ તે દરેક સ્થિતિમાં સારી જ લાગે છે.7) કલર એવો જ રહે:- ગાડીમાં મોટાભાગના કલર મેટાલિક સાઇન વાળા હોય છે. કારમાં મેટાલિક કલર હોય છે. પણ જો તમારી પાસે બેસમેન્ટ, પાર્કિંગ, શેડ, ઓફિસ જાવ ત્યારે કોઈ શેડ વાળું પાર્કિંગ ન હોય તો આખો દિવસ તડકામાં પડી રહેવાથી લાંબા ગાળે કારનો કલર ઝાંખો થઈ જશે. ત્યારે સફેદ કલરમાં ચમક ઓછી થવા લાગે તો પણ તે હંમેશાં નવી જ લાગશે. જ્યારે બીજા કલરમાં મેટાલિક સાઈન ઓછી થવાથી ડિસકલર લાગે છે. અને પછી તે જૂની દેખાય છે. તેની સામે જો સફેદ કલરમાં મેટાલિક સાઈન ઓછી થઈ જાય છે અથવા તો જતી રહે છે તો પણ સફેદ કલરની ગાડી સફેદ જ જોવાય છે, જૂની નથી લાગતી.

8) રિફ્લેક્ટીવ લાગશે:- સફેદ ગાડીની રિફ્લેક્ટીવ પ્રોપર્ટી બીજી કારના કલર કરતાં વધું સારી રહેતી હોય છે. એટલે કે ભારત જેવા ગરમ દેશમાં વધુ ગરમીના કારણે મોટાભાગના લોકો સફેદ કાર લેવાનું પસંદ કરે છે.આ તેનો એક સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે.9) સનરુફમાં ફાયદો થશે:- આજકાલ મોટાભાગના લોકો સનરુફ વાળી ગાડી પસંદ કરતા હોય છે. હાલમાં તેનો ટ્રેન્ડ વધારે ચાલી રહ્યો છે. અને જો તમારી કાર સફેદ રંગની હશે તો સનરૂફ સારી રીતે જોવાશે એટલે કે તમે ગાડીને પાર્ક કરી હશે અને જો કોઈ વ્યક્તિ ગાડીને જોઈ રહ્યું હશે તો તે સનરુફ સારી રીતે જોઈ શકશે. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે સનરૂફ વાળી ગાડી સફેદ જ સારી લાગે છે, અને તેની આ વિશેષતા વિશે બીજા કોઈને કહેવાની જરૂર નથી પડતી તે આપોઆપ જ દેખાઈ જાય છે.

10) રોયલ લુક:- સફેદ કલર હંમેશાં રોયલ લુક આપે હોય છે. બીજા કલર પણ સારા લાગતા હોય છે. પરંતુ સફેદ કલરની વાત જ કંઈક અલગ છે. બીજા કલરની સરખામણીએ સફેદ કલર વધારે સારો લાગતો હોય છે. આ રીતે જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા હોય તો કારના ફાયદા જાણીને સફેદ કાર લેવાનું અચૂકથી વિચારજો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment