જીવલેણ હાર્ટએટેકથી બચવું હોય તો જલ્દી કરાવી લો આ એક રિપોર્ટ, બચી જશે તમારો જીવ… જાણો કયો છે એ રિપોર્ટ અને શા માટે જરૂરી છે….

આજના સમયમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના હુમલા આવે છે. તેનું સૌથી મોટું કારણ આપણો અસંતુલિત ખોરાક અને જીવન શૈલી છે. કોલેસ્ટ્રોલ ના વધતા લેવલથી પણ હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. કોલેસ્ટ્રોલ એક વેક્સ જેવો પદાર્થ હોય છે. જે આપણા લોહીમાં ઉપલબ્ધ હોય છે અને કેટલાક કામો માટે શરીરને તેની જરૂરત પણ હોય છે. જોકે કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે ઘણો જરૂરી હોય છે પરંતુ તેનું લેવલ વધુ હોવાથી તે ખતરનાક મનાય છે. તેનું એક કારણ એ છે કે લોહીમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધારે હોવાથી રક્ત કોષિકાઓ સંકોચાવા લાગે છે. જેનાથી આર્ટરીમાં લોહીનો પ્રવાહ ખૂબ જ ઓછો થાય છે. જ્યારે આ કોલેસ્ટ્રોલ તૂટે છે તો તેનાથી કલોટીંગની સમસ્યા થાય છે. જેનાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકની સમસ્યાનો સામનો કરવો પડે છે.

કોલેસ્ટ્રોલને એટલા માટે પણ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે કારણ કે અન્ય બીમારીઓની જેમ આના કોઈપણ લક્ષણ શરીરમાં નજર નથી આવતા. એવામાં લોહી કોલેસ્ટ્રોલ લેવલને મોનિટર કરવાની સૌથી સારી રીત છે કે, તમે તમારું રેગ્યુલર ચેકઅપ કરાવો.કઈ ઉંમરમાં બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ ચેકઅપ કરાવવું?:- એક સંશોધન પ્રમાણે વ્યક્તિએ 20 વર્ષની ઉંમરથી પોતાનું બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ.એક વિખ્યાત સિનિયર કાર્ડિયોલોજિસ્ટનું કહેવું છે કે બાળકોમાં નવ વર્ષની ઉંમરમાં સૌથી પહેલા લિપિડ લેવલ ચેક કરાવવું જોઈએ ત્યારબાદ 17 થી 20 વર્ષની ઉંમરની વચ્ચે લિપિડ લેવલ ચેક કરાવવું જોઈએ.

બીજા સંશોધન પ્રમાણે બાળકોની શરૂઆતની ઉંમરમાં જ તેમનું કોલેસ્ટ્રોલ લેવલ જરૂર ચેક કરાવવું જોઈએ. બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને ઝડપથી વધતા કિસ્સામાં જોતા એ ખૂબ જ જરૂરી છે કે તમે કોલેસ્ટ્રોલ લેવલને ચેક કરાવીને તમારી દરરોજની આદતો બનાવો. ભારતમાં બ્લડ કોલેસ્ટ્રોલની વાત કરીએ તો અહીંયા શહેરોમાં 25 થી 30 ટકા લોકો અને ગ્રામીણ વિસ્તારોમાં 15 થી 20 ટકા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા છે. એક અભ્યાસ પ્રમાણે 20 વર્ષની ઉંમરમાં શહેરી આબાદીની વચ્ચે કુલ કોલેસ્ટ્રોલ એલડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લીસાઇડ લેવલમાં વૃદ્ધિ થઈ છે. કુલ મેળવીને એક્સપર્ટ સલાહ આપે છે કે 20 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓએ દર પાંચ વર્ષે પોતાનું કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવવું જોઈએ અને ત્યારબાદ ટેસ્ટની ફ્રિક્વન્સી વધારી શકાય છે.ઉંમરના પ્રમાણે કયું છે કોલેસ્ટ્રોલનું આઇડિયલ લેવલ?:- 19 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોલેસ્ટ્રોલ લેવલ 170 મિલિગ્રામ/ ડેસી લીટર થી ઓછું હોવું જોઈએ. એડલ્ટમાં કોલેસ્ટ્રોલનું નોર્મલ લેવલ 200 થી ઓછું હોવું જોઈએ. જે લોકોનો કોલેસ્ટ્રોલ 200 થી 239 ની વચ્ચે હોય છે તેમને બોર્ડર લાઈન કહેવાય છે. એવી સ્થિતિમાં જરૂરી છે કે તમે કોલેસ્ટ્રોલ લેવલને તેનાથી ઓછું રાખો.

હાઈ કોલેસ્ટ્રોલનું એક મુખ્ય કારણ ફેમિલી હિસ્ટ્રી:- હાઈ કોલેસ્ટ્રોલમાં આનુવંશિકતા પણ મુખ્ય ભૂમિકા નિભાવે છે. જે લોકોની હાઇ કોલેસ્ટ્રોલની હિસ્ટ્રી હોય છે તેમને પોતાના શરૂઆતથી જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમારા પરિવારમાં કોઈને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો તમને પણ આ સમસ્યા થવાની આશંકા વધી જાય છે.આને પારિવારિક હાઇપર કોલેસ્ટ્રોમિયા કહેવાય છે. આ સ્થિતિમાં તમારી રક્તવાહિકાઓમાં કોલેસ્ટ્રોલ જામવાનું જોખમ ઘણુ વધારે હોય છે. જેનાથી વ્યક્તિ ખૂબ જ ઓછી ઉંમરમાં હૃદય રોગ અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓ પ્રતિ વધારે સંવેદનશીલ થઈ જાય છે. જે લોકોના ઘરનું કોઈ સદસ્ય હાર્ટ એટેકની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યું હોય તેમને પોતાના બ્લડ કોલેસ્ટ્રોલના લેવલને લઈને ખૂબ જ સાવધાની વર્તવી જોઈએ.

બ્લડ કોલેસ્ટ્રોલના લેવલની રિપોર્ટ કેવી રીતે સમજવો:- કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે એચડીએલ અને એલડીએલ. એચડીએલ કોલેસ્ટ્રોલ ને ગુડ કોલેસ્ટ્રોલ કહેવાય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એલ ડી એલ કોલેસ્ટ્રોલને બેડ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે. તેના સિવાય ટ્રાયગ્લીસાઈટ્સને પણ વધારે ખતરનાક માનવામાં આવે છે. જેનો સીધો સંબંધ હૃદય રોગ સાથે હોય છે. કોલેસ્ટ્રોલ ટેસ્ટ દ્વારા આ બધાના વિશે જાણી શકાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને મિલિગ્રામ/ડેસીલેટર અને mg/dl ના રૂપમાં મપાય છે.

જ્યારે કુલ બ્લડ કોલેસ્ટ્રોલનું લેવલ 200 થી નીચુ હોય છે તો તેને સામાન્ય માનવામાં આવે છે. બોર્ડર લાઇન કોલેસ્ટ્રોલ ત્યારે હોય છે જ્યારે રીડિંગ 200 અને 200 થી 239 ની વચ્ચે હોય છે 240 થી ઉપર કોલેસ્ટ્રોલ ને વધારે ખતરનાક માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment