જાણો પતિ-પત્નીએ સુખી લગ્નજીવન માટે કેવી રીતે સુવું તેની સંપૂર્ણ માહિતી…બેડ, માથું, બેડરૂમ રાખવા સહિતની જાણકારી…

જો તમે વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ કરતા હોય તો તમને ખબર હશે કે એક ખુશહાલ લગ્ન જીવન માટે તમારે તમારી સુવાની દિશા સહિત ઘરમાં બેડ રાખવાની દિશા અને બેડરૂમ બનાવવાની યોગ્ય દિશાનું પણ ખૂબ જ ઝીણવટ પૂર્વક ધ્યાન રાખવું પડશે. હકીકતમાં આ વસ્તુઓ આપણા જીવન પર ઘણી જ અસર પડે છે. અને મહદ અંશે તમારા બેડરૂમની વસ્તુઓથી જ આ નિર્ધારિત થાય છે કે તમારું લગ્ન જીવન કેવું હશે. જો તમે વિવાહિત હોય અને આ વિશે કંઈ પણ જાણતા ન હોવ તો આ આર્ટિકલ તમારી ખૂબ જ મદદ કરશે. તો જાણો સંપૂર્ણ માહિતી, પતિ-પત્નીએ કઈ દિશામાં સૂવું જોઈએ.

1) પતિ પત્ની એ પોતાનું માથું કઇ દિશા તરફ રાખીને સૂવું જોઈએ:- વિશેષ રીતે તમે જોયું હશે કે પતિ-પત્ની સૂવાના સમયે એ વાતનું ધ્યાન નથી રાખતા કે તેમનું માથું કઈ દિશામાં છે અને પગ કઈ દિશામાં છે. આમ જોઈએ તો એક વિવાહિત દંપત્તિ જે દિશામાં સુવે છે તેનો તેમના લગ્ન જીવન પર ઘણો પ્રભાવ પડે છે. તેથી હંમેશા એ વાત પર ધ્યાન રાખવું જોઈએ કે સુવાની દિશા એકદમ સાચી હોય. વાસ્તુ પ્રમાણે જો સુતા સમયે પતિ પત્નીનું માથું દક્ષિણ દિશામાં માથું અને પગ ઉત્તર દિશામાં હોય તો તેમનું લગ્ન જીવન ખુશાલીભર્યું રહે છે. સામાન્ય રીતે દક્ષિણ દિશામાં માથું રાખી સુવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી આવતી.2) પતિ પત્નીએ પોતાનો બેડ આ દિશામાં રાખવો જોઈએ:- સામાન્ય રીતે યોગ્ય દિશામાં સુવા માટે સૌથી પહેલા એ જરૂરી છે કે પતિ પત્નીએ બેડરૂમનો બેડ યોગ્ય દિશામાં હોય. જ્યારે તમે તમારો બેડ સાચી દિશામાં રાખો છો ત્યારે તમે યોગ્ય સ્થિતિ અને દિશામાં સુઈ પણ શકો છો. તેથી વાસ્તુ પ્રમાણે પતિ પત્નીએ પોતાનો બેડ દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ અને પગને હંમેશા ઉત્તર દિશા તરફ રાખીને સૂવું જોઈએ. એ વાતનું ધ્યાન રાખવું કે આ તમારા જીવનમાં એક મહત્વ રાખે છે અને તેના પ્રમાણે તમારા બંને વચ્ચે તાલમેલ પણ સારો રહે છે. જો તમે વાસ્તુમાં વિશ્વાસ રાખતા હોવ તો તમારે ખુશાલી ભર્યું લગ્ન જીવન માટે આ વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ.

3) પત્નીએ અને પતિએ કઇ બાજુ સૂવું જોઈએ:- સામાન્ય રીતે પતિ અને પત્નીની સુવાની દિશા તો નિર્ધારીત થઈ જાય છે તેનો અર્થ એ છે કે એવું માનવામાં આવે છે કે બંનેને ઉત્તરની તરફ પગ અને દક્ષિણ દિશાની તરફ માથું રાખીને સૂવું જોઈએ.જો તમે ખુશાલી ભર્યું લગ્ન જીવન જીવવા ઈચ્છતા હોવ તો આ બંનેનું અત્યંત ઝિણવડપૂર્વક ધ્યાન રાખવું પડશે. વાસ્તુ પ્રમાણે પત્નીએ બેડની ડાબી તરફ અને પતિએ બેડ ની જમણી તરફ સૂવું જોઈએ તેનાથી પતિ અને પત્નીની વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે અને તેમના સંબંધમાં કોઈ પણ પ્રકારની કડવાશ આવતી નથી.4) પતિ અને પત્નીએ આ બેડ પર સૂવું જોઈએ:- આમ તો પતિ અને પત્નીની સુવાની દિશા તો યોગ્ય હોવી જ જોઈએ પરંતુ તેની સાથે જ એ પણ વધારે મહત્વ રાખે છે કે તમે જે બેડ પર સૂઈ રહ્યા છો તે કઈ વસ્તુનો બનેલો છે. વાસ્તુ પ્રમાણે એક લાંબા અને સારા લગ્ન જીવન માટે પતિ પત્નીએ હંમેશા લાકડાથી બનેલા બેડ પર જ સૂવું જોઈએ. આજના આધુનિક સમયમાં બજારમાં અલગ અલગ પ્રકારના મેટલના ફેસનેબલ બેડ મળે છે, જે મોટાભાગના ઘરોમાં જોવા મળે છે પરંતુ વિવાહીત દંપતિએ મેટલના બેડ પર ક્યારેય સૂવું ન જોઈએ. એવું કહેવાય છે કે લાકડાનો બેડ  દરેક પ્રકારની નકારાત્મક ઊર્જાને આવશોષિત કરી લે છે, જેનાથી પતિ-પત્નીમાં કોઈપણ પ્રકારની ગેરસમજ ઊભી થતી નથી,અને લગ્ન જીવન સુખમય રહે છે.

5) પતિ પત્નીનો બેડરૂમ આ દિશામાં હોવો જોઈએ:- જો તમે વિવાહિત હોય અને ઇચ્છતા હોવ કે તમારી પત્ની સાથે તમારો સંબંધ સાત જન્મો સુધી બનેલો રહે તો ઘરના ઉત્તર પશ્ચિમમાં સ્થિત રૂમમાં તમારે તમારો બેડરૂમ બનાવવો જોઈએ વાસ્તુ પ્રમાણે જો તમે તમારા ઘરમાં સૌથી મોટા દંપતી નથી તો ઉત્તર પશ્ચિમ દિશામાં તમારો બેડરૂમ હોવો તમારા અને તમારા પાર્ટનરના જીવન માટે ખૂબ જ લાભદાયક બની શકે છે. પરંતુ જો તમે ઘરના સૌથી મોટા દંપતી હોય તો તમારો બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી તમારા બન્નેના જીવન માંથી વાસ્તુદોષ દૂર થશે અને તમે એકબીજાની સાથે ખુશ રહેશો.6) શાંતિપૂર્ણ લગ્નજીવન માટે શું કરવું જોઈએ:- સામાન્ય રીતે તમારા લગ્ન જીવનને ખુશાલી ભર્યું અને શાંતિમય બનાવવા માટે વાસ્તુના નિયમો ખૂબ જ ઊંડાણપૂર્વક પાલન કરવા પડે છે. ખરેખરમાં વાસ્તુના નિયમ એવા હોય છે જે લગ્ન જીવન પર ખૂબ જ ઘેરી અસર કરે છે. આવો જાણીએ શાંતિમય લગ્નજીવન માટે દંપત્તિએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

દંપતિ નો સૂવાનો રૂમ દક્ષિણ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હોવો જોઈએ. બેડરૂમ ની દિવાલો હળવા અને સુખદ રંગો થી કલર કરવી જોઈએ, બેડની ઉપર એક જ ગાદલું અને એક જ રજાઈનો ઉપયોગ કરવાથી લગ્નજીવનમાં શાંતિ રહે છે. વાસ્તુ પ્રમાણે બેડ બનાવવા માટે સારી ગુણવત્તા ના લાકડાનો ઉપયોગ કરવો જોઈએ. બેડરૂમમાં હંમેશા તાજા ફુલો રાખવા જોઈએ અને તેને હંમેશા બદલતા રહેવું જોઈએ. ઘરના ઉત્તર પૂર્વ ભાગમાં સફાઈ કરવી જોઈએ. દક્ષિણ દિશામાં માથું કરીને સુવાથી પતિ પત્ની એકબીજાના શારીરિક સંબંધોથી સંતુષ્ટ રહે છે અને ઊંઘ પણ ખૂબ જ સારી આવે છે.

7) શાંતિમય જીવન માટે પતિ પત્નીએ શું ન કરવું જોઈએ:- લગ્ન જીવન માટે તમારે કેટલીક વસ્તુઓની પરેજી કરવી પડશે અને કેટલીક વસ્તુઓને તમારા જીવનમાંથી બહાર કાઢવી પડશે. તો આવો જાણીએ તે કઈ વસ્તુઓ છે. દંપતીએ ઉત્તર પૂર્વ દિશામાં બેડ રાખીને ન સુવું જોઈએ. કારણ કે આ દિશાને ઈશાન ખૂણો માનવામાં આવે છે જે પૂજા પાઠ માટે આદર્શ ખૂણો હોય છે. આ ખૂણામાં બેડ રાખવાથી વિવાહિત કપલનું મૃત્યુ પણ થઈ શકે છે કે પછી સ્વાસ્થ્ય સંબંધથી ગંભીર સમસ્યાઓ અને ગર્ભપાત તથા ગર્ભ ધારણ કરવામાં સમસ્યા થઈ શકે છે.તેની સાથે જ દક્ષિણ પૂર્વ દિશામાં પણ બેડરૂમ ન બનાવવો જોઈએ. શાંતિમય જીવન માટે કાંટાવાળો છોડ બેડરૂમમાં ક્યારેય ન લગાવવો જોઈએ. બેડ ની અંદર સામાન ભરીને રાખવાથી લગ્ન જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. દક્ષિણ દિશામાં પગ કરીને સુવાનું હંમેશા ટાળવું જોઈએ. પૂર્વ દિશામાં માથું કરીને સુવાથી પાર્ટનરને ગુસ્સો ખૂબ જ આવે છે, તેથી આ વાતનું ધ્યાન રાખવું જોઈએ     

લગ્ન એક પવિત્ર બંધન હોય છે, જે ન માત્ર બે લોકોને જોડે છે પરંતુ બે પરિવારોને પણ જોડે છે. તેથી સામાન્ય રીતે એક ખુશાલી ભર્યું અને સુખદ લગ્નજીવનની કામના દરેક વ્યક્તિ કરે છે. જ્યારે લગ્ન જીવન શ્રેષ્ઠ રહેતું હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે, અને નોકરી ધંધામાં પણ સારું પ્રદર્શન કરે છે.

તેથી લગ્ન જીવનને સારું બનાવવા માટે તમે ઉપર જણાવવામાં આવેલી વાસ્તુ ટિપ્સને ફોલો કરીને તમારા જીવનમાં ખુશાલી લાવી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે જેટલું જરૂરી હોય તેટલો જ તમારા બેડરૂમમાં બદલાવ કરવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment