તહેવારોની સિઝનમાં પૈસા બનાવવા છે તો આ શેરમાં કરો રોકાણ, ફટાફટ બનશો માલદાર.. જાણો એક્સપર્ટ અનુસાર તહેવારોમાં ક્યાં શેરમાં છે વધુ નફો…

મિત્રો તમે કદાચ શેર બજારમાં પોતાનું રોકાણ કરીને પૈસા કમાવવા માંગતા હશો. પણ શેર બજારમાં રોકાણ કરતા પહેલા તેનું પૂરેપૂરું જ્ઞાન હોવું ખુબ જ જરૂરી છે. આથી જ આજે અમે તમને આ લેખમાં એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવેલ કેટલાક સ્ટોક્સ વિશે માહિતી આપીશું. જે તમને નફો મેળવવા અને રોકાણ કરવામાં મદદ કરે છે. 

કોવિડ-19ના કારણે પાછલા 2 વર્ષ નબળા રહેલા બજારને આ વખતે ફેસ્ટિવ સિઝનથી ઘણી આશાઓ છે. ફેસ્ટિવ સિઝનમાં ભારતીય ગ્રાહક પારંપારિક રીતે ગાડીઓથી લઈને કપડાં અને વાસણની ખૂબ જ ખરીદી કરે છે. આ દરમિયાન ઇલેક્ટ્રોનિક્સથી લઈને ઘરેલુ ઉપયોગ માટે ઉપકરણો વગેરેનું પણ વેચાણ ખૂબ વધી જાય છે. કંપનીઓ એ વાતને ધ્યાનમાં રાખીને નવા-નવા પ્રોડક્ટસ બજારમાં ઉતારે છે અને ગ્રાહકોને લલચાવવા માટે અલગ-અલગ ઑફર્સ લાવે છે.તહેવારના આ મહિનાઓ શેર બજારના ઈન્વેસ્ટર્સ માટે પણ ઘણા કામના સાબિત થઈ શકે છે અને ખર્ચાની જગ્યાએ મોટી કમાણી કરાવી શકે છે. બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરીટીઝએ 5 એવા સ્ટોક વિશે જણાવ્યુ જે, આ ફેસ્ટિવ સિઝનમાં કમાણીની રીત બની શકે છે. 

મારુતિ સુઝુકી:- એક્સિસ સિક્યોરિટીઝની આ તાજી રિપોર્ટમાં પહેલું નામ છે દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીનું. આ નામ ચોકાવનારું પણ નથી. આખરે તહેવારના દિવસોમાં ભારતમાં હંમેશા ગાડીઓની ખરીદી વધી જાય છે. કારણ કે, મારુતિ સુઝૂકી યાત્રી કાર બજારમાં સૌથી વધુ હિસ્સેદારી રાખે છે, તેને ફાયદો થવો પણ વ્યાજબી છે. આ ફેક્ટને ધ્યાનમાં રાખતા એક્સિસ સિક્યોરિટીઝએ મારુતિ સુઝુકીના શેરને 9,801 રૂપિયાની ટારગેટ પ્રાઇઝ આપી છે. અત્યારે મારુતિ સુઝુકીના એક શેરની કિંમત 8,782.10 રૂપિયા છે. એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે, કંપનીને હાલમાં જ લોન્ચ થયેલ મોડેલ દ્વારા પોતાની બજારની હિસ્સેદારી વધારવામાં મદદ મળી શકે છે.બજાજ ફાઇનાન્સ:- બજાજ ફાઇનાન્સની ગણતરી દેશના સૌથી મોટા નોન-બેંકિંગ ફિનાન્શિયલ કંપનીઓમાં થાય છે. આ એનબીએફસી કંપની અત્યારે 1,368 શહેરી બ્રાન્ચ અને 2,218 ગ્રામીણ બ્રાન્ચની સાથે 1.3 લાખથી વધારે ડિસ્ટ્રિબ્યુશન પોઈન્ટની મદદથી 6 કરોડથી વધુ ગ્રાહકોને સેવાઓ આપી રહી છે. કંપની હાલના સમયમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર પણ જોર કરી રહી છે. આ કારણે બ્રોકરેજ ફર્મે બજાજ ફાઇનાન્સ સ્ટોકને 8,250 રુપિયાનું ટારગેટ પ્રાઇસ આપ્યું છે, જ્યારે તેની કરેંટ માર્કેટ પ્રાઇસ 7,162.05 રૂપિયા છે.

એસબીઆઇ કાર્ડ્સ એન્ડ પેમેંટ સર્વિસીઝ:- દેશના સૌથી મોટા બેન્કની આ સબસીડરી ભારતમાં સૌથી વધારે ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરાવનારી કંપનીઓ માંથી એક છે. તહેવારની ખરીદીમાં નિશ્ચિત રીતે આ કંપનીને વધારે ફાયદો થવાનો છે કારણ કે, એક બાજુ તેના ગ્રાહકો ક્રેડિટ કાર્ડથી વધારે ખર્ચો કરશે અને બીજી બાજુ કંપનીને નવા ગ્રાહકો પોતાની સાથે જોડવાની તક મળે છે. આ વાતોને જોતાં એક્સિસ સિક્યોરિટીઝે આ સ્ટોકને 958.35 રૂપિયાની હાલની કિંમતની તુલનાએ 1050 રૂપિયાની ટારગેટ પ્રાઇસ આપી છે.ટ્રેંટ:- ટાટા ગ્રૂપની આ કંપની રિટેલ સેગમેંટમાં ઝડપથી પગ પેસારો કરી રહી છે. આ કંપની પાંચ કોન્સેપ્ટ વેસ્ટસાઈડ, જુડીઓ, સ્ટાર, લેંડમાર્ક અને ઉત્સા સ્ટોર ચલાવે છે. પ્રીમિયમ રિટેલ સેગમેંટમાં ટાટા સમૂહની કંપની ટ્રેંટનો દબદબો છે. આ કારણે એક્સિસ સિક્યોરિટીઝે તેને 1,530 રૂપિયાની ટારગેટ પ્રાઇસ આપી છે જ્યારે હાલની કિંમત 1,414.15 રૂપિયા છે. 

રિલેક્સો ફૂટવિયર્સ:- તે ભારતના ઘરે-ઘરે પહોંચેલ બ્રાન્ડ છે. ખાસ કરીને ગ્રામીણ બજારોમાં. વેલ્યૂ ફોર મની પ્રોડક્ટ બનાવનાર આ કંપનીના બુટ ચંપલ ખૂબ ખરીદવામાં આવે છે. ગ્રામીણ બજારોમાં ફેસ્ટિવ સિઝનની ખરીદીમાં આ પ્રોડક્ટ વધારે વેચાય છે. તે કારણે એક્સિસ સિક્યોરિટીઝે તેને 1,008.70 રૂપિયાની કરેંટ પ્રાઇસની તુલનાએ 1,120 રૂપિયાની ટારગેટ પ્રાઇસ આપી છે. આમ આ શેરો પર રોકાણ કરીને તમે સારો એવો નફો મેળવી શકો છો.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment