ડાયાબિટીસ આવતા પહેલા શરીરમાં આવે છે આ 7 નાની મોટી બીમારીઓ, બચવા માટે જાણો તેના લક્ષણો… તો બચી જશો આ સાઈલેન્ટ કિલર બીમારીથી…

મિત્રો તમે જાણો છો તેમ આજના સમયમાં ડાયાબિટીસની સમસ્યા ઘરે ઘરે જોવા મળે છે. પણ ઘણી વખત આપણને ખબર નથી હોતી કે ડાયાબિટીસ ક્યાં કારણે થાય છે, ક્યારે થાય છે, તેના લક્ષણ શું છે, તેમજ જો ડાયાબિટીસ ની શરૂઆત હોય તેના પહેલા કોઈ સંકેત મળે છે કે નહિ. જો કે આવા સવાલો તમને થતા હશે, જો તમે આ લક્ષણોને સમજી લો તો તમે ડાયાબિટીસ સામે લડવામાં સક્ષમ બની શકો છો. 

આજના સમયમાં ડાયાબિટીસનું જોખમ ખૂબ જ વધી ગયું છે. તેનું કારણ છે અનહેલ્થી લાઇફસ્ટાઇલ. પરંતુ આ બીમારી ક્યારેય પણ અચાનક થતી નથી. ડાયાબિટીસ થતાં પહેલા પ્રીડાયાબિટીસ નામની એક બીમારી થાય છે. જેને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવું એ ડાયાબિટીસને આવકારો આપવા સમાન હોય છે. ઘણા લોકોને આ બીમારી વિષે ખબર હોતી નથી. જો તમે ડાયાબિટીસ જેવી જીવનભાર ચાલતી બીમારીથી બચવા માંગતા હોય તો તેનાથી સંબંધિત લક્ષણો જરૂરથી જાણી લો.શું હોય છે પ્રીડાયાબિટીસ? પ્રીડાયાબિટીસનો મતલબ છે કે તમારું બ્લડ શુગર લેવલ સામાન્ય કરતાં વધારે છે. તે અત્યાર સુધી ટાઈપ 2 ડાયાબિટીસ માટે પર્યાપ્ત નથી. પ્રીડાયાબિટીસનું શુગર કેટલું હોય છે? CDC મુજબ, જમ્યા વગર 99 મિલિગ્રામ/ડીએલ અથવા તેનાથી ઓછું બ્લડ શુગર લેવલ નોર્મલ ગણવામાં આવે છે. જ્યારે 100 થી 125 મિલિગ્રામ/ડીએલ થવાથી તમે પ્રીડાયાબિટીસની શ્રેણીમાં આવી જાઓ છો. 

પ્રીડાયાબિટીસ અને ડાયાબિટીસમાં શું અંતર હોય છે:- પ્રીડાયાબીસ થવાનો મતલબ છે કે તમારું બ્લડ શુગર લેવલ સામાન્ય કરતા વધારે છે. પરંતુ એટલું વધારે નથી કે ડાયાબિટીસનું નિદાન કરી શકાય. જ્યારે મધુમેહ ક્રોનીક બીમારી છે, જે શરીરમાં ઉચ્ચ રક્ત શર્કરાના સ્તરનું કારણ બને છે. તે એક ચયાપચયની સ્થિતિ છે જેમાં તમારું શરીર અથવા તો પર્યાપ્ત ઇન્સુલિનનું ઉત્પાદન કરવામાં સક્ષમ હોતું નથી અથવા તો ઇન્સુલિનનું અસરકારક રીતે ઉપાય કરવામાં સમર્થ હોતું નથી.પ્રીડાયાબિટીસના ગંભીર પરિણામ:-પ્રીડાયાબિટીસ તમારા દિલ, રક્ત વાહિકાઓ અને કીડનીને ક્ષતિ પહોંચાડી શકે છે. ભલે તમે ટાઈપ 2 મધુમેહથી ગ્રસીત ન હોય. પ્રીડાયાબિટીસ ને સાઇલેંટ હાર્ટ એટેકથી જોડવામાં આવે છે. 

પ્રીડાયાબિટીસના લક્ષણ:- વધારે તરસ લાગવી, વારંવાર પેશાબ લાગવો, ભૂખ વધુ લાગવી, થાક, ધૂંધળી દ્રષ્ટિ, પગ કે હાથમાં ખાલી ચડવી, વારંવાર સંક્રમણ, ધીમી ગતિએ રૂજાતા ઘા, અનપેક્ષિત વજનનું ઘટવું.શું પ્રીડાયાબિટીસ હંમેશા મધુમેહ તરફ લઈ જાય છે?:- જો તમને ઉપર આપેલ લક્ષણ માંથી કોઈ લક્ષણ દેખાય છે અથવા તો તેનો અનુભવ થાય છે તો તમને ડાયાબિટીસ થવાના નજીક સ્ટેજ પણ આવી શકો છો. આથી તમારે અગાઉથી સાવધાન રહેવાની જરૂર છે. હાવર્ડ મુજબ, જરૂરી નથી કે પ્રીડાયાબિટીસ વાળા દરેક વ્યક્તિને ડાયાબિટીસ ન થાય. અલ્પાવધિમાં પ્રીડાયાબિટીસ વાળા લગભગ 25% લોકો પૂર્ણ વિકસિત મધુમેહ વિકસિત કરે છે. 

પ્રીડાયાબિટીસથી કેવી રીતે કરવો બચાવ:- સ્વસ્થ જીવનશૈલી વિકલ્પ તમને પ્રીડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસની પ્રગતિ અટકાવવામાં મદદ કરી શકે છે. તેમાં સ્વસ્થ ભોજન કરવું, એક્ટિવ રહેવું, સ્થૂળતા ઘટાડવી, કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવું, ધૂમ્રપાન છોડવા જેવી પ્રેક્ટિસ સમાવિષ્ટ છે. આમ ડાયાબિટીસ થાય તે પહેલા પ્રી ડાયાબિટીસ ના કેટલાક લક્ષણો તમારા શરીરમાં જોવા મળે છે. જેને તમે અવગણો છો તો આગળ જતા તે ગંભીર બ્લડ શુગર લેવલ વધવા માટે આમંત્રણ આપવા બરાબર છે. આથી તમારે આજના સમયમાં ડાયાબિટીસ પ્રત્યે થોડી સાવધાની રાખવાની જરૂર છે. જે તમને હેલ્દી રાખવામાં મદદ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment