આઠના વાળો આ શેરે કરી દીધો ગજબનો કમાલ, 1 લાખના થયા સીધા જ 57 લાખ રૂપિયા… સમયગાળો જાણીને હેરાન રહી જશો…

શેર બજાર ના ઉતાર-ચઢાવ વચ્ચે કયા શેર માં ક્યારે ઉછાળો આવી જાય તે કહેવાતું નથી. મલ્ટીબૈગર સ્ટોક પોતાના રોકાણકારોને જોરદાર રિટર્ન આપે છે જોકે આવા સ્ટોકમાં રીસ્ક એટલે કે જોખમો પણ ખૂબ જ હોય છે. પરંતુ જે લોકો યોગ્ય કેલ્ક્યુલેશનના હિસાબથી આવા શેર પર દાવ રમે છે તેઓ ખૂબ સારો નફો કમાવી લે છે.

પરંતુ જ્યારે દાવ ઉલટો પડી જાય છે તો નુકસાન પણ મોટું ભોગવવું પડે છે. પરંતુ મલ્ટી બેગર શેર પોતાના રોકાણકારોને જોરદાર રિટર્ન તો આપી જ દે છે. એવો જ એક શેર ગ્લોબલ કેપિટલ માર્કેટ  (Global Capital Markets)છે, જેને પોતાના રોકાણકારોને બોનસ આપવાની ઘોષણા કર્યું છે. આ બોનસ શેર 10:6 ના રેશિયા માં આપવામાં આવશે. જોકે તેના માટે પણ કોઈ રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી નથી.

મહિના માં આટલું આપ્યું રિટર્ન : ગ્લોબલ કેપિટલ માર્કેટ ના શેરોએ પોતાના રોકાણકારોને ઓછા સમયમાં જ જોરદાર રિટર્ન આપ્યું છે આ એક સ્મોલ કેપ કંપની છે, જેનું વેલ્યુએશન 75.50 કરોડ રૂપિયા છે. ગ્લોબલ કેપિટલ માર્કેટના શેર સોમવારે 31.84 પર લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા. જોકે પાછલા કેટલાક સમયમાં ગ્લોબલ કેપિટલ માર્કેટના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. પાછલા પાંચ દિવસોમાં આ સ્ટોક 25 ટકા ટુટ્યો છે પાછલા એક મહિનામાં તેને 13 ટકા નું રિટર્ન આપ્યું છે. તેમજ પાછલા છ મહિનામાં આ સ્ટોકમાં 300 ટકા થી વધારે ઉછાળો આવ્યો છે. એક વર્ષમાં આ શેરે 454 % ની છલાંગ લગાવી છે.

👉 52 વીકનો હાઈ અને લો : ગ્લોબલ કેપિટલ માર્કેટ ના સ્ટોકે 20 ડિસેમ્બર 2022 એ પોતાના 52 વીકના હાઈ લેવલ પર 45 રૂપિયાએ પહોંચ્યો હતો. તેમજ તેની 52 વીક ની નીચી કિંમત 3.79 રૂપિયા છે, જે તેણે 1 મે, 2022ના રોજ બનાવી હતી. માર્ચ 2020માં ગ્લોબલ કેપિટલ માર્કેટ્સના એક શેરની કિંમત 53 પૈસા હતી, જે આજે 30 રૂપિયાના આંકડાને વટાવી ગઈ છે. એટલે કે ત્રણ વર્ષમાં રોકાણકારોના નાણામાં લગભગ 57 ગણો વધારો થયો છે. જો કોઈએ ત્રણ વર્ષ પહેલાં આ સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો રકમ વધીને 57 લાખ રૂપિયા થઈ ગઈ હોત.

👉 બોનસ શેર ની ઘોષણા : કંપનીએ 17 માર્ચે થયેલી મિટિંગમાં બોનસ શેર ની ઘોષણા કરી હતી. તેના દ્વારા પાત્રતા વાળા રોકાણકારોને એક રૂપિયાના ફેસ વેલ્યુ વાળા 10 શેર પર 6 બોનસ શેર આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે Q3FY23 દરમિયાન પ્રમોટરનો હિસ્સો 5.00 ટકા હતો. જ્યારે, સાર્વજનિક ભાગીદારી  95.00 ટકા હતી.  તે એક નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની છે.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા એક્સપર્ટ ની સલાહ અવશ્ય લેવી)

Leave a Comment