કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી પણ 6 ઘણું વધુ તાકાતવર ઓમિક્રોન વેરિયન્ટ, આ લક્ષણોને ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ… જાણો ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણો…

દક્ષિણ આફ્રિકામાં આવેલ કોરોનાનો નવો વેરિએન્ટ ઓમીક્રોને એક વખત ફરી લોકોની ચિંતા વધારી દીધી છે. ઓમિક્રોન બીજા દેશોમાં પણ જોવા મળ્યો છે એ સ્પષ્ટ જણાવે છે કે આ વેરિઅંટ ભારતમાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ વધુ સંક્રમક છે.

ઓમિક્રોન પર મોનોકલોનલ એન્ટીબોડી થેરેપીની કોઈ જ અસર થતી નથી. તે સિસ્ટમને પણ છેતરી શકે છે. ઓમિક્રોન કોરોના વાયરસનું નવું સ્વરૂપ B.1.1.529 (ઓમિક્રોન) દુનિયાની સામે એક નવી સમસ્યા બની ગયું છે. WHO એ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેને “ચિંતાનો પ્રકાર” તરીકે જાહેર કર્યો છે. દુનિયાભરના નિષ્ણાતો દાવો કરે છે કે ઓમિક્રોન જેવા ખતરનાક વેરિયન્ટ મોનોક્લોનલ એન્ટિબોડી થેરેપિની કોઈ જ અસર થતી નથી. આ વેરિયન્ટની તાકાત અને લક્ષણોને લઈને ઘણી બધી વાતો સામે આવી છે.

કેટલું ખતરનાક છે ઓમિક્રોન વેરિયન્ટ? : દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં ઓમિક્રોન ઇન્ફેક્શનના પ્રારંભિક આધાર ઉપર તેને ડેલ્ટા વેરિએન્ટથી 6 ઘણું તાકાતવર જણાવ્યું છે. ડેલ્ટા વેરિયન્ટ એજ છે જેને બીજી લહેર દરમિયાન ભારતમાં સંપૂર્ણ તબાહી મચાવી હતી. આ વેરિઅંટ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ પાછી પાડી દે છે. ન્યુયોર્ક ટાઈમના એક રિપોર્ટ અનુસાર ઓમિક્રોન પાછળના વેરિયન્ટથી વધુ સંક્રમક છે અને વેક્સિનેશન અથવા નેચરલ ઇન્ફેક્શનથી થતા પ્રભાવને બેઅસર કરે છે.

મોનોક્લોનલ એન્ટિબોડી થેરેપી બેઅસર : વધુ ઇન્ફેકશન અને લોકોના વધુ પડતા મોત થતા જ ડેલ્ટા વેરિયન્ટ ઉપર મોનોક્લોનલ એન્ટિબોડી થેરેપિની અસર થતી નથી. જે કોરોનાના શરૂઆતના ચરણમાં ચમત્કારિક ઈલાજ માનવામાં આવે છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પછી ઓમિક્રોન એક બીજો વેરિયન્ટ છે જેના ઉપર મોનોકલોનલ એન્ટીબોડી ટ્રીટમેન્ટની કોઈ જ અસર થતી નથી. 

કેવા છે ઓમિક્રોન ઇન્ફેક્શનનાં લક્ષણો : દક્ષિણ આફ્રિકામાં સૌ પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ કરનાર ડૉક્ટરે જણાવ્યું કે મેં તેના લક્ષણ સૌથી પહેલા ઓછી ઉંમરના એક વ્યક્તિમાં જોયા હતા જે લગભગ ૩૦ વર્ષનો હતો. તેમને જણાવ્યું કે દર્દીને ખૂબ જ થાક લાગી રહ્યો હતો અને તેમને થોડો માથાનો દુખાવો તથા સંપૂર્ણ શરીરનો દુખાવો પણ થતો હતો, તેમને ગળામાં ખરાશની જગ્યાએ ગળું છોલાઈ જવાની તકલીફ હતી. તેમની ઉધરસ હતી નહીં અને તેમને સ્વાદ જતો રહે તેવા કોઇ પણ લક્ષણ દેખાયું નહીં. ડોક્ટરે દર્દીના નાના સમૂહને જોઈને જ આ પ્રતિક્રિયા આપી હતી, લગભગ દરેક લોકોમાં તેના લક્ષણ કેવા હશે તેને લઇને તેમને કોઈ સ્પષ્ટ દાવો કર્યો નથી.

ડોક્ટરે જણાવ્યું કે તેમને દક્ષિણ આફ્રિકામાં એક વ્યક્તિને જ્યારે કોવિડ 19 ના નવા વેરિયન્ટથી સંક્રમિત થયેલ જોયું ત્યારે તેમને સંપૂર્ણ પરિવારની તપાસ કરી અને દુર્ભાગ્યવશ પરિવારના દરેક સભ્ય આ સંક્રમણના ઝપેટમાં આવી ગયા હતા,પરંતુ દરેક સંક્રમિતને તેના સામાન્ય લક્ષણો દેખાતા હતા.

ઓમિક્રોનની ઝપેટમાં છે આ દેશ : દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલો આ ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ હવે ઘણા બધા દેશોમાં ફેલાઈ ગયો છે. જર્મની, ઈટાલી, બેલ્જિયમ, ઇઝરાયેલ અને હોંગકોંગમાં તેના નવા કેસ દાખલ થયા છે. બ્રિટનમાં ઓમિક્રોનના કેસ આવ્યા છે ત્યારબાદ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને ટેસ્ટિંગને લઈને હવે સરકાર ખુબજ ધ્યાન રાખવા લાગી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment