આ સાત વાતને હંમેશા જ અંગત રાખો, નહિ તો લોકો ઉઠાવશે ફાયદાઓ, જાણો કઈ છે આ 7 વાત.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા જીવનમાં ઘણી બધી એવી ઘટના બનતી હોય છે, જે આપણને બધા જ લોકોને જણાવવાની ઈચ્છા ન થતી હોય, અથવા તો આપણે કોઈને કહી પણ ન શકીએ. પરંતુ અમુક બાબત હોય તેને આપણે આપણી પુરતું જ રાખવું જોઈએ. ઘણી બાબત એવી હોય છે બીજા લોકોને ન જણાવવી જોઈએ. તે વાતને આપણે સિક્રેટ જ રાખવી જોઈએ. પરંતુ મિત્રો અહીં તમને જણાવી દઈએ કે તમારા પરિવાર સિવાય આ સિક્રેટ અન્ય કોઈ પણ લોકોને ન જણાવવું જોઈએ.

તો આજે અમે તમને એવી સાત બાબત વિશે જણાવશું જે ક્યારેય કોઈ સમક્ષ વાત ન કરવી જોઈએ. તો ચાલો જાણીએ કંઈ છે એ સાત વાત વિશે. પરંતુ આ અંગત વાત તમે એક માત્ર પરિવારજનોને જણાવી શકો. બાકી ઘર બહાર કોઈ વ્યક્તિ ન જણાવવી જોઈએ.

આપણી યોજના કોઈને ન કહેવી જોઈએ : આપણે ભવિષ્ય માટે કોઈ પણ યોજના બનાવી હોય તેને કોઈ સમક્ષ રજુ ન કરવી જોઈએ. તે યોજનાને હંમેશા આપણા સુધી જ સીમિત રાખવી જોઈએ. તેની પાછળનું કારણ છે કે, આપણે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોઈએ તો તો તેમાં ઘણા બધા લોકો આપણી ખરાબ ટીકા કરતા હોય છે. કેમ કે આપણા ભવિષ્ય માટે આપણે જે સારું કાર્ય કરીએ તેમાં ઈર્ષાળુ લોકો આપણને અવરોધ ઉભા કરવા માટે નેગેટીવ વાત કરતા હોય છે. પરંતુ જો આપણી અંગત અને ભવિષ્યની વાત કોઈને જણાવવામાં ન આવે તો આપણી સફળતા અને આપણી નિષ્ફળતા આપણા હાથમાં રહે છે. નેગેટીવ વાતોથી હંમેશા આપણું મનોબળ નબળું પડે છે. માટે જો કોઈને આપણી ભવિષ્યની યોજના ન જણાવીએ તો આપણા માર્ગમાં અવરોધ આવે તેવા વિચારો આપણાથી દુર રહે છે.

સેવાનું કાર્ય કરવમાં આવ્યું હોય તો તે પણ કોઈને ન જણાવો : આપણા દ્વારા કોઈને મદદ કરવામાં આવી હોય તો તેના વિશે કોઈ પણ આપણે કહેવું જોઈએ નહિ. કેમ કે જો તેના વિશે કહેવામાં આવે તો આપણું પુણ્ય ઘટે છે. પરંતુ આપણું સેવાનું કાર્ય અવિરત કરતા રહીએ અને કોઈને જાણ ન કરીએ તો તેન ફળ આપણને વધારે મળે છે. સારા કાર્યોને હંમેશા છુપાયેલા રાખવા જોઈએ.

બહાદુરીથી ભરેલ કાર્ય વિશે કોઈને ન જણાવો : જો આપણો સ્વભાવ સાહસિક કાર્ય કરવાનો હોય તો પણ આપણી એ ખાસિયત વિશે કોઈને ન જણાવવું જોઈએ. આપણી આસપાસના લોકો રોજ આપણને મળતા હોય છે અને તે આપણા સ્વભાવથી વાકેફ હોય છે. પરંતુ તેમ છતાં પણ ઘણા લોકો પોતાના સાહસિક કાર્ય બીજાને જણાવતા હોય છે. પરંતુ ઘણી વાર એ બાબત આપણી છબી બગાડી શકે છે. માટે આપણા સત્કાર્યો અને સાહસભર્યા કામ વિશે કોઈને ન જણાવવું જોઈએ.

આપણી અંગતતા કોઈને ન કહેવી : આપણા જીવનમાં ઘણી એવી બાબત હોય છે જે હંમેશા આપણા સુધી જ સીમિત હોય, આપણો સમય, ખોરાક, ઊંઘ, અન્ય દિનચર્યા એ આપણા પરિવાર સુધી સીમિત હોવું જોઈએ. ત્યાર બાદ જીવનસાથી સાથે માણેલી અંગત પળો પણ કોઈ સાથે શેર ન કરવી જોઈએ. તેની જાણ માત્ર જીવનસાથીને જ હોવી જોઈએ.

આપણું આધ્યાત્મિક જ્ઞાન કોઈને ન કહેવું : આધ્યાત્મિક જગત એક એવી વસ્તુ છે, જે માત્રને માત્ર આપણા સુધી જ સીમિત રાખવી જોઈએ. કેમ કે આધ્યત્મ એ આપણી અંદર એક અદ્દભુત અહેસાસ હોય છે. જેને માત્ર આપણે મહેસુસ કરવો જોઈએ. કેમ કે આધ્યાત્મિક જ્ઞાનને ખજાના સ્વરૂપે માનવામાં આવે છે. માટે તેને બને ત્યાં સુધી અંદર મહેસુસ કરવો જોઈએ. આપણા આધ્યાત્મિક વિચાર, આપણા ઈશ્વર વિશેની સોચ કોઈને ન કહેવી જોઈએ. માટે આધ્યાત્મિક બાબતે જે કોઈ પણ અનુભવ થયા હોય તેને માત્ર આપણા પૂરતા જ સીમિત રાખવા જોઈએ. કેમ કે અમુક લોકો તેમાં પણ પ્રશ્નો ઉઠાવી શકે છે.

કૌટુંબિક સમસ્યાને કોઈ સામે ન રાખવી : મિત્રો એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ હોય તે સંસાર વગર અધુરો રહે છે. પરંતુ પારિવારિક સમસ્યાઓ પણ સંસારિક જીવનમાં જરૂર આવતી હોય છે. તે સમસ્યા આપણા પરિવાર સિવાય કોઈને કહેવી ન જોઈએ. અને બને ત્યાં સુધી આપસમાં જ તેનું સોલ્યુશન કરી નાખવું જોઈએ. કેમ કે ઘણી વાર બહારના વ્યક્તિને આપણી પારિવારિક સમસ્યા જણાવવામાં આવે આપણો ગેરફાયદો પણ ઉઠાવી શકે છે. માટે આપણા પરિવારની જે કોઈ સમસ્યા હોય તે આપણે સ્વજન સિવાય કોઈ પણ વ્યક્તિને ન કહેવી જોઈએ.કોઈ પણ સાંભળેલી વાત બીજાને ક્યારેય ન કહો : ઘણા લોકો આપણા કાને કોઈ બીજાની વાતો કરતા હોય છે. પરંતુ ક્યારેય પણ બીજાની વાતો પર ધ્યાન ન આપવું જોઈએ. ખાસ કરીને નિંદાની વાતો. કેમ કે લોકો પોતાના સ્વાર્થ માટે કોઈ પણ વ્યક્તિની નિંદા કરતો હોય છે. માટે કોઈના દ્વારા કહેવામાં આવેલ વાત બીજા લોકોને ક્યારેય ન કરવી જોઈએ.

જો કોઈ વ્યક્તિની નિંદા અને તેની ખરાબ ટીકા આપણી પાસે કોઈ વ્યક્તિ કરે તો તેનાથી આપણી પોઝીટીવ ઉર્જા પણ નષ્ટ થવા લાગે છે. માટે આપણે જો પોઝીટીવ વિચારો સાથે રહેવું હોય તો બીજા લોકો દ્વારા કોઈ ત્રીજી વ્યક્તિની કરવામાં આવતી નિંદા પર ધ્યાન ન આપવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment