શિયાળાની શરૂઆત થઈ ગઈ છે,અને હવે આપણને અલગ અલગ શાકભાજી પણ મળતા શરુ થઈ ગયા છે. તેમાં હવે આમળા પણ ઠેર ઠેર જોવા મળે છે. આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી જોવા મળે છે. આ સિવાય આમળાને એન્ટી ઓક્સીડેન્ટનો મુખ્ય સ્ત્રોત કહેવામાં આવે છે. જે વાળ અને ત્વચાની ઘણી બધી તકલીફમાં છુટકારો આપવા માટે મદદરૂપ થાય છે. ત્યારે આપણે એ જાણકારી લેવી જોઈએ કે આમળાના પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો. આ લેખમાં અમે જણાવશું તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાને ડાઘ રહિત કંઈ રીતે રાખી શકીએ. તેની સાથે જ આમળાના પાવડરના અનેક ફાયદા વિશે પણ જાણીશું.
1 ) લાલ મસૂરની દાળ અને આમળાનો પાવડર : આ પેસ્ટને બનાવવા માટે તમારી પાસે આમળાનો પાવડર દૂધ અને લાલ મસુરની દાળ હોવી ખુબ જ જરૂરી છે. હવે રાત્રે દૂધમાં લાલ મસૂરની દાળ પલાળીને રાખો અને બીજા દિવસે દાળ ફૂલી જાય ત્યારે તેમાં આમળાના પાવડરને ઉમેરો અને તેની પેસ્ટ તૈયાર કરો. હવે આ તૈયાર કરેલી પેસ્ટ ચહેરા ઉપર દસથી પંદર મિનિટ લગાવીને રહેવા દો. 15 મિનિટ પછી ચહેરાને પાણીથી ધુઓ. આમ કરવાથી તમારી ત્વચામાં કુદરતી નિખાર આવશે.
2 ) હળદર અને આમળાનો પાવડર : આ પેસ્ટને બનાવવા માટે આપણી પાસે આમળાનો પાવડર અને હળદર હોવી ખુબ જ જરૂરી છે. હવે તમે એક ચમચી આમળા પાવડરની અંદર એક ચપટી હળદર ઉમેરો અને તેમાં થોડું પાણી નાખીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને થોડાક સમય માટે ઢાંકીને રહેવા દો. હવે આ પેસ્ટને 10 થી 15 મિનિટ માટે ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી તમારા ચહેરાને પાણીથી સાફ કરો. આમ કરવાથી ત્વચાની ઘણી બધી સમસ્યામાંથી છુટકારો મળે છે.
3 ) આમળા પાવડર અને પાર્સલેનો રસ : પેસ્ટ બનાવવા આમળા પાવડર અને પાર્સલેનો રસ લો. હવે એક વાટકીમાં પાર્સલેના રસને આમળા પાવડરમાં ઉમેરો. હવે આ મિશ્રણને ચહેરાપર 10 થી 15 મિનિટ માટે લગાવીને રહેવા દો. 15 મિનિટ પછી સામાન્ય ગરમ પાણીથી ચહેરાને ધોઈ લો. આમ આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચા ખીલેલી અને નિખારવાન થઈ જશે.
4 ) ગ્રીન ટી પાન અને આમળાનો પાવડર : સૌપ્રથમ ગ્રીન ટીના પાનને પાણીમાં ઉકાળો, ત્યાર બાદ તેમાં આમળાનો પાવડર ઉમેરો. હવે આ મિશ્રણને ચહેરાપર 10 થી 15 મિનિટ માટે લગાવીને રહેવા દો. 15 મિનિટ પછી સામાન્ય પાણીથી ચહેરાને ધોઈ લો. આમ કરવાથી ત્વચાને લગતી ઘણી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
5 ) ચણાનો લોટ અને આમળા પાવડર : સૌપ્રથમ એક વાડકી ચણાનો લોટ આમળા પાવડર અને ગુલાબ જળને મિક્સ કરો, હવે આ મિશ્રણને 20 થી 25 મિનિટ માટે તમારા ચહેરા પર લગાવીને રહેવા દો. ત્યારબાદ સામાન્ય પાણીથી ચહેરાને ધુઓ. આ પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો. આમ કરવાથી ત્વચાનો રંગ બદલાઈ શકે છે અને આપણી ત્વચા મુલાયમ અને ખીલેલી દેખાય છે.
6 ) મુલતાની માટી અને આમળા પાવડર : આ પેસ્ટને બનાવવા માટે મુલતાની માટી, આમળાનો પાવડર, પપૈયાનો અંદરનો ગર્ભ, અને ગુલાબજળની જરૂર પડશે. સૌપ્રથમ એક વાટકીમાં પપૈયાનો ગર્ભમાં ગુલાબજળ મુલતાની માટી, અને આમળાનો પાવડર ઉમેરો, અને આ મિશ્રણને ચહેરા પર 20 થી 25 મિનિટ માટે લગાવીને રહેવા દો, ત્યાર બાદ સામાન્ય પાણીથી ચહેરાને ધુવો. આ મિશ્રણનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરી શકો છો. આમ કરવાથી ત્વચા ઉપરના ડાઘ ધબ્બા દૂર થઈ જશે.
7 ) એલોવેરા જેલ અને આમળા પાવડર : આ પેકને બનાવવા માટે આમળા પાવડર અને એલોવેરા જેલ લો. હવે એક વાટકીમાં એલોવેરા જેલમાં આમળાનો પાવડર અને પાણી ઉમેરો, આ મિશ્રણને તમારા ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવીને રહેવા દો. ત્યાર બાદ તેને સામાન્ય પાણીથી ધુઓ. આમ કરવાથી ડેડ સ્કિનમાંથી છુટકારો મળી શકે છે.
8 ) દહીં અને આમળા પાવડર : સૌપ્રથમ દહીં, મધ અને આમળા પાવડર લો, ત્યાર બાદ એક વાટકીમાં આમળાના પાવડરમાં દહીં અને મધના અમુક ટીપાં નાખો, તથા આ મિશ્રણને થોડા સમય માટે ઢાંકીને રહેવા દો. હવે તમારા ચહેરાને ચોખ્ખા પાણીથી સાફ કરો અને આ મિશ્રણને 15 થી 20 મિનિટ સુધી લગાવીને રહેવા દો. ત્યાર બાદ ચહેરાને સાધારણ પાણીથી ધુઓ, આમ કરવાથી ત્વચા નિખારવાન દેખાશે.
9 ) ગુલાબ જળ અને આમળા પાવડર : સૌપ્રથમ એક વાટકીમાં આમળા પાવડર લો અને તેમાં ગુલાબ જળના અમુક ટીપાં નાખો, આ બનેલ મિશ્રણને ચહેરા ઉપર લગાવો. 15 થી 20 મિનિટ સુધી આ મિશ્રણને ચહેરા પર લગાવીને રહેવા દો. ત્યાર બાદ આ મિશ્રણને સામાન્ય પાણીથી ધુઓ, આમ કરવાથી ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે.
નોંધ : ઉપર જણાવેલ ઉપાયોથી આપણને જાણકારી મળે છે કે આમળાંનો પાવડર ત્વચાની ઘણી બધી સમસ્યાઓને દૂર કરવામાં ઉપયોગી છે. પરંતુ ઉપર જણાવેલ ઉપાયનો ઉપયોગ ત્વચા ઉપર કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂરથી કરો. ડાયરેક્ટ આ પેસ્ટનો ઉપયોગ ન કરો, ઉપર જણાવેલ કોઈ પણ વસ્તુથી તમને એલર્જી હોય તો તેનો ઉપયોગ તમારી ત્વચા ઉપર ન કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી