વારંવાર એસીડીટી, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર આવે તો થઈ જાવ સાવધાન ! હોય છે આ ગંભીર બીમારીના લક્ષણો…

શું તમે સવારથી સાંજ સુધીમાં સતત એસિડીટીનો અનુભવ થાય છે. અથવા તો તમને કંઈ પણ ખાધા પછી ખાટા ઓડકાર આવે છે, છાતીમાં જલન, ઉબકા કે ઉલટી જેવો અનુભવ થાય છે ? તો તમને જણાવી દઈએ કે આ બધા પેપ્ટિક અલ્સરના લક્ષણ હોય શકે છે. પેપ્ટિક અલ્સર એ પેટ અને પાચનતંત્રને લગતી બીમારી છે. જેમાં શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. આ ખરાબ લાઈફસ્ટાઈલ સિવાય સ્વાસ્થ્યને લગતી થોડી સ્થિતિને કારણે થાય છે. ચાલો તો આ બીમારી વિશે વિસ્તારથી જાણી લઈએ.

પેપ્ટિક અલ્સરની બીમારી : આ બીમારી પેટમાં એસિડનું પ્રમાણ વધવાથી થાય છે. જે પેટની અંદરની પરત, નાના આંતરડાની ઉપરના ભાગે અને ઘણી વખત ભોજનનળી અથવા અન્નપ્રણાલીને નુકશાન પહોંચાડે છે. તેનાથી પેટની સંવેદનશીલતા વધી જાય છે અને રેડનેસ, નાના નાના દાણા સહિત પેટમાં અલ્સરની સમસ્યા થાય છે. પેપ્ટિક અલ્સરની આ બીમારીમાં ગેસ્ટ્રીક અલ્સર જે પેટની અંદર હોય છે, અને નાના આંતરડાના ઉપરના ભાગની અંદર થતા ડુઓડેનલ અલ્સર પણ સામેલ છે. તો હવે જાણીએ પેપ્ટિક અલ્સર થવાના કારણો.

વધેલું એસિડનું ઉત્પાદન : પેપ્ટિક અલ્સરનું સૌથી મોટું કારણ પેટમાં વધેલ એસિડ છે.  જે ઘણા કારણોને લીધે થાય છે. જ્યારે તમારા શરીરમાં તરલ પદાર્થમાં વધુ પ્રમાણમાં એસિડ હોય છે, તો તેને એસિડોસીસ માનવામાં આવે છે. આ ત્યારે થાય છે, જ્યારે તમારી કીડની અને ફેફસા તમારા શરીરના પીએચના સંતુલન નથી રાખી શકતું.

આ સમયે એસિડનું ઉત્પાદન વધી જાય છે. આ સમયે તમારા લોહીમાં એસિડીક વેલ્યુ ચેક કરી શકાય છે. તેના આધારે તમારું પીએચ માપી શકાય છે. ઓછા પીએચનો અર્થ છે કે, તમારા લોહીમાં અમ્લીય વધુ છે, જ્યારે ઉચ્ચ પીએચમાં તમારું લોહી વધુ બેઝીક છે. આમ તમારા લોહીમાં પીએચ 7.4 ની આસપાસ હોવું જોઈએ. આ પેપ્ટિક અલ્સર ઘણી બીમારીનું કારણ બની શકે છે.

હેલીકોબેકટર પાઈલોરી નામનું બેકટેરીયલ ઇન્ફેકશન : હેલીકોબેકટર પાઈલોરી નામના બેક્ટેરિયા સામાન્ય રીતે પેટને સંક્રમિત કરે છે. તે પાઈલોરીને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પ્રસારિત કરે છે, ખાસ કરીને નાના બાળકોમાં. હેલીકોબેકટર પાઈલોરી બેકટેરિયા પાચન તંત્રમાં કફની જેમ ચીપકી જાય છે અને પેટમાં સોજા અને જલનનું કારણ બને છે. જેનાથી સુરક્ષા કવચ તૂટી જાય છે. જો કે તમારા પેટમાં ભોજનને પચાવવા માટે મજબુત એસિડ હોય છે. તેની રક્ષા માટે કફની પરતા વગર, એસિડ પેટની અંદર ફેલાઈ જાય છે.

દર્દ નિવારક દવાઓનું વધુ સેવન : ડોક્ટર અનુસાર એસ્પીરીન, ડાઈકલોફેનાક, ઇબુપ્રોફેન, નીમેસુલાઈડ, ઇન્ડોમેથેસીન, વગેરે જેવા દર્દ નિવારક દવાઓનું વધુ સેવન કરવાથી અલ્સરની પરેશાની થઈ શકે છે. આ દર્દ નિવારક દવાઓના સેવનથી પાચન તંત્રમાં કફની પરતને ખરાબ કરી દે છે. આ દવાઓમાં પેપ્ટિક અલ્સર બનવાની ક્ષમતા હોય છે. જો કે આ દરેક લોકોને નથી થતું, પરંતુ અમુક લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જેમાં 70 વર્ષથી વધુ ઉંમર વાળા લોકોમાં, મહિલાઓમાં, લાંબા સમય સુધી દર્દ નિવારક દવાઓનું સેવન કરતા લોકોમાં, જે લોકોમાં અલ્સર રોગ પહેલેથી હોય તેવા લોકોમાં.

લાઈફસ્ટાઈલથી જોડાયેલ આદતો : જો તમને છાતીમાં જલન છે તો મસાલેદાર ભોજન ન કરો. વાસ્તવમાં મસાલેદાર ભોજન પાચનની ક્રિયાને ધીમી કરીને એસિડનું પ્રમાણ વધારી દે છે. તે તમારી અન્નપ્રણાલીમાં જલન પેદા કરી શકે છે. અને પેપ્ટિક અલ્સરના લક્ષણો વધારી દે છે. આથી વધુ પડતા મસાલેદાર ભોજનનું સેવન ન કરવું જોઈએ. સાથે જ વધુ ધુમ્રપાન, શરાબ, તણાવથી પણ શરીરનું પીએચ અસંતુલિત થઈ જાય છે. જેનાથી એસિડીટીની સમસ્યા વધી શકે છે. આથી આ વસ્તુઓનું સેવન ઓછુ કરવું જોઈએ.

અન્ય બીમારીઓના કારણો : લીવર સીરોસીસ, ખરાબ કીડની, હૃદય અને ફેફસાની સમસ્યાઓ વાળા દર્દીઓમાં પેપ્ટિક અલ્સરની સમસ્યા વધી શકે છે. આ સિવાય વિભિન્ન સંક્રમણ, અથવા ગંભીર બીમારીને કારણે તેમજ સર્જરી કરાવ્યા પછી તેમજ સ્ટેરોયડ જેવી દવાનું સેવન કરવાથી આ બીમારી થઈ શકે છે.

પેપ્ટિક અલ્સરના લક્ષણ : પેપ્ટિક અલ્સરના લક્ષણ અને રોગ સ્થાનને ઉંમરને આધારે અલગ હોય છે. સામાન્ય રીતે પેપ્ટિક અલ્સર વાળા લોકોને ભોજન કર્યા પછી 15 થી 30 મિનીટની અંદર પેટમાં તીવ્ર દુઃખાવો થાય છે. ઘણી વખત આ દુઃખાવો 2 થી 3 કલાક પછી પણ થાય છે. ગેસ્ટ્રીક સમસ્યા વાળા લોકોમાં પેટમાં સોજો અને પાચન સંબંધી પરેશાની રહે છે. જેમાં વધુ એસિડીટીને કારણે, છાતી તેમજ પેટના ઉપરના ભાગે જલન અને દુઃખાવો, ગેસની સમસ્યા, ઉબકા અને ઘણી વખત ઉલટી.

ઘણી વખત દર્દ નિવારક દવાઓ, મસાલેદાર ભોજન, મરચા અને ભોજન તેમજ એન્ટાસીડથી આંશિક રૂપે રાહત મળવાથી આ લક્ષણ વધી જાય છે. ઘણા કેસોમાં કાળી ઉલટી અને મળ, સખ્ત દુઃખાવો સાથે બ્લીડીંગ થઈ શકે છે. આ સિવાય અન્ય લક્ષણ પણ સામેલ છે કેમ કે, પેટમાં સોજો, વજન ઓછો થવો, લોહીની ઉલટી, ખુલ્લામાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બ્લીડીંગ, આયરનની કમીથી એનીમિયા.

તપાસ અને ઈલાજ : પેપ્ટિક એલ્સરની તપાસ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે લક્ષણો અને એન્ટી એસિડીટી દવાઓ પ્રત્યે શરીરની પ્રતિક્રિયાના આધારે ઈલાજ કરી શકાય છે. પરંતુ તેના લક્ષણ ન સમજાય તો તપાસ કરીને તેમજ એન્ડોસ્કોપી કરી શકાય છે. ઉપચાર રૂપે આહાર પ્રત્યે સાવધાની, વ્યસનનું સેવન ન કરવું તેમજ નશીલી દવાઓનું સેવન ન કરવું. આની દવાઓમાં ઓમેપ્રાજોલ, પેન્ટાપ્રાજોલ, રેબેપ્રાજોલ, રેનીટીડીન અને એન્ટાસીડ જેલ જેવી પીપીઆઈ સામેલ છે. આમ તમે થોડી લાઈફ સ્ટાઈલમાં બદલાવ કરીને પેપ્ટિક અલ્સરથી રાહત મેળવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment