સુંદરતામાં ચાર ચાંદ ઉમેરવા માટે, વાળ તંદુરસ્ત રાખવા એ ખુબ જ જરૂરી છે. પરંતુ આ માટે જરૂરી છે કે, આપણે તેમની કાળજી લઈએ અને તેમની કાળજી લેવા માટે સમય કાઢવો પડે. આજના વ્યસ્ત જીવનમાં લોકો પાસે તેમના વાળની ખાસ કાળજી લેવા માટે પૂરતો સમય નથી. તેથી, તેમના વાળ ખરવા, તૂટવું સામાન્ય બાબત બની જાય છે. આવી સ્થિતિમાં, આપણે ફક્ત વાળને નુકશાન પહોંચાડતી આદતોથી અંતર બનાવી શકીએ છીએ.
તો ચાલો આપણે જાણીએ કે, કંઈ આદતો છોડ્યા પછી આપણે આપણા વાળને ખરતા અને ખરાબ થતા અટકાવી શકીએ છીએ. નાની નાની આદતો પણ તમારા વાળ પર ખુબ જ અસરકારક સાબિત થાય છે. માટે ચાલો જાણીએ કે કંઈ એ આ આદતો છે જેને છોડવાથી આપણે આપણા વાળને તંદુરસ્ત બનાવી શકીએ. તો આ લેખને અંત સુધી જરૂર વાંચો.
વધુ તણાવ : ઘણા લોકો નાની વસ્તુઓ પર પણ તણાવમાં રહે છે. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેની સીધી અસર આપણા વાળના સ્વાસ્થ્ય પર પણ પડે છે. આવી સ્થિતિમાં, તણાવને તમારા પર હાવી થવા ન દો અને શક્ય હોય ત્યાં સુધી તણાવની પરિસ્થિતિને યોગ્ય રીતે મેનેજ કરવાનું શીખો. આમ કરવાથી તમારા વાળ સ્વસ્થ રહેશે અને તે તૂટશે કે ખરશે પણ નહિ.
ખરાબ હેર પ્રોડક્ટનો ઉપયોગ : ઘણા લોકો તેમના વાળ મુજબ પ્રોડક્ટ ખરીદવાને બદલે કિંમત, જાહેરાત વગેરે જોયા બાદ પ્રોડક્ટ ખરીદે છે, જેનો ય્પ્યોગ આપણા વાળને ઘણું નુકશાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, તે ખુબ જ મહત્વપૂર્ણ છે કે, તમે તમારા વાળની ટેક્ષ્ચર જોયા પછી જ શેમ્પૂ, હેર માસ્ક વગેરે જેવા હેર કેર પ્રોડક્ટ ખરીદો.
પ્રયોગ કરવાની આદત : ઘણા લોકો ફેશન તેમજ સ્કિન અને હેર કેર પ્રોડક્ટ્સ સાથે પ્રયોગ કરવામાં આનંદ અનુભવે છે, પરંતુ કેટલીક વાર આવા કેટલાક પ્રોડક્ટસ વાળ પર આવે છે જે તમારા વાળને ખરાબ રીતે નુકશાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, વાળ સાથે બિલકુલ પ્રયોગ ન કરો અને નિષ્ણાંતની મદદ લો.
હીટિંગ સાધનોનો ઉપયોગ : ઘણી વખત લોકો ફેશનને કારણે દરરોજ તેમના વાળમાં હીટિંગ ટૂલ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તેનો ઉપયોગ કરવાથી વાળ સારા દેખાય છે, પરંતુ વાળ પર તેનું નુકશાન દૂરગામી હોય છે. માટે બને ત્યાં સુધી આવા પ્રયોગથી પણ દુર રહેવું જોઈએ.
જો આ આદતોથી દુર રહો તો તમારા વાળ મજબુત બની રહે છે. પરંતુ જો કોઈ પણ વસ્તુ કે વાળ પર અન્ય પ્રયોગ કરો છો તો તમારા વાળને નુકશાન થઈ શકે છે. માટે વાળની તંદુરસ્તી માટે આવી આદતો બદલી નાખવી જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી