શામેલ કરો તમારા ડાયટમાં આ વસ્તુ, હૃદય રોગનું જોખમ ઘટાડી અટકાવી દેશે મૃત્યુને પણ.. ક્યારેય નહિ આવે હાર્ટ સર્જરી..

સમગ્ર વિશ્વમાં દર વર્ષે લાખો લોકો હૃદય રોગથી મૃત્યુ પામે છે. અગાઉના ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે, છોડ આધારિત આહાર હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. તાજેતરમાં, સંશોધકોએ આવા સો કરતાં વધુ અભ્યાસોની સમીક્ષા કરી છે. અભ્યાસોના પરિણામો દર્શાવે છે કે, અમુક છોડના ખોરાકની હૃદય પર ઉંડી અસર પડે છે અને રોગો અટકાવે છે તેમજ હૃદય રોગના દર્દીઓમાં મૃત્યુની શક્યતા ઘટાડે છે.

અભ્યાસ પર સંશોધકોનું આ મેટા-વિશ્લેષણ કાર્ડિયોવાસ્ક્યુલર રિસર્ચમાં પ્રકાશિત થયું છે. તેમાં, ઇટાલીની નેપલ્સ યુનિવર્સિટીના સંશોધકોએ હૃદય રોગના જોખમ અને આહારની રીત વચ્ચેના સંબંધની શોધ કરી છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, વધુ શાકભાજી અને ઓછું માંસ હૃદય રોગથી મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. સંશોધકોએ ટમેટાને લીલા શાકભાજી સાથે જોડ્યા છે.

સંશોધકોનું કહેવું છે કે, જ્યારે તમે ઓછું માંસ ખાઓ છો અને લીલા પાંદડા વાળા શાકભાજી અને ટામેટાંની માત્રામાં વધારો કરો છો, ત્યારે હૃદયરોગની શક્યતા આપોઆપ ઘટી જાય છે. ટામેટામાં લાઇકોપીન એન્ટીઓકિસડન્ટ હોય છે જે માત્ર વેસ્ક્યુલરનું કાર્ય સુધારે છે, રોગો સામે પણ રક્ષણ આપે છે. 

આ સિવાય, સંશોધકોએ સેચ્યુરેટેડ ચરબીને બદલે ઓલિવ ઓઇલ જેવી મોનોસેચ્યુરેટેડ ચરબીનો સમાવેશ કરવાની સલાહ આપી છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, ઓલિવ તેલના 5 ગ્રામ વપરાશથી કોરોનરી હૃદય રોગમાં 7% અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગમાં 4% અને હૃદયરોગમાં ઘટાડો થયો છે. 

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, દરરોજ ઓછામાં ઓછી બે શાકભાજી ખાવાથી હૃદય રોગથી મૃત્યુનું જોખમ 34% સુધી ઘટી જાય છે. અભ્યાસની સમીક્ષામાં લીલા શાકભાજી સાથે ટામેટા ખાવાથી વધુ સકારાત્મક પરિણામો મળ્યા છે. આ સિવાય પ્રોસેસ્ડ માંસનો ખોરાકમાં ઉપયોગ ઘટાડવાથી પણ હૃદયનું રક્ષણ થઈ શકે છે.

સંશોધકો કહે છે કે, લીલા શાકભાજી ન ખાવાની આડઅસર શરીરમાં સ્પષ્ટ દેખાય છે. લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને વિટામિન હોય છે જે શરીરની યોગ્ય કામગીરી માટે જરૂરી છે. તે જ સમયે, લાઇકોપીનની સાથે, ટામેટામાં કાર્બ્સ, પોટેશિયમ અને પ્રોટીન પણ હોય છે, જે શરીરને રોગોથી દૂર રાખે છે.  

જો તમને લીલા શાકભાજી પસંદ નથી, તો તમે તેમાં ઘણી વસ્તુઓ ઉમેરી શકો છો અને તેને સલાડ તરીકે ખાઈ શકો છો. આ સિવાય, લીલા શાકભાજી કે ટામેટાનો રસ પીવાથી પણ શરીરને એટલો ફાયદો થાય છે જેટલો તેને કાચો ખાવાથી. શાકભાજીનો રસ પીવાથી તેમના મિનરલ્સ  શરીરમાં પહોંચે છે અને તેના કારણે પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment