રાત્રે તમારે ભરપુર નિંદર કરવી ખુબ જ જરૂરી હોય છે. તે માત્ર તમારી તંદુરસ્તી માટે જ જરૂરી નથી પણ તમારી સુંદરતા વધારવા માટે જ પણ ખુબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે આપણી સ્કીન પર પણ આપણી દિનચર્યાની અસર જોવા મળે છે. જ્યારે આંખ નીચેના સર્કલ તેનું પહેલું પરિણામ છે. આ સિવાય એલર્જી, હાનિકારક યુવી કિરણોના સંપર્કમાં આવવું, વધતી જરી ઉંમર, એક્જીમાં, આંખને ખુબ જ રગડવાથી વગેરે કારણોથી ડાર્ક સર્કલની સમસ્યા થાય છે.
જો તમે પણ ડાર્ક સર્કલને કારણે પોતાને હંમેશા કમજોર અનુભવો છો તો તેનાથી છુટકારો મેળવવા માટે વિટામીન ઈનો ઉપયોગ કરો. આ નાની એવી કેપ્સુલ ડાર્ક સર્કલ માટે રામબાણની જેમ કામ કરશે. ડાર્ક સર્કલથી છુટકારો મેળવવામાં વિટામીન ઈ કેવી રીતે ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. આ વિશે ચાલો આપણે વધુ વિગતે જાણી લઈએ.ડાર્ક સર્કલ દૂર કરવા માટે વિટામીન ઈ ના ફાયદાઓ : નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ‘વિટામીન ઈ એક એવું ન્યુટ્રીએન્ટસ છે જે એન્ટી ઓક્સીડેન્ટની જેમ કામ કરે છે. તે સ્કીનમાં રહેલ ફ્રી રેડિકલ્સને બેઅસર કરીને સ્કીનને ફરીથી રીજુવિનેટ કરે છે. જે ઘણી વખત સ્કીન સેલ્સને ડેમેઝ કરી દે છે. વિટામીન ઈ સ્કીનને અનેક રીતે ફાયદો કરે છે. જેનાથી સ્કીન હાઈડ્રેટેડ દેખાય છે. વિટામીન ઈ ઓઈલ સ્કીનથી રીન્કલ્સને ઓછું કરે છે, અને આ એન્ટી એન્જીંગ માટે એક સારો વિકલ્પ છે.
આ સિવાય વિટામીન ઈ ઓઈલ તમારી સ્કીનને સુરજની હાનીકારક યુવી કિરણોથી થતા નુકશાનથી બચાવે છે. વિટામીન ઈ સ્કીનને હેલ્દી અને સ્મૂથ બનાવે છે. તે સ્કીનને મુલાયમ કરીને સ્કીન પરના કોઈ પણ પ્રકારના સ્કાર્સ અને બંર્સને ઠીક કરે છે. એટલું જ નહિ વિટામીન ઈ ઓઈલ ડાર્ક સર્કલ્સ માટે પણ ફાયદાકારક છે. વિટામીન ઈ ઓઈલના ઉપયોગથી તમે પોતાની આંખ નીચેના હાઇપર પીંગમેટેન્શન અને ડાર્ક સર્કલ ઓછા કરે છે.ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે ઉપયોગ કરવાની રીત : 1 ) વિટામીન ઈ ઓઈલ આંખ નીચેના ભાગને સ્કીનને નોરીશ કરીને થતા ડાર્ક સર્કલ્સને ઓછા કરે છે. આ માટે વિટામીન ઈ ઓઈલને પોતાની આંખ નીચે ડાર્ક સર્કલ્સ વાળા ભાગ પર લગાવો અને 10 થી 15 મિનીટ રહેવા દો. આમ કરવાથી આપણી સ્કીન આ ઓઈલને અવશોષિત કરે છે.
2 ) વિટામીન ઈ ઓઈલ એક અઠવાડિયામાં ઓછામાં ઓછી 5 વખત જ જરૂર લગાવો. તેમજ તે આ ઓઈલ તમારી સ્કીન ટાઈપ પર પણ આધાર રાખે છે. જો તમારી સ્કીન ડ્રાય છે તો તમે વિટામીન ઈ ઓઈલનો ઉપયોગ અઠવાડિયામાં 3 વખત કરો, અને જો તમારી સ્કીન ઓઈલી છે તો તમે તેનો ઉપયોગ અઠવાડિયામાં એક વખત જ કરો.
3 ) જો તમે વિટામીન ઈ ઓઈલને ઓર્ગેનિક વસ્તુઓ જેમ કે જોજોબા ઓઈલ અને એવોકાડો સાથે મિક્સ કરીને આંખ નીચે લગાવો, તો તેનાથી સ્કીનને વધુ ફાયદાઓ થાય છે.4 ) તમે ઈચ્છો તો વિટામીન ઈ ઓઈલને બદામના તેલ સાથે મિક્સ કરીને આંખ નીચે લગાવી શકો છો. જેનાથી આંખનો સોજો ઓછો થાય છે. અને ડાર્ક સર્કલ્સ પણ ઓછા થઈ જાય છે. આ બંને ઓઈલમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેટરીનું વધુ પ્રમાણ હોય છે. બદામમાં રેટીનોલ અને વિટામીન કે ની માત્રા હોય છે. અને જ્યારે તે વિટામીન ઈ સાથે મિક્સ થાય છે તો આંખ નીચે સ્કીનને સ્મૂથ અને ત્યાં થતા અન્ય ઇરીટેશનને પણ ઓછા કરે છે.
આમ તમે પણ ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે વિટામીન ઈનો ઉપયોગ કરી શકો છો. જો કે આ ઓઈલનો ઉપયોગથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી. પણ તેના ઉપયોગ પછી તમને ખીલ કે અન્ય રેનડેસ થવા લાગે તો તમે તેનો ઉપયોગ તરત જ બંધ કરી દો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી