ચોખાના ડબ્બામાં મુકી દો આ એક વસ્તુ, જિંદગીમાં નહીં પડે જીવાત અને બગડશે પણ નહીં, વરસાદી ઋતુમાં પણ રહેશે એકદમ સુરક્ષિત….

વરસાદની ઋતુમાં ભેજને કારણે ખાસ કરીને અનાજમાં જીવાત પડવા લાગે છે. આ જીવાત માત્ર અનાજની પૌષ્ટિકતા ઓછી કરે છે પણ સાથે જ અનાજનો સ્વાદ પણ ખરાબ કરી દે છે. ખાસ કરીને ચોખામાં પડતી જીવાત બધા અનાજને નુકશાન કરવાની સાથે બેકાર પણ બનાવી દે છે. આ જ કારણ છે કે ચોખા ભેજને કારણે ખુબ જ જલ્દી બગડી જાય છે અને ખાવા લાયક નથી રહેતા.

અનાજ અને દાળ એન હંમેશા એર ટાઈટ કન્ટેનરમાં ઠંડી, સૂકાયેલ જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી ભેજ તેની અંદર ન જાય અને જીવાતથી અનાજ બચાવી શકાય. જો કે ઘણી વખત બધી જ સાવધાની રાખવા છતાં પણ ચોખા ખરાબ થઈ જાય છે. તેવામાં ઘણી સરળ ટીપ્સને ફોલો કરીને તમે ચોખામાં થતી જીવાતથી છુટકારો મેળવી શકો છો અને ચોખાને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.તમાલપત્ર અને લીમડાના પાનનો ઉપયોગ : ચોખાને જીવાતથી બચાવવા માટે તેના ડબ્બામાં થોડા તમાલપત્ર અને લીમડાના સૂકાયેલ પાન રાખો. તમાલપત્ર ચોખાની જીવાતથી છુટકારો મેળવવામાં ખુબ જ સારો વિકલ્પ છે. કારણ કે તેની સુંગધ જીવાતને પસંદ નથી હોતી. અને તેની તેજ સુગંધથી જીવાત દૂર ભાગે છે. એટલું જ નહિ લીમડાના પાન જીવાતના ઈંડાને ખત્મ કરી દે છે અને ચોખામાંથી જીવાત પૂરી રીતે દૂર થઈ જાય છે. સારા પરિણામ માટે તમે ચોખાને એર ટાઈટ કન્ટેનરમાં તમાલપત્ર અને અને લીમડાના પાન નાખીને સ્ટોર કરો.

લવિંગનો ઉપયોગ : લવિંગ એ રસોઈઘરના મસાલાઓમાં સરળતાથી મળી જાય છે. લવિંગની સુગંધ જીવાતને દૂર કરવા માટે સારું કામ કરે છે. જો તમે ચોખાને જીવાતથી બચાવવા માંગતા હો તો તેના ડબ્બામાં 10 થી 12 લવિંગ નાખી દો. જો ચોખાના ડબ્બામાં જીવાત છે તો તે દૂર થઈ જશે અને જો જીવાત નથી થઈ તો લવિંગ ચોખાને જીવાતથી બચાવે છે. કીટાણુંનાશકના રૂપમાં તમે ચોખાના ડબ્બામાં લવિંગના તેલના થોડા ટીપા પણ નાખી શકો છો.રેફ્રીજરેટરમાં સ્ટોર કરો : જો તમે થોડા પ્રમાણમાં ચોખાને બજારમાંથી ખરીદો છો તો તેને વરસાદમાં જીવાતથી બચાવવા માટેનો સૌથી સારો ઉપાય રેફ્રીજરેટરમાં સ્ટોર કરવા જોઈએ. જો તમે ચોખાને લાવતાની સાથે ફ્રીજમાં સ્ટોર કરો છો તો તેની બધી જીવાત અને તેના ઈંડા ઠંડા તાપમાનમાં નષ્ટ થઈ જશે. એટલું જ નહિ આમ કરવાથી ચોખામાં ક્યારેય જીવાત નહિ થાય. જો કે વરસાદની ઋતુમાં બને ત્યાં સુધી ચોખા ઓછા ખરીદવા જોઈએ.

લસણની કળીનો ઉપયોગ : ચોખાને જીવાતથી બચાવવા માટે ચોખાના કન્ટેનર માં ફોલ્યા વિનાની લસણની 5 થી 6 કળીઓ નાખો અને બધા ચોખામાં તેને મિક્સ કરી દો. જ્યારે લસણની બધી જ કળી પૂરી રીતે સુકાય જાય ત્યારે તેને બદલી નાખો. તેની જગ્યાએ બીજી કળીઓ નાખી દો. લસણની તેજ સુગંધ ચોખાને જીવાતથી બચાવે છે.બાકસની ડબ્બી : બાકસની સલીઓમાં સલ્ફર હોય છે. જે ચોખાની જીવાત જ નહિ પણ અન્ય અનાજની જીવાતને પણ દૂર કરવામાં મદદ કરે છે. તમે જે જગ્યાએ ચોખાનને સ્ટોર કરો છો તેની પાસે બાકસની થોડી સળીઓ રાખો તેનાથી પણ જીવાત દૂર થઈ જશે.

તડકો : જો તમારા ચોખામાં જીવાત દેખાઈ રહી છે તો ચોખાને થોડી વાર માટે તડકે રાખો. આમ કરવાથી જીવાત અને તેના ઈંડા બંને નષ્ટ થઈ જશે. જો કે તમારે ચોખાને લાંબા સમય માટે સ્ટોર કરવા છે તો તેને વધુ સમય તડકે ન રાખો, કારણ કે આમ કરવાથી ચોખાના જલ્દી તૂટી જાય છે.

આમ ઉપર આપેલ બધી જ ટીપ્સને અજમાવીને તમે ચોખાને જીવાતથી બચાવી શકો છો અને લાંબા સમય સુધી તેની ગુણવત્તા જાળવી શકો છો અને સ્ટોર કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment