સલ્ફરની કમીથી શરીરમાં થઇ શકે છે કેન્સર જેવી બીમારીઓ, બચવા માટે ખાવા લાગો આ ચીજ-વસ્તુઓ… વગર દવાએ શરીર રહેશે તંદુરસ્ત અને નિરોગી…

જો તમે કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માંગતા હો તમારે તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં દરેક પોષક તત્વો આપવા જોઈએ. આમ આ પોષક તત્વમાં એક તત્વ છે સલ્ફર. જેની ઉણપ થવાથી તમારા શરીર અંદરથી ખાલીખમ થઇ જાય છે. તેમજ તમને કેન્સર જેવી બીમારી પણ થઇ શકે છે. 

શરીર માટે જે પ્રકારે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને અન્ય પોષકતત્વો જરૂરી છે, તે જ પ્રકારે સલ્ફરની પણ જરૂરિયાત હોય છે. સલ્ફર તમારા શરીર માટે જરૂરી ખનીજ કે મિનરલ છે. તે મેથિયોનીન અને સિસ્ટિનમાં રહેલ છે, જે બે એમીનો એસિડ છે જેનો ઉપયોગ તમે પ્રોટીન બનાવવા માટે કરતાં હતા. આ બંને એમીનો એસિડ તમારી ત્વચા, વાળ અને નખમાં રહેલા હોય છે. શરીરને સલ્ફર તમારા દ્વારા ખાવામાં આવતા પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થોની સાથે ઘણા યૌગિકો જેમકે, સલ્ફિનેટ્સ, એલિસીન અને સલ્ફાઈડથી મળે છે. સલ્ફર થાયમિન અને બાયોટીનમાં પણ રહેલું હોય છે.

તમારા શરીને સલ્ફરની જરૂરિયાત શા માટે છે?:- એનસીબીઆઇની એક રિપોર્ટ મુજબ, ડીએનએ બનાવવા અને શરીરના સારા કામકાજ માટે સલ્ફરની જરૂરિયાત હોય છે. તે તમારી કેશિકાઓને નુકસાનથી બચાવે છે જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. સલ્ફર તમારા શરીરને ભોજનના પાચનમાં મદદ કરે છે અને તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે. 

સલ્ફરથી શરીરને થતાં લાભ:- જે બે એમીનો એસિડમાં સલ્ફર સમાવિષ્ટ છે તે મેથિયોનીન અને સિસ્ટિન છે. મેથિયોનીન એક જરૂરી એમીનો એસિડ છે, જે તમારા શરીરમાં બનતું નથી, તેને પ્રોટીન વાળા ખાદ્ય પદાર્થોથી લેવું પડે છે. બીજું છે સિસ્ટિન જે તમારા શરીર દ્વારા બને છે. સાંધાના દુખાવા અને સોજા દૂર કરવા માટે તેનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સલ્ફર ત્વચા, નખ અને અન્ય ઉત્તકોની ગુણવત્તામાં સુધારો કરી શકે છે.

શરીરને દરરોજ કેટલા સલ્ફરની જરૂર:- એક રિપોર્ટ મુજબ, મેથિયોનીનના રૂપમાં તમારે પ્રતિ કિલોગ્રામ વજનના હિસાબથી 14 મિલિગ્રામ કે લગભગ 1000 મિલિગ્રામની જરૂરિયાત હોય છે. જાહેર છે કે એનિમલ બેસ્ડ પ્રોટીન અને પ્લાન્ટ બેસ્ડ પ્રોટીનથી તમને મળી શકે છે. ચાલો જાણીએ સલ્ફરની ઉણપ પૂરી કરવા માટે તમારે કઈ-કઈ વસ્તુઓ ખાવી જોઈએ. 

ટર્કી, માંસ, ઈંડા, માછલી અને ચિકન:- ટર્કી, માંસ, ઈંડા, માછલી અને ચિકન મેથિયોનીનના એનિમલ બેસ્ડ સ્ત્રોત છે. તે એવા જરૂરી એમીનો એસિડ છે જેને તમારે આ વસ્તુઓથી લેવું જોઈએ કારણ કે, તે તમારા શરીર દ્વારા સંશ્લેષિત કરી શકાતું નથી. 

નટ, સીડ્સ, અનાજ અને ફલિયા:- જો તમે નોન-વેજ ન ખાતા હોય તો, તમે મેથિયોનીન લેવા માટે પ્લાન્ટ બેસ્ડ ફૂડ્સને પોતાની ડાયેટમાં સમાવિષ્ટ કરી શકો છો. નટ્સ, સીડ્સ, અનાજ અને ફલિયા આ એમીનો એસિડના સૌથી સારા સ્ત્રોત છે.છોલે, ઈંડા, દાળ, ઓટ્સ અને અખરોટ:- શરીરમાં સલ્ફરની ઉણપ પૂરી કરવા માટે તમારે ચણા, દાળ, ઈંડા, ઓટ્સ અને અખરોટનું ખૂબ જ સેવન કરવું જોઈએ. આ બધી જ વસ્તુઓ સિસ્ટિન મેળવવા માટે સારી છે. 

લસણ, ડુંગળી અને લીલી ડુંગળી:- પ્રોટીન સિવાય, એલિયમ સબ્જીનો આહાર સલ્ફરના મુખ્ય સ્ત્રોત માંથી એક છે. અમુક સબજીમાં સલ્ફરના વિભિન્ન સ્ત્રોત જોવા મળે છે. તેમાં લસણ, ડુંગળી, લીલી ડુંગળી વગેરે સમાવિષ્ટ છે. 

આખું અનાજ:- આખું અનાજ થાયમિનના રૂપમાં સલ્ફરનો સારો સ્ત્રોત છે. જરૂરી એમીનો એસિડ, થિયામીન તમારા શરીર દ્વારા બનતું નથી અને તેને તમારે આહાર દ્વારા મેળવવું જોઈએ. આમ આ પ્રકારના ફૂડ માંથી તમને સલ્ફર પૂરતા પ્રમાણમાં મળી શકે છે. તેનું સેવન તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તેમજ અનેક બીમારી સામે પણ રક્ષણ આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment